હંમેશા શા માટે પુત્રીનો હાથ પકડીને ચાલે છે એશ્વર્યા? આરાધ્યા સાથે બની ચુકી છે આ ઘટના

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનને કોણ નથી ઓળખતું. ચાહકો તેની સુંદરતા અને મનમોહક સ્ટાઈલના દીવાના છે. સાથે જ તેની એક ઝલક જોવા માટે લોકો આતુર રહે છે. જણાવી દઈએ કે એશ્વર્યા રાયે ફિલ્મોમાં નામ કમાવ્યા પછી બોલીવુડના સુપરહીરો કહેવાતા પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા અને બંનેની જોડી ખૂબ જ લોકપ્રિય છે. સાથે જ તેની પુત્રી આરાધ્યા બચ્ચન પણ લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે અને અવારનવાર તેની સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

આરાધ્યા બચ્ચન અવારનવાર પોતાના માતા-પિતા સાથે જોવા મળે છે, તો એશ્વર્યા હંમેશા આરાધ્યાનો હાથ પકડેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો તેને ટ્રોલ કરી ચુક્યા છે કે શા માટે એશ્વર્યા હંમેશા પોતાની બાળકીનો હાથ પકડેલી જોવા મળે છે? હવે તે મોટી થઈ ચુકી છે અને તેને ચાલતા આવડે છે. પરંતુ છતાં પણ એશ્વર્યા પોતાની પુત્રીનો હાથ બિલકુલ નથી છોડતી.

આવી સ્થિતિમાં ઘણી વખત તેને ટીકાઓનો સામનો કરવો પડ્યો. જોકે હવે ખુલાસો થઈ ગયો છે કે શા માટે હંમેશા એશ્વર્યા પોતાની પુત્રીનો હાથ પકડી રાખે છે અને તેને બિલકુલ પણ એકલી નથી છોડતી. ચાલો જાણીએ તેનું સાચું કારણ?

સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં ખૂબ જ ધામધૂમથી થયા હતા. ત્યાર પછી, વર્ષ 2011 માં તેમના ઘરે પુત્રી આરાધ્યા બચ્ચનનો જન્મ થયો, જેના કારણે બચ્ચન પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આરાધ્યા બચ્ચનના આગમન પછી દાદા અમિતાભ બચ્ચનના જીવનમાં ખુશીઓનું પૂર આવ્યું.

જણાવી દઈએ કે, ભૂતકાળમાં જ્યારે એશ્વર્યા બહાર ગઈ હતી ત્યારે તેણે પુત્રી આરાધ્યાનો હાથ બિલકુલ પણ છોડ્યો ન હતો. એશ્વર્યાએ પુત્રી આરાધ્યાનો હાથ પકડી રાખ્યો હતો અને તે એક પરફેક્ટ માતાની જેમ તેનું ધ્યાન રાખી રહી હતી. સાથે જ પિતા અભિષેક પણ આરાધ્યાને સંભાળતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં યોજાયેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે એશ્વર્યાને તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આરાધ્યા બચ્ચન વિશે કહ્યું કે, “તેણે ખૂબ જ નાની ઉંમરથી લાઈમલાઈટ જોઈ છે. ઘણી વખત તે ખુશ થઈને તસવીરો ક્લિક કરાવે છે પરંતુ એક વખત ફોટોગ્રારને જોઈને તે જમીન પર સૂવા લાગી હતી, હું ઈચ્છું છું કે બધું સુરક્ષિત રહે અને મારું બાળક પણ સુરક્ષિત રહે.”

આ ઉપરાંત એશ્વર્યાએ કહ્યું કે, તેની આસપાસ વિડીયો ફોટોગ્રાફર ઉપરાંત ઘણા લોકો હોય છે અને મારી પુત્રી ખૂબ જ નાની છે, તેથી તેને ભીડથી બચાવી પડે છે. એક માતા હોવાને કારણે બસ મારા બાળકને સુરક્ષિત અને પોતાની નજીક રાખવા ઈચ્છું છું.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં એશ્વર્યા રાય બચ્ચન સાઉથની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન’માં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે એશ્વર્યા એ પોતાની આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ‘પોનીયિન સેલવાન’નું શૂટિંગ હૈદરાબાદ અને મધ્યપ્રદેશના ભાગોમાં કરવામાં આવ્યું છે. બીજી તરફ અભિષેક બચ્ચનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘દસવી’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની સાથે અભિનેત્રી નિમૃત કૌર અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.