સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF-2’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં યશની સુંદર એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ ફિલ્મ અત્યાર સુધીમાં 1000 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. દરેક જગ્યાએ KGFની ચર્ચા થઈ રહી છે. આટલું જ નહીં પરંતુ દર્શકો પર પણ ફિલ્મોના ડાયલોગ્સનો ખુમાર ચઢેલો છે અને દરેક લોકો રોકિંગ સ્ટાર યશના દિવાના બની ગયા છે. આ દરમિયાન યશની પુત્રી ‘આયરા’નો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ વીડિયોમાં આયરા શું કહેતા જોવા મળી છે?
યશે શેર કર્યો એક સુંદર વીડિયો: જણાવી દઈએ કે, આ વિડીયો ખુદ યશે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ચાહકો સતત તેના પર કમેન્ટ કરી રહ્યા છે અને તેની પ્રસંશા કરી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ યશ પોતે પણ આ વીડિયોમાં પોતાની પુત્રી આયરા પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સાંભળી શકો છો કે આયરા પોતાના પિતા યશનો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.
સલામ રોકી બોય ગીતને આયરાએ ખૂબ જ સુંદર સ્ટાઈલમાં ગાયું છે. આયરા બોલી રહી છે, ‘સલામ રોકી બોય, રો…રો…રો..રોકી’! આ વીડિયોને શેર કરતા યશે કેપ્શનમાં લખ્યું કે, “સવારની વિધિઓ… રોકી ‘બોય’ની મજાક ઉડાડવાથી શરૂ.” જણાવી દઈએ કે, આ વીડિયોમાં આયરા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
View this post on Instagram
બાળકો સાથે અવારનવાર મસ્તી કરતા રહે છે યશ: જ્યાં સુપરસ્ટાર યશ પડદા પર એક ખૂંખાર પાત્રમાં જોવા મળ્યા છે, તો રિયલ લાઈફમાં તે ખૂબ જ સરળ વ્યક્તિ છે. જણાવી દઈએ કે, યશ અવારનવાર પોતાના બાળકો સાથે મસ્તી ભરેલા વીડિયો શેર કરતા રહે છે. જ્યારે ફિલ્મની સફળતા પછી અભિનેતા મોટી-મોટી પાર્ટીઓ કરે છે, તો KGF 2 ની સફળતા પછી યશ પોતાના પરિવાર સાથે વેકેશન પર ગયા હતા જ્યાં તે પોતાના બાળકો સાથે મસ્તી ભરેલી સ્ટાઈલમાં રમતા જોવા મળ્યા હતા.
યશ એ કર્યા અભિનેત્રી રાધિકા પંડિત સાથે લગ્ન: જણાવી દઈએ કે, યશે પોતાની કારકિર્દીની શરૂઆત ટીવી સીરિયલ ‘નંદગોકુલા’થી કરી હતી. ત્યાર પછી તેને વર્ષ 2008માં ફિલ્મ ‘મોગ્ગિની મનસુ’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી તરીકે રાધિકા પંડિત જોવા મળી હતી. રાધિકા પંડિત હાલમાં યશની પત્ની છે. જણાવી દઈએ કે યશ અને રાધિકા એ 12 ઓગસ્ટ 2016ના રોજ ગોવામાં લગ્ન કર્યા હતા.
આ ઉપરાંત આ કપલે 9 ડિસેમ્બર 2016ના રોજ બેંગ્લોરમાં લગ્ન પણ કર્યા હતા. ત્યાર પછી તેણે ગ્રેંડ રિસેપ્શન આપ્યું જેમાં ઘણા પ્રખ્યાત સ્ટાર શામેલ થયા હતા. ત્યાર પછી વર્ષ 2018માં રાધિકાએ પુત્રી આયરાને જન્મ આપ્યો. ત્યાર પછી, વર્ષ 2019 માં તેમના ઘરે પુત્ર યથર્વનો જન્મ થયો. રાધિકા અને યશ તેમના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે.