કમાણીની બાબતમાં અર્જુન કપૂરથી ખૂબ આગળ છે મલાઈકા, ફિલ્મો વગર કરે છે આટલા અધધ કરોડની કમાણી

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા માત્ર બ્યુટી ક્વીન જ નથી. મલાઈકા અરોરા 47 વર્ષની છે, પરંતુ તેની સુંદરતા જોઈને ભાગ્યે જ કોઈ તેની ઉંમરનો અંદાજ લગાવી શકે છે. સાથે ઘણીવખત પોતાની બોલ્ડ સ્ટાઈલ માટે ચર્ચામાં રહેતી અભિનેત્રી મલાઈકા અરોરા પોતાનાથી 12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે. સાથે જ જણાવી દઈએ કે મલાઈકા અરોરા ભલે આ સમયે બોલીવુડની લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ છતા પણ કમાણીની બાબતમાં તે આજે કોઈ પણ અભિનેત્રીને ટક્કર આપે છે.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા આજકાલ મોટા પડદાથી દૂર રહીને નાના પડદા પર પોતાના જલવા ફેલાવતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તે ઘણા ટીવી શોમાં જજની ખુરશી પર બેઠેલી જોવા મળે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ લોકો સાથે જોડાયેલી રહે છે. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

જણાવી દઈએ કે 47 વર્ષની મલાઈકા પોતાના સ્ટાઈલિશ લુકને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. જ્યારે પણ તે બહાર જાય છે, દર્શકોની નજર તેના પર ટકી રહે છે. પછી વાત ફિટનેસના સમયની હોય કે પછી આઉટિંગની, મલાઈકા હંમેશા પોતાની ફેશન સેંસથી લોકોનું દિલ જીતી લે છે.

મલાઈકાની સ્ટાઈલ હંમેશા લોકોથી અલગ હોય છે. તે જે આઉટફિટ પહેરેલી જોવા મળે છે તેની કિંમત લાખોમાં હોય છે. આવી સ્થિતિમાં તમે વિચારી શકો છો કે મલાઈકાની લાઈફસ્ટાઈલ કેટલી લક્ઝરી છે. શું તમે જાણો છો કે મલાઈકાની કમાણી તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર કરતા ઘણી વધારે છે? તો ચાલો જાણીએ તેની કુલ સંપત્તિ વિશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ મલાઈકાની નેટવર્થ લગભગ 100 કરોડ રૂપિયા છે. તે ફિલ્મોમાં તેના એક આઇટમ ડાન્સ કરવા માટે આશરે 1.75 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત તે નાના પડદા પર આવતા નચ બલિયે, નચ બલિયે સિઝન 2, ઝરા નચકે દિખા, ઝલક દિખલા જા જેવા રિયાલિટી શો હોસ્ટ કરવા માટે પણ મોટી ફી લે છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે મલાઈકાની 30 થી વધુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ શામેલ છે. આ કામો સાથે મલાઈકાનો મુંબઈમાં યોગ સ્ટુડિયો પણ છે. જ્યાંથી તે સારી કમાણી કરે છે. આજના સમયમાં મલાઈકા પાસે લક્ઝરી વાહનોમાં BMW 7 સિરીઝ 730ld કાર હોવાની સાથે જ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક એપાર્ટમેંટ પણ છે, જેની કિંમત પણ લગભગ 10 કરોડ રૂપિયાથી વધુ છે.

જણાવી દઈએ કે અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. નેટવર્થની બાબતમાં તે અર્જુન કપૂર કરતાં ખૂબ આગળ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અર્જુનની કુલ સંપત્તિ 88 કરોડ રૂપિયા છે.

છેલ્લે જણાવી દઈએ કે 47 વર્ષની મલાઈકા ઘણીવાર ફિટનેસ સંબંધિત વીડિયો અને ટિપ્સ શેર કરે છે. જેમાં તે સ્વસ્થ અને સક્રિય હોવાના રહસ્યો શેર કરે છે. મલાઈકા મુંબઈમાં પોતાનો યોગ સ્ટુડિયો ‘દિવા યોગા’ પણ ચલાવે છે અને ટૂંક સમયમાં તે પોતાનું ફૂડ વેન્ચર શરૂ કરવા જઈ રહી છે.