‘કભી અલવિદા ના કહના’ માં શાહરૂખનો પુત્ર બનેલી આ છોકરી હવે છે ડિજિટલ સુપરસ્ટાર, દેખાય છે ખૂબ જ સુંદર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

2006માં એક સુપરહિટ ફિલ્મ આવી હતી ‘કભી અલવિદા ના કહના’. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાનો એક સુંદર પુત્ર હતો. જો તમને આ યાદ નથી તો ‘માય ફ્રેન્ડ ગણેશ’નો ક્યૂટ આશુ તો યાદ જ હશે. અથવા પછી સુષ્મિતા સેનની હોરર ફિલ્મ ‘વાસ્તુશાસ્ત્ર’માં જોવા મળેલો રોહન નામનો છોકરો તમને જરૂર યાદ હશે.

ખરેખર આપણે અહીં જે છોકરાની વાત કરી રહ્યા છીએ તે રિયલમાં છોકરો નથી. તે એક છોકરી છે. જે હવે મોટી થઈને સુંદર છોકરી બની ચુકી છે. આ છોકરી ડિજિટલ મીડિયામાં સુપરસ્ટાર બની ચુકી છે. આ છોકરીનું નામ અહસાસ ચન્ના છે.

4 વર્ષની ઉંમરમાં શરૂ કરી હતી કારકિર્દી: અહસાસ ચન્નાએ માત્ર 4 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ 2004માં આવેલી ‘વાસ્તુશાસ્ત્ર’ હતી. આ ફિલ્મમાં સુષ્મિતા સેન પણ હતી. આ એક હોરર ફિલ્મ હતી જેમાં અહસાસ ચન્નાએ રોહન નામના છોકરાની ભૂમિકા નિભાવી હતી.

ત્યાર પછી 2006માં શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાની ‘કભી અલવિદા ના કહના’ આવી. તેમાં અહસાસે શાહરૂખ અને પ્રીતિના અર્જુન નામના પુત્રની ભુમિકા નિભાવી હતી. સાથે જ 2007માં તે ‘માય ફ્રેન્ડ ગણેશા’માં જોવા મળી. આ રીતે અહસાસે છોકરી હોવા છતાં પણ છોકરાની ઘણી ભૂમિકાઓ નિભાવી. જો કે જ્યારે તે 7 વર્ષની થઈ, ત્યારે તેની માતાએ તેને છોકરાની ભૂમિકા નિભાવવાની મનાઈ કરી. પછી તેને છોકરીની ભૂમિકાઓ મળવા લાગી.

ઘણી ટીવી સિરિયલોમાં મળી જોવા: ‘કસમ સે’ તે પહેલો ટીવી શો હતો જેમાં અહસાસ ચન્ના એક છોકરી તરીકે જોવા મળી હતી. ત્યાર પછી તે ‘દેવોં કે દેવ મહાદેવ’માં ભગવાન શિવની પુત્રી અશોક સુંદરીના પાત્રમાં જોવા મળી હતી. સાથે જ તેમણે મધુબાલા – એક ઇશ્ક એક જુનૂન, ક્રાઇમ પેટ્રોલ, ગંગા, કોડ રેડ – તલાશ જેવા અન્ય ટીવી શોમાં પણ કામ કર્યું.

ડિજિટલ દુનિયાએ ચમકાવ્યું નસીબ: અહસાસ ચન્ના ડિજિટલ દુનિયામાં એક મોટું નામ બની ચુકી છે. તે TVF અને ગર્લિયપ્પાના ઘણા વાયરલ વીડિયોમાં જોવા મળી ચુકી છે. સાથે જ તે હોસ્ટેલ ડેઝમાં આકાંક્ષાના પાત્રમાં, કોટા ફેક્ટરીમાં શિવાંગીના રૂપમાં અને ગર્લ્સ હોસ્ટેલમાં ઋચાના પાત્રમાં પણ જોવા મળી છે. અહસાસ જ્યારે 16 વર્ષની હતી ત્યારે તે ટીવીએફ ગર્લિયાપાના ‘ધ પીરિયડ સોંગ’ સાથે પહેલીવાર ડિજિટલ દુનિયામાં જોવા મળી હતી.

ત્યાર પછી તે ઘણા વેબ શો અને વાયરલ વીડિયોમાં જોવા મળી હતી. થોડા દિવસો પહેલા અહસાસ ચન્નાની કોટા ફેક્ટરી સીઝન 2 નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. આ ઉપરાંત તે ડાઇસ મીડિયાની ભારતની પહેલી સ્પોર્ટ્સ સીરીઝ ક્લચમાં પણ જોવા મળી હતી. ડિજિટલ દુનિયામાં અહસાસનો એક મોટો ફેન બેસ છે. લોકો તેને ખૂબ પસંદ કરે છે.

સોશિયલ મીડિયા પર પણ છે લોકપ્રિય: અહસાસ ચન્ના સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અહીં તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 28 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહસાસે ખૂબ જ નાની ઉંમરમાં જે પ્રકારની સફળતા અને લોકપ્રિયતા મેળવી છે તે પ્રશંસનીય છે.