સુનીલ શેટ્ટીની ભાવી પુત્રવધૂ આગળ ફેલ છે બોલીવુડ અભિનેત્રીઓ, આટલી સુંદર પરી પર ફિદા છે પુત્ર અહાન

બોલિવુડ

હિન્દી સિનેમામાં ‘અન્ના’ના નામથી પ્રખ્યાત જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટી છેલ્લા 30 વર્ષથી બોલિવૂડ સાથે જોડાયેલા છે. તેણે બોલીવુડમાં પોતાનો પગ વર્ષ 1992માં મૂક્યો હતો. સુનીલની પહેલી ફિલ્મ ‘બલવાન’ હતી. સુનીલ શેટ્ટીએ પોતાની કારકિર્દીમાં ઘણી સુંદર ફિલ્મોમાં કામ કર્યું છે.

સુનીલ શેટ્ટીએ હિન્દી સિનેમામાં પગ મુકતા પહેલા લગ્ન કરી લીધા હતા. તેમણે વર્ષ 1991માં મોનિષા કાદરી ઉર્ફ માના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો હતા. પુત્રીનું નામ આથિયા શેટ્ટી છે, જે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર લોકેશ રાહુલની ગર્લફ્રેન્ડ તરીકે પણ જાણીતી છે. સાથે જ પુત્રનું નામ અહાન શેટ્ટી છે.

આથિયા અને અહાન બંનેએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આથિયાએ વર્ષ 2015 માં તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી જ્યારે અહાને બોલિવૂડમાં પ્રવેશ વર્ષ 2021 ના અંતમાં કર્યો છે. અહાનની પહેલી ફિલ્મ ‘તડપ’ 3 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થઈ હતી. પોતાના હિંદી સિનેમા માં ડેબ્યૂ સાથે અહાન ખૂબ હેડલાઈન્સમાં રહ્યો જ્યારે તેની ગર્લફ્રેંડ પણ ચાનક હેડલાઈન્સમાં આવી ગઈ.

જણાવી દઈએ કે અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડનું નામ તાનિયા શ્રોફ છે. તાનિયા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે ખૂબ જ ગ્લેમરસ પણ છે. જણાવી દઈએ કે ‘તડપ’ના પ્રીમિયર દરમિયાન તાનિયા શ્રોફ પણ શેટ્ટી પરિવાર સાથે જોવા મળી હતી. તાનિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની સુંદર અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

માહિતી મુજબ, તાનિયા બિઝનેસમેન જયદેવ શ્રોફની પુત્રી છે, જે UPL લિમિટેડના ગ્લોબલ સીઈઓ છે. તાનિયાના પિતા 1.5 બિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. માનવામાં આવી રહ્યું છે કે અમીર પિતાની પુત્રી તાનિયા સુનીલ શેટ્ટીના ઘરની વહુ બની શકે છે.

તાનિયાના કામની વાત કરીએ તો તે એક ફેશન ડિઝાઇનર છે. તાનિયા સુંદરતા અને બોલ્ડનેસની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. તે ફિટનેસ પ્રત્યે પણ ખૂબ જ જાગૃત છે. તાનિયા અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની સુંદર તસવીરો પોસ્ટ કરે છે.

તમને જણાવી દઈએ કે ઈન્સ્ટા પર તાનિયાને 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે. સાથે જ તે પોતે 316 લોકોને ફોલો કરે છે. જ્યારે તાનિયા અત્યાર સુધીમાં ઈન્સ્ટા પર 497 પોસ્ટ શેર કરી ચુકી છે. તેની ઘણી તસવીરો અહાન શેટ્ટી સાથે પણ છે. તાનિયાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તેની કોઈપણ તસવીર આવતાની સાથે જ ખૂબ વાયરલ થઈ જાય છે. તાનિયાની તસવીરોને પસંદ કરવાની સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સ તેના પર કમેંટ કરીને પણ રિએક્શન આપે છે.