આ 8 અભિનેત્રીએ ઉંમરને ન બનવા દીધી અવરોધ, આ આભિનેત્રી એ તો 49 વર્ષની ઉંમરમાં કર્યા છે લગ્ન

બોલિવુડ

ભારતમાં સામાન્ય રીતે લોકોના લગ્ન જલ્દી થઈ જાય છે. આ સાથે એ સવાલ પણ ઘણીવાર કરવામાં આવે છે કે, લગ્ન ક્યારે કરી રહ્યા છો. આજે પણ આપણે ત્યાં લગ્ન એક યોગ્ય ઉંમરે કરવાનું કહેવામાં આવે છે. ભારતમાં લગ્ન માટે આદર્શ ઉંમર 20 થી 30 વર્ષ માનવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે 40 પછી લગ્ન કર્યા છે અને આજે સુખી જીવન જીવી રહી છે.

નીના ગુપ્તા: નીના ગુપ્તાએ પોતાની સુંદર અને જબરદસ્ત એક્ટિંગથી દરેકના દિલ પર રાજ કર્યું છે. અભિનેત્રીએ તેના જીવનમાં ઘણા વિવાદાસ્પદ પાત્રો અને સીન આપ્યા છે. તેણે હંમેશા લીગની બહાર કામ કર્યું છે. જ્યારે વાત લગ્નીની આવી તો પણ નીના ગુપ્તાએ કોઈ પણ પ્રકારની ઉતાવળ ન બાતાવી. નીના ગુપ્તાએ 49 વર્ષની ઉંમરમાં દિલ્હીના પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક મેહરા સાથે લગ્ન કર્યા છે.

સુહાસિની મુલે: સુહાસિનીને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુકી છે. તેણે પોતાના દમ પર પોતાની પ્રોફેશનલ લાઈફને ખૂબ સફળ બનાવી છે. જોત જોતામાં તે 40 વર્ષની થઈ ગઈ. સુહાસિનીને લગ્નની કોઈ ઉતાવળ ન કરી. પરંતુ તેને એક સારા જીવનસાથી તરીકે અતુલ ગુરુતુ મળ્યો. સુહાસિનીએ 40 વર્ષની ઉંમરમાં 16 જાન્યુઆરી 2011 ના રોજ લગ્ન કર્યા હતા. તે સમયે તેનો પતિ 60 વર્ષનો હતો.

ફરાહ ખાન: ફરાહ ખાન બોલિવૂડની જાણીતી ડિરેક્ટર, કોરિયોગ્રાફર અને નિર્માતા છે. ફરાહ ખાને પોતાનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે. લગ્ન સમયે ફરાહની ઉંમર 39 વર્ષ હતી.

ઉર્મિલા માતોંડકર: રંગીલા ગર્લ તરીકે જાણીતી ઉર્મિલા માતોંડકરે 42 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. ઉર્મિલાએ આ લગ્ન ખૂબ જ પ્રાઈવેટ રીતે કર્યા હતા. ઉર્મિલાએ તેના લગ્નની જાણ કોઈને થવા દીધી ન હતી. ઉર્મિલા માતોંડકરે મોડલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યા છે.

પૂજા બત્રા: પૂજા બત્રાએ નવાબ શાહ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન ખૂબ ગુપ્ત રીતે થયા હતા. જણાવી દઈએ કે લગ્ન સમયે પૂજાની ઉંમર તે સમયે 42 વર્ષ હતી.

રાની મુખર્જી: રાની મુખર્જીની ગણતરી બોલિવૂડની સુંદર અને સફળ અભિનેત્રીઓમાં થાય છે. તેણે વર્ષ 2014 માં આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હતા. રાનીએ આદિત્ય ચોપડા સાથે 36 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.

પ્રીતિ ઝિન્ટા: બોલિવૂડની પહેલી ડિમ્પલ ગર્લ તરીકે જાણીતી પ્રીતિ ઝિંટાએ નેસ વાડિયાને ખૂબ ડેટ કરી, પરંતુ આ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહિં. નેસ વાડિયાથી અલગ થયા પછી, પ્રીતિ ઝિંટાએ વર્ષ 2016 માં લોસ એન્જલસમાં જીન ગુડેનફ સાથે લગ્ન કર્યા. પ્રીતિ ઝિન્ટાએ 39 બર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.

લિજા રે: લિજા રે પહેલીવાર આફતાબ શિવદાસાનીની વિરુદ્ધ કસૂર ફિલ્મમાં જોવા મળી હતી. લિજા રેએ પણ લગ્ન માટે ઉંમરને બંધન ન બનવા દીધી. લિજા રેએ 40 વર્ષની ઉંમરમાં ભૂતપૂર્વ મેનેજમેન્ટ કંસલટેંટ જેસન સાથે લગ્ન કર્યા હતા. લિજા આજે તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે.