પરિવારની વિરુદ્ધ જઈને સુનીલ શેટ્ટી અને માના એ કર્યા હતા લગ્ન, આ કરણે આવી રહી હતી અડચણ

બોલિવુડ

હિન્દી સિનેમાના સુંદર અભિનેતાઓમાં સુનીલ શેટ્ટી પણ શામેલ છે. સુનીલ શેટ્ટીએ હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. સુનિલને પસંદ કરનારા લોકોની સંખ્યા પણ ખૂબ સારી છે. સુનીલ શેટ્ટી હવે ફિલ્મની દુનિયાથી દૂર છે, જોકે તે ઘણી વાર ચર્ચામાં રહે છે.

જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી હિન્દી સિનેમાના તે અભિનેતાઓમાં શામેલ છે જેમણે બોલીવુડ ડેબ્યૂ પહેલા લગ્ન કરી લીધા હતા. સુનીલ શેટ્ટીએ તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 માં કરી હતી, જ્યારે તેમણે વર્ષ 1991 માં જ લગ્ન કરી લીધા. સુનિલે મોનીષા કાદરી સાથે લગ્ન કર્યા હતા. સુનિલ સાથે લગ્ન કર્યા પછી, મોનિષા કાદરીનું નામ બદલીને માના શેટ્ટી રાખવામાં આવ્યું. બંનેના લગ્નને લગભગ 30 વર્ષ થઈ ગયા છે. ચાલો આજે અમે તમને સુનીલ અને મનની લવ સ્ટોરી વિશે જણાવીએ.

એવું કહેવામાં આવે છે કે માના સાથે લગ્ન કરવા સુનીલ માટે સરળ કામ ન હતું. કારણ કે જ્યાં સુનીલ હિન્દુ છે, ત્યારે માના શેટ્ટી મુસ્લિમ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનીલને માના સાથે સાત ફેરા લેવા માટે 9 વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

સુનીલ શેટ્ટી અને મામનાની પહેલી મુલાકાત મુંબઈની પેસ્ટ્રી શોપમાં થઈ હતી. એવું કહેવામાં આવે છે કે માનાને પહેલી નજરમાં જોઈને સુનીલ શેટ્ટી તેના પર પોતાનું દિલ હારી બેઠા હતા. સુનીલ શેટ્ટી માનાને મેળવવાનું મન બનાવી ચુક્યા હતા અને આ માટે તેણે માનાની બહેન સાથે મિત્રતા કરી હતી. ત્યાર પછી ધીરે ધીરે માના અને સુનિલ એક બીજાની નજીક આવવા લાગ્યા.

એવું કહેવામાં આવે છે કે બંનેનો ધર્મ અલગ અલગ હોવાને કારણે બંનેના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન હતા. જો કે, સુનિલ અને માના એકબીજાના પ્રેમને હંમેશા હંમેશા માટે મેળવવાનું નક્કી કરી ચુક્યા હતા. સુનીલ શેટ્ટીએ 9 વર્ષ સુધી માનાને મેળવવાની રાહ જોઈ હતી અને છેવટે તેમના પ્રેમની જીત થઈ. 25 ડિસેમ્બર 1991 ના રોજ બંનેએ સાત ફેરા લીધા હતા. માના એક બિઝનેસ વુમન છે તો સુનીલ પણ એક્ટિંગની દુનિયા ઉપરાંત બિઝનેસની દુનિયામાંથી કરોડીની કમાણી કરે છે.

સુનીલ શેટ્ટી અને મના શેટ્ટી બે બાળકોના માતાપિતા છે. બંનેની પુત્રિનુ નામ આથિયા શેટ્ટી છે. આથિયા બોલીવુડ અભિનેત્રી છે, તે બોલીવુડમાં વર્સજ 2015 થી કામ કરી રહી છે. જોકે તેને આજ સુધી સફળતા મળી નથી. તો બંનેનો પુત્ર અહાન શેટ્ટી પોતાનિ બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરવાની તૈયારી માં છે.

માના શેટ્ટી સાથે લગ્ન કર્યા પછી સુનીલ શેટ્ટી એ હિંદી સિનેમામાં પોતાનો પગ મુક્યો હતો. વર્ષ 1992 માં આવેલી ફિલ્મ ‘બલવાન’ તેમની કારકિર્દીની પહેલી ફિલ્મ હતી. ત્યાર પછી તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. 11 ઓગસ્ટ 1961 ના રોજ કર્ણાટકના મુલ્કીમાં જન્મેલા સુનીલ શેટ્ટીએ એક્શન ફિલ્મોથી વિશેષ ઓળખ બનાવી છે.

સુનીલ શેટ્ટીએ 1994 માં આવેલી “મોહરા” માં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે 1994 ની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ હતી. તે જ વર્ષે તેમની ફિલ્મ દિલવાલે અને ગોપી કિશનને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પછી તે 1997 માં આવેલી ફિલ્મ બોર્ડર, આક્રોશ, ભાઈ, ધડકન જેવી સફળ ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.