2 લગ્ન પછી વિદેશી છોકરી સાથે પવન કલ્યાણે કર્યા હતા ત્રીજા લગ્ન, જુવો તેના પરિવારની કેટલીક તસવીરો

બોલિવુડ

પવન કલ્યાણ દક્ષિણ ભારતીય સિનેમાનું એક મોટું નામ છે. આજે પવન કલ્યાણ 50 વર્ષના થઈ ગયા છે. 2 સપ્ટેમ્બર 1971 ના રોજ પવનનો જન્મ આંધ્ર પ્રદેશના બાપતલામાં થયો હતો. ફિલ્મી દુનિયાથી લઈને રાજકારણના ક્ષેત્ર સુધી પવન ખૂબ જ પ્રખ્યાત છે. સાથે જ તે પોતાની પર્સનલ લાઈફને પણ ખૂબ ચર્ચા મેળવી ચૂક્યા છે. ચાલો આજે તમને તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ.

આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે પવન કલ્યાણ દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ છે. બંને ભાઈઓએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ કમાવ્યું છે. પવન કલ્યાણના અસલી નામ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જણાવી દઈએ કે તેનું સાચું નામ કોનીડેલા કલ્યાણ બાબુ છે. પરંતુ દુનિયા તેને પવન કલ્યાણના નામથી ઓળખે છે. સાથે જ ફિલ્મી દુનિયામાં તે પવાર સ્ટાર ના નામથી પ્રખ્યાત છે.

જણાવી દઈએ કે પવને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1997 માં કરી હતી. તે લગભગ 24 વર્ષથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે. વર્ષ 1997 માં તેમની પહેલી ફિલ્મ ‘ગોકુલામલો સીતા’ રિલીઝ થઈ હતી. ત્યાર પછી આ શ્રેષ્ઠ અભિનેતાએ જીવનમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી. તે આજ સુધી ‘બદ્રી’, ‘જોની’, ‘અન્નાવરમ’, ‘પુલી’ અને ‘ગબ્બર સિંહ’ જેવી શ્રેષ્ઠ ફિલ્મો આપી ચૂક્યા છે.

પવન કલ્યાણની દક્ષિણ ભારતીય ફિલ્મોના દર્શકો વચ્ચે તો મોટી ફેન ફોલોઈંગ છે, જ્યારે હિન્દી દર્શકો વચ્ચે પણ ઘણો પ્રેમ અને સમ્માન મળે છે. કહેવા માટે તો તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિનેતા છે, જોકે દેશ અને દુનિયામાં પણ તેમને ઓળખવામાં આવે છે. તેની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુવે છે.

પવન કલ્યાણની ફિલ્મી કારકિર્દી ખૂબ જ સુંદર રહી અને તે પોતાની એક્ટિંગથી ખૂબ ચર્ચામાં રહ્યા. જો કે તેમની પર્સનલ લાઈફ પણ ખૂબ જ ઉથલ-પાથલ ભરેલી રહી છે. તેમણે કુલ ત્રણ લગ્ન કર્યા છે. પવન કલ્યાણ મલ્ટી ટેલેંટેડ છે. એક અભિનેતા અને રાજકારણી હોવાની સાથે તે ડાયરેક્ટર, સિંગર અને સ્ક્રીન રાઈટર પણ છે.

16 વર્ષની અંદર પવને ત્રણ લગ્ન કર્યા હતા. તેમના ત્રીજા લગ્ન વર્ષ 2013 માં વિદેશી મહિલા અન્ના લેઝેનેવા સાથે થયા હતા. કહેવામાં આવે છે કે વર્ષ 2011 માં બંને પહેલી વખત મળ્યા અને પછી બંનેના દિલ એકબીજા પર આવી ગયા. બંનેએ સાત ફેરા લીધા અને હવે કપલને એક પુત્રી છે જેનું નામ માર્ક શંકર પવનોવિચ છે.

વિદેશી બાલા સાથે લગ્ન કરતા પહેલા પવને બીજા લગ્ન વર્ષ 2009 માં રેણુ દેસાઈ સાથે કર્યા હતા. જોકે પવન કલ્યાણનો રેણુ સાથે સંબંધ વધુ સફળ અને મજબૂત બની શક્યો નહીં. ત્રણ વર્ષની અંદર બંને અલગ થઈ ગયા હતા. બંનેએ વર્ષ 2012 માં છૂટાછેડા સાથે પોતાનો સંબંધ સમાપ્ત કર્યો હતો.

પવને જે વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, તે જ વર્ષે 1997 માં તેમના પહેલા લગ્ન નંદિની સાથે થયા હતા. જો કે ટૂંક સમયમાં બંને વચ્ચે અણબન થવા લાગી અને વર્ષ 2008 સુધીમાં, બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

રાજકારણમાં પણ ચમક્યા પવન કલ્યાણ: પવન કલ્યાણ તે ફિલ્મી કલાકારોમાં શમેલ છે જેમની ફિલ્મી કારકિર્દી સફળ રહેવાની સાથે સાથે રાજકીય કારકિર્દી પણ સફળ રહી છે. પોતાના મોટા ભાઈની જેમ તેમણે પણ રાજનીતિની દુનિયામાં પ્રવેશ કર્યો. વર્ષ 2008 માં તેમણે પાર્ટી પ્રજા રાજયમ પકડી હતી, જોકે ત્યાર પછી તેમણે પોતાની પાર્ટી બનાવી અને તેનું નામ ‘જનસેના’ રાખ્યું.

આગળ જઈને પવને ભારતીય જનતા પાર્ટીને પણ પોતાનો સાથ આપ્યો અને પીએમ મોદી માટે તેમણે તેલુગુ દેશમ પાર્ટી સાથે મળીને ખૂબ પ્રચાર કર્યો. જો કે ભાજપા સાથે ટૂક સમયમાં તેમના સંબંધ ફિક્કા પડી ગયા. તેની પાછળ નું કારણ આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્ય નો દરરજો આપવાની બાબત રહી.