સવારે આંખ ખોલતાની સાથે જ કરો આ 6 કામ, જીવનમાં ક્યારેય નહિં આવે પૈસાની અછત, સુખ પણ જીવનભર રહેશે

ધાર્મિક

કહેવાય છે કે જીવનમાં ત્રણ ચીજો સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા હોવી જોઈએ. જો કે ઘણી વખત લાખ પ્રયત્નો કરવા છતાં પણ આપણે તે મેળવી શકતા નથી. આ સ્થિતિમાં આપણે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલા ઉપાયો કરી શકીએ છીએ. આ મુજબ સવારે ઉઠતાની સાથે જ કેટલાક ખાસ કામ કરો તો દિવસ સારો જાય છે. ઉદાહરણ તરીકે, સવારે સૂર્યોદય પહેલા પથારી છોડી દેવી શુભ માનવામાં આવે છે. તે જ રીતે સવારે આ 6 કાર્યો કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

1. હથેળીઓના દર્શન: સવારે ઉઠતાની સાથે જ આપણે સૌથી પહેલા પોતાની હથેળીઓના દર્શન કરવા જોઈએ. માનવામાં આવે છે કે હથેળીઓમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો વાસ હોય છે. તેથી સવારે તેમના દર્શન કરવાથી દિવસભર ભગવાનની કૃપા બની રહે છે. આપણી સાથે બધું સારું થાય છે. દિવસ સકારાત્મક પસાર થાય છે. નસીબ તમારો સાથ આપે છે. દુષ્ટ શક્તિઓ દૂર રહે છે.

2. ધરતી માતાને પ્રણામ: શાસ્ત્રોમાં ધરતીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી તેના પર પગ મૂકવો દોષપૂર્ણ હોય છે. આવી સ્થિતિમાં સવારે ઉઠતાની સાથે જ ધરતી માતાને નમન કરવું જોઈએ. તેના પર પગ મૂકતા પહેલા, હાથ જોડીને માફી માંગવી જોઈએ. ત્યાર પછી જ ધરતી પર પોતાના પગ મુકવા જોઈએ. તેનાથી તમારા પર ધરતી માતાની કૃપા બની રહેશે. બધું સારું થશે.

3. સૂર્યદેવને જળ ચળાવો: સવારે ઉઠ્યા પછી સ્નાન કરો. ત્યાર પછી તાંબાના કળશમાં પાણી ભરીને તેને સૂર્યદેવને અર્પણ કરો. આમ કરવું શુભ છે. તેનાથી તમારા દરેક કામ સમયસર થઈ જાય છે. જીવનમાં કોઈ અવરોધ નથી આવતો. કામમાં ઝડપથી સફળતા મળે છે. ભાગ્ય તમારો સાથ આપે છે. દુ:ખ દૂર થાય છે. સુખમાં વધારો થાય છે.

4. પૂજા ઘરની સફાઈ: સવારે ઉઠીને સ્નાન કર્યા પછી, બધા પૂજા કરે છે. પરંતુ પૂજા કરતા પહેલા એ સુનિશ્ચિત કરો કે તમારું મંદિર સ્વચ્છ અને વ્યવસ્થિત હોય. આમ ન હોવા પર નકારાત્મક ઉર્જા ફેલાય છે. સાથે પૂજા ઘરની સફાઈ અને ભગવાનની મૂર્તિ અને પૂજા સામગ્રી વ્યવસ્થિત હોવાથી સકારાત્મક ઉર્જા રહે છે. ભગવાન પૂજાનું યોગ્ય ફળ આપે છે.

5. ઘરમાં પહેલી રોટલી ગાય માતાની બનાવો: સવારનું ભોજન બનાવતી વખતે સૌથી પહેલી રોટલી ગાય માતાની બનાવો. તેમને આ રોટલી પણ તાજી ખવડાવો. વાસી થવાની રાહ ન જુવો. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. તેમની સેવા કરવાથી જીવનના દુ:ખ અને સમસ્યાઓ દૂર થાય છે. કાર્યમાં ઝડપથી સફળતા મળે છે. કોઈ આર્થિક તંગી નથી રહેતી. બરકત રહે છે.

6. બહાર જતા પહેલા દહીં અને સાકર ખાઓ: સવારે જ્યારે પણ તમે કોઈ કામ માટે ઘરની બહાર જાઓ ત્યારે દહીં અને સાકરથી મોં મીઠુ કરીને જ જાઓ. આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તેનાથી તમારું કામમાં મન લાગશે. તમે તમારા સો ટકા આપશો. કામકાજમાં સફળતા મળવાની તકો વધી જશે.