કોરોના વેક્સીન લગાવ્યા પછી શરીરમાં જોવા મળે આ લક્ષણો, તો સમજો કે યોગ્ય રીતે કામ કરી રહી છે વેક્સીન

હેલ્થ

ભારતમાં 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણની શરૂઆત થઈ છે. સરકારનું લક્ષ્ય છે કે 15 ઓગસ્ટ સુધીમાં આખા દેશનું વેક્સીનેશન થઈ જાય. ખરેખર કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનેશન ખૂબ જ જરૂરી જણાવવામાં આવી રહ્યું છે. જો કે કોરોનાની લડાઈમાં વેક્સીન કેટલી અસરકારક સાબિત થશે. આ સવાલ ઘણા લોકોના મનમાં આવી રહ્યો છે.

કોરોના વેક્સીનને લઈને નિષ્ણાતો કહે છે કે તેને લગાવવાથી ચેપનો ફેલાવો અટકાવી શકાય છે. જે લોકો વેક્સીન લગાવે છે, તેમને જો કોરોના પણ થઈ જાય તો તેઓ સરળતાથી ઠીક થઈ જશે. આવા લોકોને હોસ્પીટલમાં જવાની જરૂર રહેશે અને ઘરે સરળતાથી રિકવર થઈ જશે.

જો વેક્સીન લગાવ્યા પછી તાવ, માથાનો દુખાવો, સોજો આવે છે. તો તેનાથી ડરશો નહીં. કારણ કે આ લક્ષણો દર્શાવે છે કે કોરોના વેક્સિન શરીરમાં કામ કરી રહી છે. તાવ અથવા થાક લાગે તો આરામ કરો. તેનાથી ટૂંક સમયમાં જ તાવ અને થાક દૂર થાય છે. સીડીસી અનુસાર વેક્સિન લગાવ્યા પછી આરામ કરવો ખૂબ જ જરૂરી છે.

કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ લીધા પછી આડઅસર શા માટે થાય છે? તેના પર ઘણા બધા અભ્યાસ થયા છે. જે મુજબ વેક્સીનનો ડોઝ લીધા પછી દરેકને રિએક્શનનો સામનો કરવો પડી રહ્યો છે. થાક, માંસપેશીઓમાં દુઃખાવો, ગળામાં દુખાવો, તાવ જેવી સમસ્યાઓ વેક્સીન લીધા પછી થઈ રહી છે. પરંતુ આ બધા સામાન્ય રિએક્શન છે અને આ રિએક્શન જણાવે છે કે વેક્સીને ઈમ્યૂન રિસ્પોન્સ શરૂ કર્યો છે.

પહેલા ડોઝ પછી હળવી આડઅસર થઈ રહી છે. જ્યારે બીજા ડોઝ પછી બીમાર હોય તેવું લાગે છે. ખરેખર પહેલો ડોઝ લેવાથી શરીરને વાયરસ પર તૈયાર કરવામાં આવે છે. બીજો ડોઝ લેવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને શરીર વાયરસ સામે તૈયાર થાય છે. એટલે કે બીજા ડોઝમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈને કામ કરે છે.

લગાવવામાં આવી રહી છે આ બે વેક્સીન: હાલમાં દેશમાં બે વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે કોવેક્સિન અને કોવીશિલ્ડ વેક્સીન છે. આ બંને રસી ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. આ સિવાય બીજી રસી પણ છે જેનો ટૂંક સમયમાં ઉપયોગ થવાનો છે. સરકારી આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 16.24 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે. છેલ્લી 24 કલાકમાં 18 થી 44 વર્ષના માત્ર 2.30 લાખ લોકોને જ વેક્સીન લગાવવામાં આવી છે.