અડધી ફિલ્મ બતાવીને આ કારણે અમેરિકા ના સિનેમાઘરોમાં રોકવામાં આવી ‘RRR’, ફૂટ્યો દર્શકોનો ગુસ્સો

બોલિવુડ

દક્ષિણ ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ ફરી એકવાર કમાલ કર્યો છે. બાહુબલીની સફળતા પછી તેમણે ‘RRR’ ફિલ્મ ને સિનેમાઘરોમાં દર્શકોની સામે લાવી છે. આ ફિલ્મ એ આવતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ફિલ્મનો જાદુ દર્શકોની વચ્ચે ખૂબ ચાલી રહ્યો છે.

માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. રાજામૌલીની નવી ફિલ્મ હોવાના કારણે દર્શકો આ ફિલ્મને જોવા માટે સિનેમાઘરોમાં ઉમટી પડ્યા છે. અમેરિકામાં પણ ફિલ્મે ધૂમ મચાવી દીધી છે. જો કે ત્યાં એક સિનેમાઘરમાં તે સમયે હોબાળો મચી ગયો હતો. જ્યારે ફિલ્મનો ફર્સ્ટ હાફ બતાવ્યા પછી ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી.

દમદાર એક્ટિંગની થઈ રહી છે પ્રસંશા: RRR ફિલ્મ દેશભરમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં દમદાર એક્ટિંગની ખૂબ પ્રસંશા થઈ રહી છે. જુનિયર એનટીઆર હોય કે રામ ચરણ, દરેકની એક્ટિંગની ખૂબ પ્રસંશા થઈ રહી છે. સાથે જ આલિયા ભટ્ટ અને અજય દેવગણની ભૂમિકા ભલે નાની હોય, છતાં પણ તેમણે અદ્ભુત એક્ટિંગ કરી છે. જેના કારણે ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.

આ ફિલ્મમાં એક આદિવાસી છોકરીને અંગ્રેજોની ચુંગાલમાંથી છોડાવવાની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ વચ્ચે પહેલા મિત્રતા, પછી તકરારના સીન પણ બેજોડ છે. RRR એ બોક્સ ઓફિસ પર તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. કલેક્શનની બાબતમાં ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે.

જાણો અમેરિકામાં શા માટે રોકવામાં આવી ફિલ્મ: આ ફિલ્મ એ અમેરિકામાં પણ સફળતાના ઝંડા લગાવ્યા છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મનો ત્યાં પણ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે અમેરિકાથી ચોંકાવનારા સમાચાર મળ્યા છે. અહીં એક સિનેમાઘરમાં ફિલ્મનો માત્ર અડધો જ ભાગ બતાવવામાં આવ્યો. ત્યાર પછી ફિલ્મ બતાવવાનું બંધ કરી દેવામાં આવ્યું.

સિનેમાઘર માલિકની આ મનમાનીથી દર્શકો ખૂબ ગુસ્સે થયા હતા. જોકે મેનેજરને ફિલ્મની લંબાઈને લઈને આશંકા થઈ રહી હતી. મેનેજરે કહ્યું કે તેમને ખબર ન હતી કે ફિલ્મ હજુ બાકી છે. એટલા માટે તેણે તેને વચ્ચે જ અટકાવી દીધી. પછી વિરોધ થયા પછી ફિલ્મનો બીજો ભાગ બતાવવામાં આવ્યો.

500 કરોડનો ખર્ચ: રાજામૌલીએ આ ફિલ્મ માટે 500 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. બે વર્ષની મહેનત પછી આ ફિલ્મ સ્ક્રીન પર આવી છે. ફિલ્મ પહેલાથી જ રીલિઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેની રિલીઝ ડેટ સતત આગળ વધી રહી હતી. સાથે જ જેટલી આ ફિલ્મ ટળી રહી હતી તેટલી જ દર્શકોમાં આતુરતા પણ વધી રહી હતી. RRR ફિલ્મની વાત કરીએ તો તેની કમાણી પહેલા જ દિવસે 200 કરોડને પાર થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનીએ તો ફિલ્મ એ આશા કરતાં લગભગ 25 ટકા વધુ કમાણી કરી લીધી છે.