‘જંજીર’ ફિલ્મ પછી સુપરસ્ટાર રામ ચરણ એ નથી કર્યું બોલીવુડ માં કામ, કારણ જાણીને થશે ગર્વ

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ ટૂંક સમયમાં જ એસએસ રાજામૌલીની આગામી ફિલ્મ ‘RRR’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અભિનેતા લાંબા સમયથી પોતાની આ બહુપ્રતિક્ષિત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

જણાવી દઈએ કે રામ ચરણ તેલુગુ સિનેમામાં એક મોટું નામ છે. તે દક્ષિણ ભારતીય સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીના પુત્ર છે. રામ ચરણે તેલુગુ ફિલ્મોની સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતા વર્ષ 2013 માં બોલિવૂડમાં પ્રવેશ કરી ચુક્યા છે પરંતુ ત્યાર પછી તે ક્યારેય હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા નથી.

તેલુગુ સિનેમામાં રામ ચરણ વર્ષ 2007 થી એક્ટિવ છે. સાથે જ વર્ષ 2013 માં, અભિનેતાએ હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘ઝંજીર’ હતી. આ ફિલ્મ 1973માં આવેલી અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘જંજીર’ની રિમેક હતી.

ફિલ્મ ઝંજીરમાં અમિતાભ બચ્ચને એક દમદાર પોલીસ ઓફિસરની ભૂમિકા નિભાવી હતી, તો સાથે જ રામ પણ પોલીસની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેની વિરુદ્ધ મુખ્ય ભૂમિકા અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નિભાવી હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી શકી ન હતી અને સુપરફ્લોપ રહી હતી.

ફિલ્મ ‘જંજીર’ રામની પહેલી અને છેલ્લી બોલિવૂડ ફિલ્મ છે. ત્યાર પછી તે હિન્દી સિનેમામાં ક્યારેય જોવા મળ્યા નથી, જો કે તેનું કારણ શું રહ્યું. આ વાતનો ખુલાસો તાજેતરમાં રામ ચરણે પોતે કર્યો છે. ખરેખર રામને તાજેતરમાં પૂછવામાં આવ્યું હતું કે ઝંજીર પછી તેમણે ક્યારેય કોઈ અન્ય બોલિવૂડની ફિલ્મમાં કામ શા માટે નથી કર્યું?

જવાબ આપતા રામે કહ્યું, “આ બધું માત્ર સહજવૃત્તિની બાબત છે. એવું બિલકુલ પણ નથી કે હું કરવા ઈચ્છતો નથી. હિન્દીની ઘણી ફિલ્મો હું જોવ છું અને ખૂબ જ પસંદ કરું છું. આપણે હંમેશા તૈયાર રહીએ છીએ ભારતીય હિંદી ફિલ્મોમાં કામ કરવા માટે.”

અમે મર્યાદિત રહેવાનું બંધ કરી દીધું: રામે પોતાના નિવેદનમાં ‘RRR’નો ઉલ્લેખ કરતા મોટી વાત કહી. તેમણે જણાવ્યું કે ‘RRR’ની વાત આવે છે, તો તમને જણાવી દવ કે તે જેટલી તમિલ ફિલ્મ હશે તેટલી જ હિન્દી ફિલ્મ પણ હશે. આ ફિલ્મ આખા દેશની છે. અમે મર્યાદિત રહેવાનું બંધ કરી દીધું છે અને સમગ્ર દેશ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે.

જણાવી દઈએ કે ‘RRR’માં રામ ઉપરાંત અજય દેવગન, આલિયા ભટ્ટ અને જુનિયર NTR પણ મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ વધતા કોરોનાને કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી.