કેટરીના સાથે લગ્ન પછી 6 સાળીઓના જીજુ બની રહ્યા છે વિક્કી કૌશલ, જાણો કોણ શું કરે છે

બોલિવુડ

છેવટે એ સુંદર ક્ષણ આવી જ ગઈ, જ્યારે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી કેટરીના કૈફ મિસ થી મિસિસ બનવા જઈ રહી છે. હા આજના દિવસોમાં કેટરિના ઇન્ડસ્ટ્રીની ટોપ મોસ્ટ અભિનેત્રીમાં શામેલ છે અને તે હવે વિકી કૌશલની દુલ્હન બની રહી છે. લવ બર્ડ્સ વિકી કૌશલ અને કેટરિના કૈફ સવાઈ માધોપુરના સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડામાં આજે 9 ડિસેમ્બર ના રોજ રોયલ સ્ટાઈલમાં લગ્ન કરીને હંમેશા માટે પોતાને એકબીજાને સોંપી દેશે.

કેટરિના અને વિકીએ પોતાના સંબંધ ભલે ગુપ્ત રાખ્યા, પરંતુ આજે બંનેના લગ્નના દરેક સાક્ષી બનવાના છે. ચાલો આ પ્રસંગ પર અમે તમને કેટરીના કેફના પરિવાર અને તેમની બહેનો વિશે જણાવીએ. નોંધપાત્ર છે કે કેટરીનાની માતા અને બહેનો પણ વેડિંગ વેન્યૂ પર પહોંચી ચુકી છે. વિકી કૌશલની 6 સાળીઓ છે અને એક સાળો છે.

કેટરીનાની માતા બ્રિટિશ અને પિતા છે કશ્મીરી: માહિતી માટે જણાવી દઈએ કે કેટરીનાની માતાનું નામ સુસાન ટરકોટ છે અને તે વ્યવસાયે એક સામાજિક કાર્યકર અને વકીલ છે. આટલું જ નહીં તમે જાણતા હશો કે સુઝૈન બ્રિટિશ નાગરિક છે, પરંતુ તેમણે લગ્ન કશ્મીરી મોહમ્મદ કૈફ સાથે કર્યા અને લગ્નના થોડા વર્ષો પછી બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. સાથે જ જ્યારે કેટરીનાના માતા-પિતા અલગ થયા ત્યારે તે ખૂબ જ નાની હતી.

એક સમયે પરિવારની આર્થિક સ્થિતિ યોગ્ય ન હતી: જણાવી દઈએ કે કેટરીનાની માતા સુઝૈને છૂટાછેડા પછી પોતાના 8 બાળકોનો ઉછેર એકલા હાથે કર્યો છે. આર્થિક તંગીના કારણે કેટરીનાની માતાએ દરેક બાળકોને થોડા વર્ષો સુધી પોતાના ઘર પર જ ભણાવ્યા હતા. સાથે જ એક ઇન્ટરવ્યુમાં કેટરીનાએ જણાવ્યું હતું કે, “હું પોતે આશ્ચર્યચકિત હતી કે માતાએ એકલા હાથે કેવી રીતે 8 બાળકોને ઉછેર્યા.” આ ઉપરાંત એક ઈન્ટરવ્યુમાં કેટરીનાએ કહ્યું હતું કે જ્યારે પણ તેના બાળકો થશે ત્યારે હું તેને આવી પરિસ્થિતિમાંથી પસાર થવા નહીં દઉં.

કેટરીનાની 6 બહેનો અને એક ભાઈ: જણાવી દઈએ કે કેટરીનાની 3 મોટી બહેનો છે, જેમના નામ સ્ટેફની, ક્રિસ્ટીન અને નતાશા છે. તેની 3 નાની બહેનોના નામ મેલિસા, સોનિયા અને ઇસાબેલ છે અને તેનો એક ભાઈ પણ છે જેનું નામ સબેસ્ટિયન ટરકોટ છે. તે એક પ્રોફેશનલ ફર્નિચર ડિઝાઇનર છે. સાથે જ કેટરિનાની બે બહેનો ક્રિસ્ટીન અને સ્ટેફનીના લગ્ન થઈ ગયા છે અને બંને હોમમેકર છે. આ ઉપરાંત ત્રીજી મોટી બહેન નતાશા વ્યવસાયે એક જ્વેલરી ડિઝાઇનર છે અને નાની બહેનોમાં મેલિસા મેથમેટિક્સ સ્કોલર છે, તો સોનિયા એક ડિઝાઇનર અને ફોટોગ્રાફર છે.

આ ઉપરાંત કેટરીના કૈફની સૌથી નાની બહેન ઈસાબેલ એક મોડલ છે અને મુંબઈમાં રહે છે. ઈસાબેલ પણ પોતાની કારકિર્દી એક્ટિંગમાં બનાવવા ઈચ્છે છે. ઈસાબેલ બોલિવૂડ મૂવીઝ ‘ડૉ.કેબી’, ‘ટાઈમ ટુ ડાન્સ’ અને ‘ક્વાથા’માં જોવા મળી ચુકી છે.

સાથે જ છેવટે વાત કેટરીનાની કારકિર્દીની કરીએ તો તેમણે મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાથે જ એક ફેશન શોમાં ફિલ્મ મેકર કૈઝાદ ગુસ્તાદની તેના પર નજર પડી અને અહીંથી તેની બોલીવુડ કારકિર્દીની શરૂઅત થઈ. ત્યાર પછી કૈઝાદે 2003માં અંગ્રેજી-હિન્દી ઈરોટિક ફિલ્મ ‘બૂમ’માં કેટરિનાને કાસ્ટ કરી અને આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ. પરંતુ છતાં ધીમે ધીમે તેની કારકિર્દી આગળ વધવા લાગી અને આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે કેટરિનાનું શું મહત્વ છે તમે બધા એ જાણો છો.