ક્રિકેટરો સાથે 7 ફેરા લેતાની સાથે જ સમાપ્ત થઈ ગઈ આ 5 અભિએત્રીઓની ફિલ્મી કારકિર્દી, દરેક છે ગજબની સુંદર

રમત-જગત

આપણા દેશમાં ક્રિકેટ અને ફિલ્મી દુનિયા વચ્ચેનો સંબંધ દાયકાઓ જૂનો છે. ક્રિકેટ અને સિનેમા બંનેને પસંદ કરનારા લોકોની સંખ્યા ઘણી વધુ છે. આજ સુધી દેશમાં ઘણી એવી જોડીઓ બની છે જે બોલીવુડ અને ક્રિકેટ સાથે સંબંધ ધરાવે છે. ઘણીવાર ક્રિકેટરોની પત્નીઓ અથવા તેમની ગર્લફ્રેન્ડ સ્ટેડિયમમાં તેમને ચિયર કરતા જોવા મળે છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ છે જેમણે ક્રિકેટરો સાથે લગ્ન કરી પોતાનું ઘર વસાવ્યું છે, જોકે ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જેમની ફિલ્મી કારકિર્દી લગ્ન પછી સમાપ્ત થઈ ગઈ. ક્રિકેટર સાથે લગ્ન કર્યા પછી તેણે ફિલ્મના પડદાથી અંતર બનાવી લીધું. ચાલો આજે તમને 5 આવી જ અભિનેત્રીઓ વિશે જણાવીએ છીએ.

સંગીતા બીજલાની: સૌથી પહેલા વાત કરીએ 80 અને 90ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં શામેલ રહી ચુકેલી સંગીતા બિજલાની ની. સંગીતાનું અફેર એક સમયે અભિનેતા સલમાન ખાન સાથે પણ રહ્યું હતું. પછી તે દિલ આપી બેઠી ભારતના ભૂતપૂર્વ પરણિત ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન ને. અઝહરુદ્દીને પણ સંગીતા સાથે લગ્ન કરવા માટે પણ તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. ત્યાર પછી સંગીતા અને મોહમ્મદે વર્ષ 1996 માં લગ્ન કર્યા. લગ્ન પછી સંગીતા બિજલાનીએ પોતાને બોલીવુડથી અંતર બનાવી લીધું હતું. જો કે આ સંબંધ 14 વર્ષ પછી વર્ષ 2010 માં સમાપ્ત થયો. સંગીતા અને મોહમ્મદે છૂટાછેડા લીધા હતા. આ કપલ બોલીવુડ અને ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચિત કપલ છે.

હેઝલ કીચ: હવે વાત કરીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી હેઝલ કીચ ની. અભિનેત્રી હેઝલ કીચે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2016 માં હેઝલ અને યુવરાજે સાત ફેરા લીધા હતા. આ વર્ષે છેલ્લી વખત, હેઝલ કીચ એક ક્રેઝી બારાતમાં એક આઇટમ નંબરમાં જોવા મળી હતી. ત્યાર પછી તે ફિલ્મી પડદા પર જોવા ન મળી.

સાગરિકા ઘાટગે: સાગરિકા ઘાટગે પહેલાના જમાનાના અભિનેતા વિજય ઘાટગેની પુત્રી છે. સાગરિકાએ ભારતના પૂર્વ સ્ટાર બોલર ઝહિર ખાન સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે સાગરિકા ઘાટગેએ બોલિવૂડની કારકીર્દિની શરૂઆત વર્ષ 2007 માં આવેલી અભિનેતા શાહરૂખ ખાનની ભારતીય મહિલા હોકી પર આધારિત ફિલ્મ ચક દે ઈન્ડિયાથી કરી હતી. વર્ષ 2017 માં ઝહીર ખાન અને સાગરિકાના કોર્ટ મેરેજ થયા હતા. લગ્ન પછી સાગરિકા ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગઈ. જણાવી દઈએ કે ઝહીર ખાને પોતે જ સાગરિકા અને તેના સંબંધનો ખુલાસો આઈપીએલ 2017 દરમિયાન કર્યો હતો. આ પછી બંનેની સગાઈ થઈ હતી.

નતાશા સ્ટેન્કોવિક: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને સર્બિયન મૉડલ અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની જોડી ઘણીવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. નતાશા અને હાર્દિકે 1 જાન્યુઆરી 2020 ના રોજ અચાનક સગાઈ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા, અને પછી વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે, હાર્દિક અને નતાશા હવે એક પુત્ર અગસ્ત્યના માતાપિતા છે. ગયા વર્ષે જુલાઈમાં નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિક સાથે લગ્ન કર્યા પછી નતાશાએ એક્ટિંગથી અંતર બનાવી લીધું હતું.

ગીતા બસરા: ગીતા બસરાએ ભારતીય ક્રિકેટના પૂર્વ મહાન બોલર હરભજન સિંહ સાથે લગ્ન કર્યાં. ગીતા અને હરભજનસિંઘના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. આ લગ્નમાં ભારતીય ક્રિકેટ જગતના સૌથી મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. હરભજન સાથે સાત ફેરા લીધા પછી ગીતા બસરા ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ. તે છેલ્લે વર્ષ 2016 માં આવેલી પંજાબી ફિલ્મ લિક માં જોવા મળી હતી. 37 વર્ષીય ગીતા બસરાએ ધ ટ્રેન, દિલ દીયા હૈ, સેકન્ડ હેન્ડ હસબન્ડ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે