જિમમાં 60 કિલો વજન ઉપાડીને દિશા પટાની ની હાલત થઈ ગઈ આવી, જુવો તસવીર

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી દિશા પટાણી આમ જ કરોડો લોકોની ફેવરિટ નથી બની ગઈ. તેના માટે તેણે સખત મહેનત કરી છે. દિશાની સુંદરતા અને ફિટ ફીગરની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. દિશા સુંદર દેખાવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો વહાવે છે. તે દેખાવમાં ભલે દુબળી-પાતળી લાગે છે, પરંતુ તે જીમમાં સારો એવો વજન ઉપાડીને એક્સરસાઈજ કરે છે.

દિશાએ ઉપાડ્યું 60 કિલો વજન: દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 4 કરોડ ફોલોવર્સ થયા છે. આવી સ્થિતિમાં તેણે આ ખાસ પ્રસંગે તેના જીમ વર્કઆઉટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જીમમાં 60 કિલો વજન ઉઠાવીને વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

ચાહકો થયા ઇમ્પ્રેસ: દિશાનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. ચાહકો કમેંટમાં દિશાની પ્રશંસા કરવાથી થાકતા નથી. ઘણા એવા ચહકો પણ છે જે દિશાથી પ્રેરિત થઈ રહ્યા છે. જ્યારે દિશા જેવી પાતળી છોકરી આટલું વજન ઉપાડી શકે છે, તો આપણે પણ એવું કરી શકીએ છીએ.

દિશાએ કહ્યું થેન્ક યૂ: આ વીડિયોને શેર કરતી વખતે દિશાએ કેપ્શનમાં લખ્યું છે- 4 કરોડ મને એવી રીતે મળ્યા જેમ 60 કિલો વજનવાળા 10 રેપ્સ. મારા પ્રિય ચાહકો, તમારા પ્રેમ અને સાથ બદલ તમારો આભાર. હું તમારા વિના કંઈ નથી.

પીળા ડ્રેસમાં લાગે છે સુંદર: જણાવી દઈએ કે આ પહેલા પણ દિશાની ઘણી પોસ્ટ વાઇરલ થઈ ચૂકી છે. થોડા દિવસો પહેલા તેની પીળા ડ્રેસની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આમાં દિશા ખૂબ જ હોટ લાગી રહી હતી.

કામની વાત કરીએ તો દિશા છેલ્લે ફિલ્મ ‘મલંગ’ માં જોવા મળી હતી. તેમની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ મુખ્ય ભૂમિકામાં હતા. દિશા ટૂંક સમયમાં સલમાન ખાનની સાથે ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ’માં જોવા મળશે. આ ફિલ્મ તેની કારકિર્દી માટે મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ ફિલ્મ પહેલા ઈદ પર આવવાની હતી પણ હવે તે દિવાળી સુધીમાં રિલીઝ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.