લક્ષ્મી પૂજા પછી જરૂર દાન કરો આ 5 ચીજો, ઘરની બરકત ક્યારેય નહિં થાય ઓછી

ધાર્મિક

લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. ઘણા ભક્તો તેમની ધનની સમસ્યાઓ હલ કરવા માટે લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં માતાની આરતી અને પૂજા ખૂબ જરૂરી હોય છે. તે તમે સાચા મનથી કરો. જો કે ખૂબ ઓછા લોકો આ વાત જાણે છે કે આ લક્ષ્મી પૂજા પછી જો તમે કેટલીક વિશેષ ચીજોનું દાન કરો છો તો તમને ઘણો ફાયદો થાય છે. આ દાન કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તેથી તમારે તેને લક્ષ્મી પૂજા સમાપ્ત થયા પછી જરૂર કર્વા જોઈએ. તો ચાલો જણીએ તે ચીજો વિશે.

પીળા કપડાં: ઘરમાં જે દિવસે તમે લક્ષ્મી પૂજા કરો તે દરમિયાન માતા સામે એક થાળીમાં પીળા કપડાં પણ રાખી દો. પૂજા પૂર્ણ થયા પછી આ કપડાં વૃદ્ધ મહિલાને દાન કરો. આ કરવાથી તમારું નસીબ ચમકે છે અને ઘરમાં કોઈ પણ ચીજનીનઈ અછત થતી નથી.

તાંબા અથવા પિત્તળની ચીજો: લક્ષ્મીની પૂજા કર્યા પછી તમારે કોઈ પણ મંદિરમાં પિત્તળ અથવા તાંબાની ચીજો જેવી કે ઘંટ, દીવો, આરતી થાળી વગેરેનું દાન કરવું જોઈએ. આ કરવાથી, તમારા ઘરે ક્યારેય દુર્ભાગ્ય આવશે નહીં. તમારી તિજોરીમાં રાખેલા પૈસામાં દિવસે ને દિવસે વધારો થશે.

પૈસા: લક્ષ્મીપૂજામાં અલગથી દાન કરવાના હેતુથી કેટલાક પૈસા પણ ચળાવો. પૂજા પૂર્ણ થયા પછી આ પૈસા કોઈ ગરીબ અથવા ભિખારી અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો. માતા લક્ષ્મી તમારા આ કામથી ખૂબ પ્રસન્ન થશે અને બદલામાં તમને તેનો દસ ગણો લાભ આપશે.

નાળિયેર: નાળિયેર (જેને આપણે શ્રીફળ પણ કહીએ છીએ)નું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં થઈ રહેલી માતા લક્ષ્મી પૂજામાં 3 નાળિયેર ચળાવો. પહેલા ઘરના લોકો તેને પ્રસાદ તરીકે સ્વીકારો. બીજું પાડોશી અથવા અન્ય લોકોમાં વહેંચો અને ત્રીજું નાળિયેર કોઇ મંદિરમાં ચળાવી દો. આ કરવાથી, ઘરમાં અન્નની અછત થતી નથી.

પ્રાણીને અન્ન દાન આપવું: લક્ષ્મીની પૂજા કર્યા પછી તે દિવસે કોઈપણ પ્રાણી જેમ કે ગાય, કૂતરા, બિલાડી વગેરેને દાન આપો. તેમને તમારી તરફથી ભરપેટ ખોરાક આપો. તમારી આ ઉદારતા જોઈને લક્ષ્મીજીનું દિલ ખુશ થશે અને તે તમારા પર પૈસાના લાભની ઉદારતા પણ બતાવશે.

તે જરૂરી નથી કે તમે એક જ દિવસે આ બધી ચીજોનું દાન કરો. તમે તેને અલગ અલગ દિવસે પણ કરી શકો છો. જોકે આ દાન કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ શુક્રવારે લક્ષ્મીની પૂજા કર્યા પછી તેનું મહત્વ અને ફાયદા વધી જાય છે. તમે આ દાન દિલથી કરો. ખોટા ઇરાદાથી અથવા ખાટા મનથી કરેલું દાન ક્યારેય સફળ થતું નથી.