પ્રેમમાં દગો મળતાની સાથે જ આ 7 અભિનેત્રીઓએ લીધો લગ્ન કરવાનો નિર્ણય, પછી કંઈક આવી રીતે બદલાઈ ગઈ દુનિયા

Uncategorized

બોલિવૂડની સાથે સાથે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ એકથી એક ચઢિયાતી એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની રિલેશનશિપને લઈને ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ તેના કરતા પણ વધુ ચર્ચા થઈ તેમના બ્રેકઅપની. પરંતુ આ અભિનેત્રીઓએ બ્રેકઅપ પછી પોતાને ખૂબ સારી રીતે સંભાળી અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન પછી આ અભિનેત્રીઓ તેમના જીવનસાથી સાથે મળીને આજે એક સુખી જીવન જીવી રહી છે. જોકે તે પોતાના ચાહકોને ઘણીવાર કપલ ગોલ્સ આપે છે. ચાલો જાણીએ આ લિસ્ટમાં કોણ કોણ શામેલ છે.

સના ખાન: ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ સના ખાનથી જ શરૂઆત કરીએ. તેમણે ઘણા લાંબા સમય સુધી કોરિયોગ્રાફર મેલવિન લુઇસને ડેટ કરી. પરંતુ આ રિલેશનશિપમાં મેલવિને તેને દગો આપ્યો હતો અને આ પછી સના સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. જોકે તેણીએ પોતાને સારી રીતે સંભાળી અને સૈયદ સાથે લગ્ન કરીને આજે સુખી જીવન જીવી રહી છે.

રુબીના દિલાઈક: રુબીના દિલાઈક અને અવિનાશ સચદેવાની લવ સ્ટોરીથી કોઈ કેવી રીતે અજાણ હોઈ શકે. બંનેની લવ સ્ટોરી સમાચારોમાં રહી હતી. જોકે અવિનાશે રુબીનાનું દિલ તોડ્યું હતું, આ પછી રુબીનાએ ખૂબ સારી રીતે મૂવ ઓન કર્યું અને તેમના જીવનમાં અભિનવ શુક્લાની એંટ્રી થઈ. બંનેએ વર્ષ 2018 માં લગ્ન કર્યા અને આજે સુખી જીવન જીવી રહ્યા છે.

કામ્યા પંજાબી: ટીવીની દુનિયાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ કામ્યા પંજાબી અને કરણ પટેલના રિલેશનશિપની પણ ચર્ચા થઈ હતી, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બ્રેકઅપ સાથે સંબંધ સમાપ્ત થયો. કામ્યા અને કરણની જોડી ચાહકોને પણ ખૂબ પસંદ હતી, તેથી કામ્યાના બ્રેકઅપના સમાચારથી બધા ચોંકી ગયા હતા. કામ્યા પણ તે દિવસોમાં તૂટી ગઈ હતી પરંતુ તેણે પોતાને સારી રીતે સંભાળી અને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતાં.

નેહા કક્કર: નેહા કક્કરે તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યાં છે. જણાવી દઇએ કે રોહનપ્રીત સાથે લગ્ન પહેલા નેહા કક્કર હિમાંશ કોહલી સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ બંનેનું ખરાબ રીતે બ્રેકઅપ થયું હતું. નેહાને આ રિલેશનશિપ તૂટવાનું ખૂબ જ દુઃખ થયું હતું અને એક વાર તેનું દુઃખ લાઈવ ટેલીવિઝન પર છલકી ગયું હતું.

ગૌહર ખાન: બિગ બોસના ઘરમાં કુશાલ ટંડન સાથે પ્રેમ સંબંધ બનાવી ચુકેલી ગૌહર ખાન પણ હવે લગ્ન કરી ચુકી છે. ગૌહર અને કુશાલના રિલેશનશિપની વાત કરીએ તો બિગ બોસ ઘરની બહાર નીકળ્યા પછી આ બંનેના રિલેશનશિપનો પણ અંત આવ્યો હતો. આ પછી ગૌહરની લાઈફમાં ઝૈદ દરબાર આવ્યો અને બંનેનો સંબંધ હવે લગ્નમાં બદલાઈ ગયો છે. ગૌહર અને ઝૈદે ડિસેમ્બર 2020 માં લગ્ન કર્યા હતા.

દિવ્યાંકા ત્રિપાઠી: દિવ્યાંકા અને શરદ ટેલિવિઝન ઈંડસ્ટ્રીની સૌથી જાણીતી કપલ હતી, પરંતુ શરદ મલ્હોત્રાએ દિવ્યાંકાને દગો આપ્યો અને આ વાતનો ખુલાસો ખુદ દિવ્યાંકાએ એક ચેટ શોમાં કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રેકઅપ પછી દિવ્યાંકાની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જોકે વર્ષ 2016 માં દિવ્યાંકાએ વિવેક સાથે લગ્ન કર્યાં હતાં અને હવે બંને એક સુખી જીવન જીવી રહ્યા છે.

અનિતા હસનંદાની: અનિતા હસનંદાની અને એજાઝ ખાનની મુલાકાત એકતા કપૂરની પ્રખ્યાત સીરિયલ કાવ્યંજલિ દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી, જે વર્ષો સુધી ચાલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનિતાએ એજાઝને દગો આપતા પકડી લીધો હતો. ત્યાર પછી તેણે મૂવ ઓન કર્યું અને વર્ષ 2013 માં બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા. આજે રોહિત અને અનિતા ખુબ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published.