ગણેશ પૂજા પછી આ 3 ભૂલ કરવી પડી શકે છે ભારે, કરવો પડશે મુશ્કેલીઓનો સામનો

ધાર્મિક

આપણે બધા ગણેશજીની પૂજા કરીએ છીએ. એવો નિયમ છે કે જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય કરો છો ત્યારે તમારે ચોક્કસ તે પહેલાં ગણેશની પૂજા કરવી જોઈએ. આ સાથે કોઈ પણ દેવતાની પૂજા કરતા પહેલા પણ ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવે છે. તેનું એક કારણ એ છે કે ગણેશજીને હતું કે જે કોઈ પણ શુભ કાર્ય પૂર્વે તેમની પૂજા કરે છે, તે એવું વરદાન મળ્યું હતું કે જે પણ વ્યક્તિ કોઈ માંગલિક કાર્ય પહેલા તેમની પૂજા કરશે તેનું તે કામ સારી રીતે કોઈપણ અવરોધ વગર સમાપ્ત થઈ જશે. ગણેશજીને આપણે ભાગ્ય વિધાતાના નામથી પણ ઓળખીએ છીએ. તે કોઈપણ વ્યક્તિના નસીબને ચમકાવી કરી શકે છે. આ જ કારણ છે કે ઘણા લોકો ગણેશની પૂજા કરવામાં રસ ધરાવે છે.

જો કે ખૂબ ઓછા લોકો જાણે છે કે જો તમે ગણેશ પૂજા પછી કેટલીક વિશેષ ભૂલો કરો છો, તો તમારી બધી પૂજા વ્યર્થ જાય છે. માત્ર આટલું જ નહિં તેનું નુકસાન તમારે અન્ય ઘણી રીતે પણ સહન કરવું પડી શકે છે. ઉદાહરણ તરીકે, પૈસાનું નુક્સાન થવું, દુર્ભાગ્ય, દુઃખોનું તમારા જીવનમાં વગેરે. તેથી જો તમે આ બધી મુશ્કેલીઓથી બચવા ઈચ્છો છો અને તમારી પૂજાનું યોગ્ય પરિણામ મેળવવા ઈચ્છો છો, તો ગણેશની પૂજા કર્યા પછી પણ નીચે જણાવેલ ભૂલો ન કરો.

પહેલી ભૂલ – આરતી ન આપવી: ગણેશ પૂજા દરમિયાન આપણે બધા ગણેશજીની આરતી કરીએ છીએ. આરતી સમાપ્ત થતાંની સાથે જ પહેલી આરતી ખુદ ભગવાન ગણેશને અર્પણ કરવી જોઈએ. ત્યાર પછી ત્યાં પૂજા સ્થળ અથવા ઘરમાં હાજર અન્ય ભગવાનને આરતી આપો. તમે તમારી જગ્યા પર ચારેય બાજુ ફરીને પણ આરતી બધી દિશામાં આપી શકો છો. ત્યાર પછી જ ભક્તોને આરતી આપવી જોઈએ. જો તમે આ નિયમનું પાલન કરતા નથી તો ગણેશ પૂજા વ્યર્થ જાય છે. આ સાથે તમારું નસીબ મજબૂત રહેતું નથી.

બીજી ભૂલ – પ્રસાદ ન ચળાવવો: જ્યારે પણ તમે ભગવાન ગણેશની પૂજા કરો છો, ત્યારે તેમને પ્રસાદ ચળાવો. જોકે ગણેશજીને મોદક ખૂબ પસંદ છે, પરંતુ તમે અન્ય ચીજોનો પણ પ્રસાદ ચળાવી શકો છો. કેટલાક લોકો માત્ર વિશેષ પ્રસંગો પર કરેલી ગણેશ પૂજા પછી જ પ્રસદ ચળાવે છે. જો કે, તમારે દરરોજ સામાન્ય પૂજા પછી પણ પ્રસાદ ચળાવવો જોઈએ. તે જરૂરી નથી કે તમે ખૂબ જ મોંઘો પ્રસાદ ચળાવો. જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો થોડો પ્રસાદ પણ પૂરતો છે. ઉદાહરણ તરીકે તમે થોડી સાકર પણ ચળાવી શકો છો. તમારે માત્ર પ્રસાદ ચળાવવો જરૂરી છે. તે એક રીતે ઘરની બરકત વધારવા માટે પણ શુભ્બ માનવામાં આવે છે. જો તમે આવું નથી કરતા તો ઘરમાં ઘરમાં પૈસાની અછત થવા લાગે છે.

ત્રીજી ભૂલ – માથું ન ટેકવું: ગણેશજીની આરતી સમાપ્ત થતાની સાથે જ તેમની આગળ માથું જરૂર ટેકવું જોઈએ. આ કરવાથી તમે તેના આશીર્વાદ લઈ શકો છો. માથું ટેક્યા પછી તમે તમારા મનની ઈચ્છા ગણેશજીને જણાવી શકો છો. આ સાથે તમારી ભૂલની માંફી માંગવાનું ન ભૂલો.