ઋષિના નિધન પછી એકલી શા માટે રહે છે નીતુ કપૂર, જણાવ્યું શા માટે નથી રેહતી પુત્ર રણવીર સાથે

બોલિવુડ

જાણીતી અભિનેત્રી નીતુ કપૂર તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂનો ભાગ બની હતી. આ ઇન્ટરવ્યૂમાં તેણે ઋષિ કપૂરના મૃત્યુ પછી તેમના જીવન વિશે વાત કરી હતી. આ સાથે નીતુએ બીજા ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન નીતુએ એ પણ ખુલાસો કર્યો કે, શા માટે તે તેના બાળકોથી અલગ રહે છે.

જણાવી દઈએ કે નીતુ કપૂર બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે આજે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે અને ફિલ્મો કરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, તે ઇચ્છે છે કે તેના બાળકો તેમના જીવનમાં સેટલ રહે. તેમણે પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા વિશે વાત કરી.

નીતુ કપૂરે કહ્યું, ‘હું કહું છું કે મારા દિલમાં રહો. જ્યારે મહામારી દરમિયાન રિદ્ધિમા મારી સાથે એક વર્ષ રહી હતી, ત્યારે હું ખૂબ તણાવમાં હતી, કારણ કે હું પરત ન જઈ શકી. હું બેચેન થઈ જતી હતી, હું તેને કહેતી હતી કે તું જા, ભરત એકલા છે. હું ખરેખર તેને દૂર મોકલી રહી હતી, કારણ કે મને મારી પ્રાઈવસી પસંદ છે અને હું આવી જ જિંદગી જીવવા માટે ટેવાયેલી છું.’

નીતુ કપૂરે આ બાબત પર વિગતવાર વાત કરતા કહ્યું કે, રિદ્ધિમા જ્યારે લંડન અભ્યાસ માટે ગઈ હતી ત્યારે તે રડ્યા કરતી હતી. મને આજે પણ યાદ છે રિદ્ધિમા અભ્યાસ માટે લંડન જઈ રહી હતી ત્યારે મારા આંસૂ રોકાઈ રહ્યા ન હતા. જતા સમયે જો કોઈ તેને મળવા આવે ત્યારે હું રડ્યા કરતી હતી. જોકે હવે ઘણા વર્ષો પછી રણબીર ગયો તો હું ન રડી.

જ્યારે રણબીરના જવા પર નીતૂ કપૂર ન રડી તો રણબીરે પોતાની માઁને કહ્યું કે. ‘માઁ તમે મને પ્રેમ નથી કરતા. પરંતુ એવું ન હતું, ત્યાર સુધીમાં હું મારી લાઈફમાં બાળકો વગર રહેતા શીખી ગઈ હતી. તેથી જ્યારે બીજી વખત આ જ થયું ત્યારે હું તૈયાર હતી. મારું માનવું છે કે જ્યારે તે વિદેશમાં હતી ત્યરે હું એકલા રહેતા શીખી ગઈ હતી.’

નીતુનું માનવું છે કે, જ્યારે તે એકલી હોય છે ત્યારે તે જીવનને વધુ સારી રીતે જીવી શકે છે. તેના બાળકોને લઈને નીતુએ આગળ કહ્યું કે, મને સારું લાગે છે જ્યારે તે આવે છે પરંતુ હું એ જ ઈચ્છું છું કે તે પોતાના ઘરે પરત ચાલ્યા જાય. હું બાલકોને કહું છું કે રોજ મારા ટચમાં ન રહો, મને રોજ ન મળો. મને ઈંડિપેંડેંટ લાઈફ પસંદ છે.

નોંધપાત્ર વાત એ છે કે દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂરનું ગયા વર્ષે અવસાન થયું હતું. તેમણે 30 એપ્રિલ 2020 ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તે કેન્સર જેવા ગંભીર રોગ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને અંતે તે કેન્સરની લડતથી હારી ગયા. તેમનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. આ સાથે નીતુ અને ઋષિ વચ્ચેના 40 વર્ષના સંબંધોનો અંત આવી ગયો.