શનિની સાઢે સાતીથી 7 વર્ષ પછી આઝાદ થઈ જશે આ રાશિ, જીવનમાં આવશે ખુશીઓ, મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

શનિની સાઢે સાતીથી દરેક ડરે છે. શનિ કોઈપણ રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ત્યાર પછી તે રાશિ પરિવર્ત્ન કરે છે. અત્યારે શનિ મકર રાશિમાં બિરાજમાન છે. ટૂંક સમયમાં તે કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ આ બંને રાશિઓના સ્વામી ગ્રહ છે. શનિ જેવા કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો કેટલીક રાશિઓ માટે ખરાબ દિવસોની શરૂઆત થઈ જશે તો કેટલીક રાશિઓને જીવનની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળી જશે. તેમાં એક રાશિ એવી પણ છે, જેના જીવનમાં સૌથી વધુ ખુશીઓ આવશે.

24 જાન્યુઆરી 2020 થી શનિ ગ્રહ મકર રાશિમાં બિરાજમાન છે. 29મી એપ્રિલ 2022થી તે કુંભ રાશિમાં જવાનું શરૂ કરશે. અહીં તેઓ લગભગ અઢી વર્ષ એટલે કે 29 માર્ચ 2025 સુધી બિરાજમાન રહેશે. ત્યાર પછી તે મીન રાશિમાં ગોચર કરશે. આ ઉપરાંત 5 જૂને શનિ વક્રી થવાના છે. પછી 12 જુલાઈના રોજ વક્રી સ્થિતિમાં પોતાની પાછળની રાશિ મકરમાં પરત ફરશે.

ધન રાશિને મળશે શનિની સાઢે સાતીથી છુટકારો: ધન રાશિ તે ભાગ્યશાળી રાશિ છે જેને 29 એપ્રિલ, 2022 ના રોજ શનિની સાઢેસાતીમાંથી છુટકારો મળી જશે. શનિ દૂર જતાની સાથે જ આ રાશિના સારા દિવસોની શરૂઆત થઈ જશે. પૈસાની આવક વધવા લાગશે. ચારેય તરફથી પૈસા આવશે. સુખદ મુસાફરી થઈ શકે છે. વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય શ્રેષ્ઠ રહેશે.

ધન રાશિના લોકોના લગ્નના યોગ પણ બની રહ્યા છે. જે લોકો હજુ સિંગલ છે, તેમનો સંબંધ ટૂંક સમયમાં નક્કી થઈ જશે. પ્રેમ પ્રસંગની બાબતોમાં પણ સફળતા મળશે. લગ્નનો સારો પ્રસ્તાવ મળશે. ઇચ્છિત જીવન સાથી મળવાના યોગ બની રહ્યા છે. બીજી તરફ જે લોકો પહેલાથી પરિણીત છે, તેમના લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. પ્રિયજનો સાથે પ્રેમ વધશે.

શરૂ થશે સારા દિવસો: શનિથી છુટકારો મળતા જ તમારા બધા અટકેલા કામ સમયસર પૂર્ણ થઈ જશે. તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે. અચાનક ધન લાભ મળવાના પણ યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ધાર્મિક કાર્યક્રમોમાં રસ વધશે.

ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય સારો રહેશે. ધંધામાં ઘણો ફાયદો થશે. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે. સાથે જ પૈસાની કોઈ કમી નહીં રહે. નસીબ દરેક વળાંક પર તમારો સાથ આપશે. દુઃખ અને ખરાબ શક્તિઓ તમારાથી દૂર રહેશે.