લગ્નના બંધનમાં બંધાઈ ‘તિતલિયાં વરગા’ ફેમ સિંગર અફસાના ખાન, જુવો તેમના લગ્નની સુંદર તસવીરો

બોલિવુડ

પંજાબી ગીત દ્વારા ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવનાર પ્રખ્યાત પંજાબી સિંગર અફસાના ખાન લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સાજ સાથે લગ્ન કર્યા છે. 19 ફેબ્રુઆરીએ બંનેએ ખૂબ જ ધૂમધામથી લગ્ન કર્યા હતા, જેમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. સાથે જ પરિવારની હાજરીમાં તેમણે સંપૂર્ણ રીત રિવાજ સાથે લગ્ન કર્યા.

અફસાનાએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો શેર કરતાં અફસાનાએ કેપ્શનમાં લખ્યું કે, “અમારી ખુશી હવે શરૂ થાય છે.” વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અફસાનાનો વેડિંગ લૂક ખૂબ જ સુંદર છે. તેમણે પોતાના લગ્નમાં લાલ રંગનો નહીં પરંતુ કેસરી રંગનો લહેંગા પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ કપલ રોયલ સ્ટાઈલમાં જોવા મળી હતી. સાથે જ દુલ્હન એ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ગોલ્ડન હેવી ચોકર સ્ટાઈલનો નેકલેસ પહેર્યો હતો. સાથે જ તેણે હેવી માંગ ટીકા લગાવ્યો હતો.

આ ઉપરાંત ઝુમકા અને નથ સાથે તેણે પોતાને સુંદર રીતે સજાવી હતી. અફસાનાએ હાથમાં લાલ બંગડી પણ પહેરી છે. લગ્નની તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે અફસાના પોતાના જીવનસાથીને મેળવીને ખૂબ જ ખુશ છે અને તેમણે પોતાની અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા છે.

સાથે જ વાત કરીએ દૂલ્હા વિશે તો તેણે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હેવી એમ્બ્રોઈડરીવાળી શેરવાની પહેરી હતી. આ સાથે તેણે લાલ કલરની પાઘડી પહેરી હતી. આ ઉપરાંત તેમણે પોતાનો બીજો લુક કમ્પ્લીટ કરવા માટે ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. આ સાથે તેમણે મરૂન કલરની શૉલ કેરી કરી હતી અને પાઘડી બાંધી હતી.

અફસાનાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના હનીમૂન વિશે વાત કરતાં કહ્યું હતું કે, “અમારી પાસે હનીમૂન માટે સમય નથી. મારી ટુર બુક થઈ ચુકી છે અને હું ખૂબ જ વ્યસ્ત છું. લગ્નના 10 દિવસ પછી જ મારા દિલ્હી અને દુબઈમાં શોઝ છે. તેથી બધું એકસાથે થઈ જશે- શો અને હનીમૂન બંને.”

જણાવી દઈએ કે, આ કપલના લગ્નમાં અભિનેત્રી રાખી સાવંત, અક્ષરા સિંહ, ડોનલ બિષ્ટ, રશ્મિ દેસાઈ, રિયાઝ જેવા ઘણા ટીવી સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. આ કપલના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. અફસાના ખાન ‘બિગ બોસ-15’માં પણ જોવા મળી હતી. આ દરમિયાન તે ખૂબ લાઇમલાઇટમાં રહી હતી. આ ઉપરાંત તેને સૌથી વધુ ઓળખ પંજાબી ગીત ‘યારા મેરા તિતલિયાં વર્ગા’ થી મળી હતી.