આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે અફસાના ખાન, હાથમાં લગાવી પિયાના નામની મહેંદી, જુવો તસવીરો

બોલિવુડ

પ્રખ્યાત પંજાબી સિંગર અને બિગ બોસ 15ની સ્પર્ધક અફસાના ખાન આજે એટલે કે 19 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હા, તેના લગ્ન તેના બોયફ્રેન્ડ સાજ સાથે થઈ રહ્યા છે અને સાજ પણ વ્યવસાયે એક સિંગર છે.

સાથે જ અત્યારે તેમની હલ્દી અને મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે. જેમાં અફસાનાના કેટલાક ખાસ મિત્રો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાલો મહેંદી સેરેમની સાથે જોડાયેલી તસવીરો જોઈએ અને જાણીએ લગ્ન સાથે જોડાયેલી કેટલીક બાબતો.

જણાવી દઈએ કે અફસાનાના હાથમાં પિયાના નમાની મહેંદી લાગી ચુકી છે અને સિંગર એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ગ્રેંડ પ્રી-વેડિંગ સેરેમનીની ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને બલાની સુંદર લાગી રહી છે અને આ દરમિયાન તે પોતાના મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.

મહેંદી સેરેમનીમાં અફસાના ખાને મહેંદી કલરનો ફ્લાવર પ્રિન્ટેડ સલવાર સૂટ પહેર્યું હતું. આ સાથે જ તેણે લાલ દુપટ્ટો પણ કેરી કર્યો હતો. સાથે જ પોતાના લુકને અફસાનાએ ગોલ્ડન ઇયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો અને આ ડ્રેસમાં અફસાના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ ઉપરાંત આ દરમિયાન તેના ભાવિ દૂલ્હા રાજાએ પણ મેચિંગ કુર્તા પાયજામા પહેર્યો હતો અને હવે અફસાના ના માથા પર ચુંબન કરતા સાજની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.

અફસાનાની મહેંદી સેરેમનીમાં બોલીવુડથી રાખી સાવંત, હિમાંશી ખુરાના અને ડોનલ બિષ્ટ પણ પહોંચ્યા હતા અને અફસાનાની મહેંદી સેરેમનીમાં રાખી સાવંતે ખૂબ ડાન્સ પણ કર્યો. આ દરમિયાન રાખી પીળા રંગના લહેંગા-ચોલીમાં જોવા મળી. સાથે જ ઉમર રિયાઝ પણ અફસાનાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યો હતો.

સાથે જ છેલ્લે જણાવી દઈએ કે ‘પતા નહીં જી કૌન સા નશા કરતા હૈ…’, આ બ્લોકબસ્ટર ગીતમાં પોતાના અવાજનો જાદૂ ફેલાવનાર પ્રખ્યાત પંજાબી સિંગર અફસાના ખાન છે અને તેના આ અવાજનો નશો આજે પણ લોકોના દિલ-મગજમાં છવાયેલો છે અને હવે તેના આજે લગ્ન થવા જઈ રહ્યા છે.