રણવીર પહેલા અડધા ડર્જન છોકરા સાથે રહી ચુક્યું છે દીપિકાનું અફેયર, જાણો કોના કોના નામ છે તેમાં શામેલ

બોલિવુડ

જ્યારે પણ આજના સમયની સૌથી ચર્ચિત અને સફળ બોલિવૂડ અભિનેત્રીઓની ચર્ચા થાય છે, ત્યારે તે લિસ્ટમાં દીપિકા પાદુકોણ પહેલા નંબર પર શામેલ હોય છે. છેલ્લા 14 વર્ષથી દીપિકા બોલિવૂડમાં કામ કરી રહી છે અને આ 14 વર્ષમાં તેણે એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. જોકે કીપિકા હવે બોલીવુડની હિટ અભિનેત્રીમાં ગણવામાં આવે છે અને તે બોલીવુડ પર રાજ કરી રહી છે.

વર્ષ 2007 માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી દીપિકાએ તેની કરિયરની શરૂઆત કરી હતી. દીપિકા પાદુકોણે પોતાની એક્ટિંગની સાથે સાથે સુંદરતાથી પણ ચાહકોને દિવાના બનાવ્યા છે. આ સાથે જ તે પોતાના અફેયર્સને લઈને પણ ખૂબ ચર્ચામાં રહી છે. ચાલો આજે તમને દીપિકાના અફેયર્સ વિશે જણાવીએ.

દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા: દીપિકા પાદુકોણનું નામ સૌથી પહેલા મૉડલિંગના દિવસોમાં મુંબઈના મૉડલ નિહાર પંડ્યા સાથે જોડાયું હતું. બંને એક બીજાને ડેટ કરતા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે બંને રિલેશનશિપને લઈને ગંભીર છે અને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. જો કે બંનેનું રિલેશન 3 વર્ષમાં સમાપ્ત થઈ ગયું હતું.

દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલ: નિહાર પંડ્યા સાથેના સંબંધો સમાપ્ત કર્યા પછી દીપિકા પાદુકોણ ઉપેન પટેલને પ્રેમ કરી બેઠી હતી. જોકે બંને ખૂબ જ ઓછા સમય માટે સાથે રહી શક્યા હતા. બંનેનું ખૂબ જલ્દીથી બ્રેકઅપ થઈ ગયું હતું અને તેનું કારણ ઉપેન પટેલને માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ ઉપેન દીપિકા સાથે લોન્ગ ટર્મ રિલેશનશિપ માટે તૈયાર ન હતા અને આવી સ્થિતિમાં આ સંબંધનો અંત આવી ગયો.

દીપિકા પાદુકોણ અને મહેન્દ્રસિંહ ધોની: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગઝ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નામ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે જોડાઇ ચુક્યું છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. અભિનેતા શાહરૂખ ખાને ધોની અને દીપિકાની મુલાકાત કરાવી હતી. બંને થોડા સમય માટે સાથે રહ્યા હતા, જોકે બંનેએ તેમના સંબંધોને કારણે ખૂબ સારી હેડલાઇન્સ બનાવી હતી. પરંતુ ટૂંક સમયમાં આ સંબંધ પણ સમાપ્ત થઈ ગયો.

દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહ: ધોનીથી અલગ થયા પછી દીપિકાએ અન્ય એક પૂર્વ ભારતીય ક્રિકેટરને ડેટ કરવાની શરૂઆત કરી. યુવરાજ સિંહ અને દીપિકા વચ્ચેના સંબંધો પણ એક સમયે ચર્ચામાં રહ્યા હતા. બંનેની સગાઈના સમાચાર પણ આવવા લાગ્યા હતા. જો કે આ જોડી પણ વધુ દિવસો સુધી ટકી શકી નહિં અને ટૂંક સમયમાં જ તેમના બ્રેકઅપના સમાચાર પણ આવી ગયા.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર: દીપિકાનું સૌથી પ્રખ્યાત અફેયર રણબીર કપૂર સાથે રહ્યું છે. રણબીર સાથે બ્રેકઅપ થયા પછી દીપિકા ખરાબ રીતે તૂટી ગઈ હતી અને તે ખૂબ રડી પણ હતી. દીપિકાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમના કહેવા મુજબ રણબીરને તેમણે કોઈ સાથે રંગે હાથ પકડ્યો હતો. બંનેએ ‘બચના એ હસીનો’ દરમિયાન એક બીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી, જોકે રણબીર કેટરીના સાથે પ્રેમમાં પડી ગયો અને દીપિકા સાથે તેણે સંબંધ સમાપ્ત કર્યો.

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યા: દીપિકા અને ‘બિયર કિંગ’ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાનો સંબંધ પણ ચર્ચામાં રહ્યો હતો. સિધ્ધાર્થે આઈપીએલ મેચ દરમિયાન દીપિકાને જાહેરમાં કિસ કરી હતી. આઈપીએલની મેચ, પાર્ટીઓ અને એવોર્ડ શોમાં પણ આ જોડી સાથે જોવા મળી હતી. એવું કહેવામાં આવે છે કે વર્ષ 2011 માં બંનેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. બે વર્ષના ડેટિંગ પછી આ સંબંધ સમાપ્ત થયો. જ્યારે દીપિકાએ બ્રેકઅપનું કારણ સિદ્ધાર્થ માલ્યાની છિછોરી હરકત માન્યું ત્યારે સિદ્ધાર્થએ દીપિકાને ‘ક્રેઝી ગર્લ’ પણ કહ્યું હતું. બ્રેકઅપ પછી બંને તરફથી એકબીજા પર આરોપ લગાવવામાં અવી રહ્યા હતા.