આદિત્ય નારાયણે બતાવી પોતાની નાની પુત્રીની એક ઝલક, જાણો શું રાખ્યું છે પોતાની નાની પરીનું નામ

બોલિવુડ

હિન્દી સિનેમાના પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણના પુત્ર અને સિંગર, હોસ્ટ આદિત્ય નારાયણ તાજેતરમાં એક પુત્રીના પિતા બન્યા છે. આદિત્ય નારાયણની પત્ની અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલે 24 ફેબ્રુઆરી 2022ના રોજ એક નાની પરીને જન્મ આપ્યો હતો, પરંતુ આ વાતની માહિતી આદિત્ય નારાયણે 4 માર્ચ વર્ષ 2022ના રોજ પોતાના ચાહકો સાથે શેર કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, “શ્વેતા અને હું આ શેર કરવા માટે ખૂબ જ આભારી છીએ કે ઉપરવાળા એ અમને 24.2.22 ના રોજ એક સુંદર પુત્રીના આશીર્વાદ આપ્યા છે.”

જણાવી દઈએ કે આ દરમિયાન, 10 માર્ચ 2022 ના રોજ આદિત્ય નારાયણે સોશિયલ મીડિયા પર પોતાની પુત્રીની પહેલી તસવીર શેર કરી, જેના પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ આદિત્ય નારાયણે પોતાની પુત્રીના નામનો પણ ખુલાસો કર્યો છે.

જો કે વાયરલ થઈ રહેલી આ તસવીરમાં આદિત્ય નારાયણની પુત્રીનો ચેહરો જોવા મળી રહ્યો નથી. આ નાની પરીને આદિત્ય નારાયણ એ પોતાની બાહોમાં પકડેલી છે. આ તસવીર શેર કરતાં આદિત્ય નારાયણે એક સુંદર નોટ પણ લખી અને કહ્યું કે, “આભારી, નસીબદાર, ધન્ય! આગામી થોડા અઠવાડિયા હું મારી એન્જલ સાથે પસાર કરવા જઈ રહ્યો છું. ટૂંક સમયમાં મળીશું ડિજિટલ દુનિયા.”

આ દરમિયાન જ્યારે એક ચાહકે આદિત્યને તેની પુત્રીનું નામ પૂછ્યું તો તેમણે પોતાની પુત્રીનું નામ ‘ત્વિષા નારાયણ ઝા’ જણાવ્યું હતું. આ સાથે, તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, “નોટ: હું એકલો એવો હતો કે છોકરીના નામ પર શોધ કરી રહ્યો હતો જ્યારે દરેક વ્યક્તિ છોકરાના નામ શોધવામાં વ્યસ્ત હતા.”

જણાવી દઈએ કે પુત્રીના આગમનથી આદિત્ય નારાયણના પરિવારમાં ખુશીનું વાતાવરણ છે, તો સાથે જ દાદા ઉદિત નારાયણ અને દાદી દીપા નારાયણ પણ ખૂબ જ ખુશ છે. આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ એ 1 ડિસેમ્બર 2020ના રોજ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

તેમણે મુંબઈના ઈસ્કોન મંદિરમાં સાત ફેરા લીધા જેમાં પસંદગીના મહેમાનો જ શામેલ થયા હતા. ત્યાર પછી, આદિત્યએ 2 ડિસેમ્બરે મુંબઈમાં એક ગ્રેંડ રિસેપ્શન આપ્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા મોટા મહેમાનો શામેલ થયા હતા.

જણાવી દઈએ કે, જ્યાં આદિત્ય નારાયણ સિંગર, હોસ્ટ અને અભિનેતા છે, તો તેમની પત્ની શ્વેતા અગ્રવાલ પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે જેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત શ્વેતા અને આદિત્ય નારાયણે એક સાથે ફિલ્મ ‘શાપિત’માં પણ કામ કર્યું હતું.

તાજેતરમાં જ આદિત્ય નારાયણ ટીવીના લોકપ્રિય શો ‘સા રે ગા મા પા’ને પણ અલવિદા કહી ચુક્યા છે. તેમણે એક નોટ શેર કરતા ચાહકો સાથે શેર કર્યું હતું કે તે હવે ટીવી ઈંડસ્ટ્રીને છોડવા ઈચ્છે છે અને બીજા પ્રોજેક્ટ પર ધ્યાન આપવા ઈચ્છે છે.