પુત્રી ત્વિષા સાથે આદિત્ય એ કરાવ્યું ફોટોશૂટ, મેચિંગ ડ્રેસ પહેરેલા જોવા મળ્યા પિતા-પુત્રી, જુવો તેમની આ ક્યૂટ તસવીરો

બોલિવુડ

બોલિવૂડ સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ આ દિવસોમાં પોતાની પુત્રી ત્વિષા સાથે સમય પસાર કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે પિતા બન્યા પછી આદિત્ય નારાયણ પોતાના કામથી દૂર થઈ ગયા છે અને તેમની પુત્રી સાથે સમય પસાર કરી રહ્યા છે. હવે આ દરમિયાન આદિત્ય નારાયણે પોતાની પુત્રી સાથે ફોટોશૂટ પણ કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ચાલો જોઈએ આદિત્ય નારાયણ અને તેની નાની પુત્રીની ક્યૂટ તસવીરો.

24 ફેબ્રુઆરી 2022ના રોજ પિતા બન્યા હતા આદિત્ય નારાયણ: સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના ઘરે આ નાનકડી પરીનો જન્મ 24 ફેબ્રુઆરીએ થયો હતો. પરંતુ તેના પિતા એટલે કે આદિત્ય નારાયણે 4 માર્ચ 2022ના રોજ ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. તેમણે સુંદર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, “શ્વેતા અને હું આ સમાચાર શેર કરવા માટે ખૂબ જ આભારી છીએ કે ઉપરવાળા એ અમને 24.2.22 ના રોજ એક સુંદર પુત્રીના આશીર્વાદ આપ્યા છે.”

સાથે જ હવે 9 જૂન, 2022 ના રોજ આદિત્ય નારાયણે પોતાની પુત્રી સાથે એક સુંદર ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ ચાહકો પણ કમેન્ટ કરીને આ પિતા પુત્રીની જોડી પર ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે આદિત્ય નારાયણ અને તેની લાડલીએ મેચિંગ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં બંને પિતા અને પુત્રીની ટ્વિનિંગ જોઈ શકાય છે. આ ઉપરાંત આદિત્ય નારાયણે પણ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, પિતા-પુત્રીનો પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by Tarveen (@thelooneylens) 

વિડિયોમાં જોઈ શકાય છે કે આદિત્ય પોતાની લાડલી સાથે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા આદિત્ય નારાયણે 3 જૂને સોશિયલ મીડિયા પર પિતા ઉદિત નારાયણ અને તેની માતા અને પુત્રી ત્વિષા સાથે એક સુંદર તસવીર શેર કરી હતી, જેમાં કેપ્શન લખ્યું હતું કે, “દાદા, દાદી અને નાની ત્વિષા નારાયણ ઝા.”

વર્ષ 2020 માં લગ્નના બંધનમાં બંધાયા હતા આદિત્ય નારાયણ: સાથે જ વાત કરીએ આદિત્ય નારાયણની પર્સનલ લાઈફ વિશે તો તેણે 1 ડિસેમ્બર, 2020 ના રોજ તેની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. આ કપલે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા, જેમાં ઘણા મહેમાનો શામેલ થયા હતા. આ ઉપરાંત તેણે 2 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું જેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ સ્ટાર્સ શામેલ થયા હતા. આટલું જ નહીં પરંતુ આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.

જણાવી દઈએ કે, જ્યાં આદિત્ય નારાયણ સિંગર, હોસ્ટ અને અભિનેતા છે, તો તેમની પત્ની શ્વેતા અગ્રવાલ પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે જેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત શ્વેતા અને આદિત્ય નારાયણે એક સાથે ફિલ્મ ‘શાપિત’માં પણ કામ કર્યું હતું અને આ ફિલ્મમાં કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા હતા. ત્યાર પછી તેઓ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને પછી લગ્ન કરી લીધા.