15 વર્ષ પછી આદિત્ય નારાયણ એ ‘સા રે ગા મા પા’ ને કહ્યું અલવિદા, જતા જતા કહી આ ઈમોશનલ વાત

બોલિવુડ

બોલિવૂડ ઈંડસ્ટ્રીના પ્રખ્યાત સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણના ઘરે તાજેતરમાં જ પુત્રીનો જન્મ થયો છે. તેમની પત્ની શ્વેતા અગ્રવાલે એક નાની પુત્રીને જન્મ આપ્યો છે, જેના કારણે તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ છે. પરંતુ આ દરમિયાન આદિત્ય નારાયણે સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.

ખરેખર, અભિનેતા-સિંગર આદિત્ય નારાયણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા એ ઘોષણા કરી છે કે તે હવે આ રિયાલિટી શોનો ભાગ નહીં બને અને ન તો તેને હોસ્ટ કરી શકશે. જણાવી દઈએ કે, આદિત્ય નારાયણ લગભગ 15 વર્ષથી આ શોને હોસ્ટ કરી રહ્યા હતા અને તેમણે ખૂબ જ સુંદર રીતે આ શોને પોતાનો સાથ આપ્યો હતો. પરંતુ હવે તેને તેમણે અલવિદા કહી દીધું છે અને દરેક સિઝનની યાદગાર ક્ષણોને શેર કરતા એક ઈમોશનલ નોટ પણ લખી છે.

આદિત્ય નારાયણે એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, “ભારે મન સાથે, હું એક એવા શો જેણે મને એક અડલ્ટ તરીકે ઓળખ આપી, સારેગામાપા સાથે મારી હોસ્ટિંગ ડ્યૂટીને અલવિદા કહી રહ્યો છું. એક 18 વર્ષના ટીનએજરથી એક પતિ અને એક બાળકીના પિતા બનવા સુધી. 15 વર્ષ 9 સીઝન, 50 એપિસોડ, સમય ખરેખર ઉડી જાય છે.”

જણાવી દઈએ કે, આદિત્ય નારાયણના આ નિર્ણયથી ચાહકો ખુશ નથી. ચાહકો ઈચ્છે છે કે આગામી સિઝનમાં પણ હોસ્ટ તરીકે આદિત્ય નારાયણ જોવા મળે. આ ઉપરાંત ઘણા સેલેબ્સે પણ આદિત્યના શો છોડવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મ્યુઝિક ડાયરેક્ટર શ્રેયસ પુરાણિક એ કમેંટ કરતા લખ્યું કે, ‘નાનુ સાહેબ, આ શું સમાચાર આપ્યા.’ સાથે જ પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્માએ લખ્યું કે, “તમારા માટે વધુ શક્તિ, આદિત્ય નારાયણ.”

આ ઉપરાંત આ શોને જજ કરનાર પ્રખ્યાત સિંગર વિશાલ દદલાનીએ પણ તેના પર રિએક્શન આપ્યું અને લખ્યું હતું કે, “મે… ક્યા બોલૂ? તમારો પણ પહેલો સારેગામાપા અને મારો પણ પહેલો સારેગામાપા. અને જે કંઈ પણ તેને લાયક છે… મને આશા છે કે તમે તમારો વિચાર બદલશો. અથવા પછી તમે બનાવેલું મ્યૂઝિક એટલી અદ્ભુત રીતે પ્રિય અને સફળ છે કે તમારી પાસે ટીવી કરવા માટે સમય નથી. જેની સાથે હું રહી શકું. જાઓ આદિ… જીવી લો તમારું જીવન. લવ યુ મેન.”

તમારી માહિતી માટે જણાવી દઈએ કે વર્ષ 2021માં જ આદિત્ય નારાયણે આ વાતની ઘોષણા કરી હતી કે તેઓ વર્ષ 2022માં ટીવીની દુનિયાને અલવિદા કહી દેશે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના ચાહકો સાથે શેર કર્યું હતું કે, “ટીવી પર હોસ્ટ તરીકે 2022 મારું છેલ્લું વર્ષ હશે. હું ત્યાર પછી હોસ્ટિંગ કરીશ નહીં. હવે કંઈક મોટું કરવાનો સમય આવી ગયો છે. મારી પાસે પહેલાની કેટલીક કમિટમેંટ્સ છે જે આવનારા મહીનાઓમાં પૂર્ણ થઈ જશે. મારા આ ઈંડસ્ટ્રીમાં સારા સંબંધો છે, તેથી જો હું હવે અધવચ્ચે જ છોડી દઈશ, તો એવું થશે કે જાણે મેં કોઈ જહાજને વચ્ચે છોડી દીધું હોય.”

નોંધપાત્ર છે કે આદિત્ય નારાયણ એક સારા સિંગરની સાથે સાથે ખૂબ જ સારા અભિનેતા પણ છે. તેમણે બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે પોતાની પત્ની શ્વેતા અગ્રવાલ સાથે ફિલ્મ ‘શાપિત’માં પણ કામ કર્યું હતું, જેમાં બંનેની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે બંને એક પુત્રીના માતા-પિતા બની ગયા છે.