21 વર્ષની ઉંમરમાં લગ્ન કરનાર અદિતિ રાવ હેદરી આ કારણે લગાવે છે બે સરનેમ, કારણ છે ખૂબ જ ખાસ

બોલિવુડ

મલ્ટીટેલેંટેડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી 35 વર્ષની થઈ ચુકી છે. અભિનેત્રીનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદના રોયલ ફેમિલીમાં થયો હતો. અદિતિએ તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અદિતિના અંગત જીવનની વાત કરીએ તો તે ખૂબ જ રહસ્યમય રહ્યું છે. આ જ કારણે તેમના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.

સમાચાર મુજબ અદિતિના લગ્ન માત્ર 21 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. જોકે 4 વર્ષ પછી જ 25 વર્ષની ઉંમરમાં તેમના છુટાછેડા થઈ ગયા હતા. અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ બે રોયલ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિના નાનાનું નામ જે રામેશ્વર રાવ હતું જે વાનાપર્થી રાજ્યના નેતા હતા જ્યારે તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી હતા. બંને મોટા અને રાજવી પરિવારથી હતા. મુહમ્મદ સાલેહ અકબર હૈદરી 1869 થી 1941 સુધી હૈદરાબાદના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા.

જણાવી દઈએ કે અદિતિ આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની કઝિન બહેન પણ છે. કિરણના પિતાનું નામ એહસાન હૈદરી અને માતાનું નામ વિદ્યા રાવ છે. જ્યારે તે માત્ર બે વર્ષની હતી ત્યારે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેનો ઉછેર તેની માતા પાસે થયો હતો. અદિતિએ પોતાની સરનેમ વિશે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું મારા માતા-પિતા બંનેની અટક મારી પાસે રાખવા ઈચ્છતી હતી. મારી માતાએ મારો ઉછેર કર્યો હતો, પરંતુ મારા પિતા પણ મારા જીવનનો એક ભાગ છે, તેથી મેં મારા નામની આગળ બંનેની સરનેમ રાવ અને હૈદરી લગાવી છે.

જણાવી દઈએ કે અદિતિએ ફિલ્મ દિલ્હી 6 થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં સોનમ કપૂર અને અભિષેક બચ્ચન હતા. અદિતિએ પોતાની કારકિર્દીમાં ઘણા સુંદર પરફોર્મન્સ આપ્યા છે. આ ઉપરાંત ફિલ્મ પદ્માવતમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અદિતિના લગ્ન જીવનની વાત કરીએ તો તેમણે સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા હતા. શરૂઆતમાં અદિતિએ તેના છૂટાછેડાની વાત બધાથી છુપાવી હતી, જોકે પછી તેમણે પોતે જ આ વાત જાહેર કરી હતી.

સત્યદીપ સાથે છૂટાછેડા લીધા પછી અદિતિનું નામ તેના કો-સ્ટાર ફરહાન અખ્તર સાથે પણ જોડાયું હતું. આ તે સમયની વાત છે જ્યારે ફરહાન પોતાની પત્ની અધુનાથી અલગ થવાની ઘોષણા કરી ચુક્યા હતા. તેમની નિકટતા ફિલ્મ ‘વઝીર’માં સાથે કામ કરવા દરમિયાન વધી હતી. જોકે પછી બંનેએ આ સમાચારને માત્ર અફવા જણાવી હતી.

નોંધપાત્ર છે કે અદિતિ અભિનેત્રીની સાથે જ એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. તેણે માત્ર છ વર્ષની ઉંમરથી જ ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું હતું. અદિતિ જાણીતી ડાન્સર લીલા સેમસનની સ્ટુડન્ટ પણ રહી ચુકી છે. અદિતિ રાવ હૈદરીએ એક વખત જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં મારા કોઈ ગોડફાધર નથી.

મારે જે કરવવાનું હતું તે પોતાના દમ પર જ કરવાનું હતું. ભલે મેં કોઈ ધમાકેદાર શરૂઆત ન કરી, પરંતુ ધીમે ધીમે હું મારી ઓળખ બનાવી રહી છું. અદિતિની ઈચ્છા છે કે તે આવનારા સમયમાં ઘણા બાળકોને દત્તક લે. તેમણે કહ્યું હતું કે, હું 7-8 બાળકને દત્તક લેવા ઈચ્છું છું.