એક વખત નહિં પરંતુ 3 વખત પ્રેમમાં દગો મેળવી ચુકી છે અદા ખાન, પછી કાલી નાગિન બનીને ઘર-ઘરમાં થઈ પ્રખ્યાત

Uncategorized

ટીવીની દુનિયામાં નાગિન શો નો પોતાનો એક અલગ જ ક્રેજ છે. દર વર્ષે તેના ચાહકો આ શોની રાહ જુવે છે. દરેક વખતે આ શોમાં નવી નાગિન જોવા મળે છે. દરેક વખતે એક નવી સુંદર નાગિન. લોકો આ નાગિનની અદાઓ જોઈને પાગલ થઈ જાય છે. દરેક વખતે નવા ચહેરાઓ જોવા મળે છે. તેમાંથી એક છે અભિનેત્રી અદા ખાન એકતા કપૂરની નાગિન સિરીઝમાં જોવા મળી હતી. અદા ખાને આ સિરીઝમાં ઈચ્છાધારી નાગિન શેષાનું પાત્ર નિભાવ્યું હતું.

ચાહકોની વચ્ચે અદા ખાન ‘કાલી નાગિન’ તરીકે પ્રખ્યાત થઈ હતી. અદા ખાન 32 વર્ષની થઈ ચુકી છે. તાજેતરમાં 12 મેના રોજ, તેમણે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અદા ખાન હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અદા ખાનની એકથી એક ચઢિયાતી તસવીરો લોકોનું મનોરંજન કરતી રહે છે. તેના ચાહકો પણ તેની તસવીર પર ઘણો પ્રેમ લૂટાવે છે. જણાવી દઈએ કે અદા ખાન ઘણા સમયથી કોઈ શોમાં જોવ મળી રહી નથી. છતા પણ તેની ફેન ફોલોવિંગમાં કોઈ ઘટાડો થયો નથી.

અદા ખાન છેલ્લે સ્ટંટ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી સીઝન 10’ માં જોવા મળી હતી. તો નાગિન શોમાં તેણે નાગિન 4 અને નાગિન 5 માં કાલી નાગિન તરીકે ભાગ લીધો હતો. આ પહેલા અદા ખાને 2019 માં સીરીયલ ‘વિશ યા અમૃત: સીતારા’ માં ઈચ્છાધારી નાગિનનું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે આ સુંદર નાગિને તેની કારકિર્દીની શરૂઆત કોલ સેન્ટરથી કરી હતી. ત્યાર પછી કોઈએ તેને એક કૉફી શોપમાં અદાને જોઈને પેંટાલુન્સમાં એડમાં કામ કરવાની તક આપી હતી.

ત્યાર પછી અદાએ 2009 માં સિરીયલની દુનિયામાં સિરીયલ ‘પાલમપુર એક્સપ્રેસ’ થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને દેશ ભરમાં ઓળખ મળી હતી વર્ષ 2012 માં આવેલી સિરીયલ ‘અમૃત મંથન’ થી. આ નાટકમાં તેમણે રાજકુમારી અમૃત કૌર સોઢીનું પાત્ર નિભાવ્યું હતું. ‘અમૃત મંથન’ માં કામ કર્યા પછી, અદા ખાને ‘યે હૈ આશિકી’, ‘પિયા બસંતી રે’, ‘કોમેડી નાઇટ્સ બચાવો’, ‘ક્રાઇમ પેટ્રોલ’, ‘સવધન ઈન્ડિયા’ જેવા શોમાં કામ કર્યું હતું.

આ શોમાં આવ્યા પછી વર્ષ 2015 અદા ખાન માટે સૌથી મોટું વર્ષ સાબિત થયું. એકતા કપૂરનો ફેન્ટેસી શો ‘નાગિન’માં ઈચ્છાધારી નાગિન શેષાનું પાત્ર નિભાવીને તે ભારત ભરમાં પ્રખ્યાત થઈ હતી. અદાની પર્સનલ લાઈફ ખૂબ મુંજવણ ભરેલી રહી છે. અદા ખાન એક સમયે ટીવી અભિનેતા અંકિત ગેરા સાથે ગંભીર રિલેશનશિપમાં હતી. ત્યાર પછી બંને ચાર વર્ષ અલગ થઈ ગયા. અંકિત સાથે તેને પ્રેમમાં દગો મળ્યો હતો. ત્યાર પછી અદા અંદરથી તૂટી ગઈ હતી.

પછી અદાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે અંકિતે તેની સાથે એક વાર નહીં પરંતુ ત્રણ વખત છેતરપિંડી કરી હતી. હવે લાંબા સમયથી આ અભિનેત્રીનું નામ ‘બાલિકા વધુ’ અભિનેતા શશાંક વ્યાસ સાથે જોડવામાં આવી રહ્યું છે. શશાંક અને અદાએ વેબસીરીઝ ‘એક મુલાકાત’ માં પણ સાથે કામ કર્યું હતું. આ બંને એકબીજાને તેમના બેસ્ટ ફ્રેંડ કહે છે.