પહેલા ખૂબ જ શ્યામ હતી આ 8 અભિનેત્રીઓ, પછી કંઈક આ રીતે મેળવ્યો ગોરો રંગ, જાણો તેમની સુંદરતાનું રાજ

બોલિવુડ

બોલિવૂડમાં હંમેશાથી કલાકારોના ગોરા રંગને મહત્વ આપવામાં આવ્યું છે. ખાસ કરીને અભિનેત્રીઓ ગોરી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ પણ રહી છે, જે પોતાના શ્યામ રંગની સાથે પોતાની સુંદર એક્ટિંગને કારણે બોલીવુડમાં રાજ કરવામાં સફળ રહી છે. પરંતુ સમયની સાથે આ ભિનેત્રીઓએ ગોરો રંગ મેળવી લીધો અને તેના માટે તેમણે સહારો લીધો સર્જરી અને સ્કિન લાઈટનિંગ ટ્રીટમેંટનો. ચાલો આજે તમને બોલીવુડની 8 એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ કે જેઓ પહેલા શ્યામ હતી, પરંતુ પછીથી તે ગોરા રંગની માલિક બની ગઈ.

કાજોલ: 90 ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાં કાજોલનું નામ શામેલ હતું. કાજોલે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, કાજોલનો રંગ શ્યામ હતો. જો કે તે તેના ટેલેંટના આધારે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી. સમયની સાથે કાજોલ સુંદર બની ગઈ. એક સમયે ખૂબ જ શ્યામ દેખાતી કાજોલ આજે ખૂબ જ ગોરી અને સુંદર દેખાય છે. તેનું કારણ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેંટ છે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટીનું નામ બોલિવૂડની સૌથી હિટ અને ફિટ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ છે. 45 વર્ષની થઈ ચુકેલી શિલ્પા શેટ્ટી આજે પણ સુંદરતા અને ફિટનેસથી 25 વર્ષની છોકરીઓને માત આપતા જોવા મળે છે. શિલ્પા શેટ્ટીએ 90 ના દાયકામાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવામાં આવે છે કે તેણે તેના શરીરનો રંગ નિખારવા માટે સ્કિન લાઈટનિંગ ટ્રીટમેંટ નો સહારો લીધો હતો. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં શિલ્પાનો રંગ ખૂબ જ શ્યામ હતો.

શ્રીદેવી: દિગ્ગઝ અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીએ કારકીર્દિની શરૂઆતના ઘણા વર્ષો પછી તેની સુંદરતા વધારવા માટે સર્જરીનો સહારો લીધો હતો. જો તમે તેની કારકિર્દીની શરૂઆતના દિવસો અને પછીની તસવીરો જોશો, તો તેમાં સ્પષ્ટ તફાવત જોવા મળશે. એવું કહેવામાં આવે છે કે રંગ નિખારવાની સાથે અભિનેત્રીએ તેના નાકની પણ સર્જરી કરાવી હતી.

રેખા: હિન્દી સિનેમાની દિગ્ગજ અને સુંદર અભિનેત્રી રેખા એક સમયે ખૂબ જ શ્યામ હતી. તેમના શ્યામ રંગ પર એક વાર દિગ્ગઝ અભિનેતા શશી કપૂરે પણ અપમાનજનક કમેંટ કરી હતી. જો કે, સમયની સાથે રેખાનો રંગ નિખરતો ગયો. જણાવી દઈએ કે રેખાનો રંગ નિખારવામાં પણ સ્કિન લાઈટિંગ ટ્રીટમેંટનો હાથ છે.

પ્રિયંકા ચોપડા: પ્રિયંકા ચોપડા આજે આખી દુનિયામાં પોતાની ઓળખ ધરાવે છે. આખી દુનિયામાં તેની સુંદરતાનું ઉદાહરણ આપવામાં આવે છે. પોતાના કાળા રંગમાં પણ પ્રિયંકા મિસ વર્લ્ડ બની ચુકી હતી. પછી તેણે હિન્દી સિનેમામાં પગ મુક્યો. બોલિવૂડમાં તેણે સુંદર કામ કરીને સફળ અભિનેત્રીનું સન્માન મેળવ્યું. જ્યારે તે હોલીવુડના ફિલ્મી પડદા પર પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રિયંકાએ ચહેરા પર ઘણી સર્જરી કરાવી છે. તેમના હોઠ અને નાક પર તેનો સ્પષ્ટ તફાવત જોઇ શકાય છે. ગોરો રંગ મેળવવા માટે અભિનેત્રીએ મેલેનિન રિડક્શન સર્જરી કરાવી હતી.

બિપાશા બાસુ: બિપાશા બાસુ પોતાના બોલ્ડ અને હોટ લૂકથી ચાહકોના દિલ પર છરીઓ ચલાવતી જોવા મળે છે. આજે બિપાશા ગોરા રંગની માલિક છે, પરંતુ પહેલા આવું ન હતું. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, તેનો રંગ શ્યામ હતો. થોડા વર્ષો પહેલા, અભિનેત્રીએ ગોરો રંગ મેળવવા માટે સ્કિન લાઈટનિંગ ટ્રીટમેંટનો સહારો લીધો હતો.

રાની મુખર્જી: પહેલા રાની મુખર્જીનો રંગ પણ શ્યામ હતો, પરંતુ તે પણ હવે તે સ્કિન લાઈટનીંગ ટ્રીટમેન્ટ લીધા પછી ગોરી અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ થઈ ચુકી છે.

દીપિકા પાદુકોણ: આજના સમયમાં દીપિકા પાદુકોણની ગણતરી બોલીવુડની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે. દીપકાને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. વર્ષ 2007 માં બોલિવૂડમાં એન્ટ્રી કરનારી દીપિકા પહેલા શ્યામ હતી, થોડા વર્ષો પછી તેણે ગોરો રંગ મેળવ્યો. હવે તેમના રંગમાં ઘણો તફાવત જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.