એક-બે નહિં પરંતુ આ 6 અભિનેત્રી સાથે થયો હતો યુવરાઝ સિંહને પ્રેમ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

રમત-જગત

ભારતીય ક્રિકેટના ધાકડ બેટ્સમેનોમાં યુવરાજસિંહનું નામ પણ શામેલ છે. યુવરાજ તેની સુંદર રમતની સાથે તેની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. યુવરાજસિંહે વર્ષ 2016 માં બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા, જો કે આ પહેલા તેમનું નામ બોલિવૂડની લગભગ અડધા ડઝન અભિનેત્રીઓ સાથે જોડાયું છે. આ કારણે તે હેડલાઇન્સમાં રહ્યા છે. ચાલો આજે અમે તમને તે બધી બોલીવુડ અભિનેત્રીઓ વિશે જણાવીએ કે જેમનો સંબંધ ક્યારેય ભારતના આ સ્ટાર ખેલાડી એટલે કે યુવરાજ સિંહ સાથે રહ્યો છે.

કિમ શર્મા: કિમ શર્મા બોલિવૂડની એક સુંદર અભિનેત્રી છે. વર્ષ 2000 માં આવેલી ફિલ્મ મોહબ્બતેન થી કિમ શર્માએ પોતાની ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી. પહેલી જ ફિલ્મમાં કિમે અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને શાહરૂખ ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. યુવરાજસિંહે કિમ શર્માને લગભગ ચાર વર્ષ સુધી ડેટ કરી. ત્યાર પછી તે બંનેનું બ્રેકઅપ થઈ ગયું. વર્ષ 2007 માં આ સંબંધનો અંત આવ્યો. જનાવી દઈએ કે યુવરાજની માતા આ સંબંધથી ખુશ ન હતી.

દીપિકા પાદુકોણ: આજના સમયની સૌથી ચર્ચિત અને સફળ અભિનેત્રીઓમાં દીપકા પાદુકોણનું નામ શામેલ છે. વર્ષ 2007 માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી ડેબ્યૂ કરનારી દીપિકાનું યુવરાજ સિંહ સાથે પણ અફેર રહ્યું છે. દીપિકા યુવરાજ માટે બર્થડે પાર્ટી પણ હોસ્ટ કરી ચુકી છે. પરંતુ આ સંબંધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો.

મિનિષા લાંબા: બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી મિનિષા લાંબાનું પણ યુવરાજ સિંહ સાથે અફેર રહ્યું છે. મિનિષા અને યુવરાજની એક તસવીરે બંનેના અફેરને વેગ આપ્યો હતો. વાયરલ તસવીરમાં, બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા અને તે સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને રિલેશનશિપમાં હતાં. જોકે, મિનિષાએ આ તસવીર પર સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે તે તેની કોઈ હમશકલ છે. યુવરાજ અને મિનિષાનું અફેર પણ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં.

નેહા ધૂપિયા: યુવરાજ સિંહનું નામ બોલિવૂડની બોલ્ડ અને હોટ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે પણ જોડાયું છે. વર્ષ 2014 માં બંનેનો સંબંધ હેડલાઇન્સમાં હતો. મળતી માહિતી મુજબ યુવરાજ સિંહ અને નેહા ધૂપિયાની મુલાકાત સૌફી ચૌધરીના જન્મદિવસની પાર્ટીમાં થઈ હતી. ત્યાર પછી, બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. જોકે પછી નેહાએ ડેટિંગના સમાચારને માત્ર અફવા ગણાવ્યા હતા.

રિયા સેન: યુવરાજ સિંહનું નામ અભિનેત્રી રિયા સેન સાથે પણ જોડાઈ ચુક્યું છે. એવું કહેવામાં આવે છે કે બંને એક પાર્ટી દરમિયાન પહેલી વખત મળ્યા હતા અને બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. જોકે આ સંબંધને લઈને વધું કંઈ બહાર આવ્યું નથી.

પ્રીતિ ઝિન્ટા: એવું કહેવામાં આવે છે કે યુવરાજસિંહ પ્રીતિ ઝિન્ટા પર પણ પોતાનું દિલ હારી બેઠા હતા. આ બંનેની આઈપીએલ મેચ દરમિયાનની ઘણી તસવીરો વાયરલ થઈ છે અને તેમને જોઈને લોકોએ અનુમાન લગાવ્યું હતું કે યુવરાજ અને પ્રીતિ એક બીજાને ડેટ કરી રહ્યા છે. એક સમયે મીડિયામાં આ બંને વિશે એવા સમાચાર આવ્યા હતા કે બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે.

ઘણી વાર સ્ટેડિયમમાં બંને ગળે મળતા જોવા મળ્યા છે. તેની તસવીરો ખૂબ વાયરલ થઈ છે. જો કે આ સંબંધ માત્ર અટકળોમાં મર્યાદિત રહ્યો હતો. પ્રીતિએ યુવરાજ સાથેના અફેરના સમાચારને ખોટા જણાવ્યા હતા. જણાવી દઈએ કે યુવરાજ સિંહ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં પ્રીતિની પ્રોપરાઇટરી ટીમ પંજાબ કિંગ્સનો ભાગ રહી ચુક્યો છે.