ધૂમધામથી આ 9 બોલીવુડ અભિનેત્રીઓ ઉજવે છે કરવાચોથ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દુ ધર્મની મહિલાઓ કરવા ચોથના મુખ્ય તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ વર્ષે કરવા ચોથ 24 ઓક્ટોબર રવિવારના રોજ ઉજવવામાં આવશે. કોઈ સામાન્ય મહિલા હોય કે કોઈ ખાસ આ દરેક મહિલા માટે ખૂબ જ મોટો તહેવાર હોય છે. મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. તાજેતરમાં અભિનેતા અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂરને કરવા ચોથ વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેમણે ગુસ્સામાં કહ્યું હતું કે તેને તેના પર વિશ્વાસ નથી.

જોકે હિન્દી સિનેમાની ઘણી અભિનેત્રીઓ વર્ષોથી કરવા ચોથનું વ્રત રાખી રહી છે. ખાસ વાત એ છે કે તેમાં રિયાની મોટી બહેન અને અભિનેત્રી સોનમ કપૂર અને તેની માતા સુનીતા કપૂર પણ શામેલ છે. તો ચાલો જાણીએ તે તમામ અભિનેત્રીઓ વિશે.

સોનમ કપૂર: અભિનેત્રી સોનમ કપૂરે વર્ષ 2018 માં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. તે દર વર્ષે પોતાના પતિ આનંદ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. રિયા કપૂરે ગમે તે નિવેદન આપ્યું હોય જોકે તેમની માતા સુનીતા કપૂર અને બહેન સોનમ કપૂર દર વર્ષે કરવા ચોથનો તહેવાર ધામધૂમથી ઉજવે છે.

અનુષ્કા શર્મા: વર્ષ 2017 માં અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે સાત ફેરા લીધા હતા. લગ્ન પછી દર વર્ષે અનુષ્કા કરવા ચોથનો તહેવાર ઉજવી રહી છે. કરવા ચોથના દિવસે લાલ આઉટફિટમાં અનુષ્કાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ હતી. તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રવિના ટંડન: 90 ના દાયકાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી રવિના ટંડન પણ સક્રિયપણે કરવા ચોથના તહેવારમાં ભાગ લે છે અને તેના પતિ અનિલ થડાનીના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. જણાવી દઈએ કે ઘણી અભિનેત્રીઓ અનિલ કપૂર અને સુનીતા કપૂરના ઘર પર કરવા ચોથ સેલિબ્રેટ કરે છે, તેમાં રવીના પણ શામેલ છે.

શિલ્પા શેટ્ટી: તહેવારોની ઉજવણીમાં પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટી સૌથી આગળ રહે છે. દિવાળી, ગણેશ ઉત્સવ, નવરાત્રિ વગેરે દરેક તહેવારને શિલ્પા ધામધૂમ અને આનંદથી ઉજવે છે. તે દર વર્ષે તેના પતિ રાજ કુંદ્રા માટે કરવા ચોથનું વ્રત પણ રાખે છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે તેના પતિ સાથે શિલ્પા કરવા ચોથનો તહેવાર ઉજવી રહી છે.

અર્પિતા ખાન શર્મા: સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પતિ આયુષ શર્મા માટે દર વર્ષે કરવા ચોથનું વ્રત રાખે છે. જણાવી દઈએ કે વર્ષ 2014 માં અર્પિતા અને આયુષના લગ્ન થયા હતા.

નેહા કક્કર: સિંગર નેહા કક્કરે વર્ષ 2020 માં સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા અને તેમણે ગયા વર્ષે જ પતિ સાથે પોતાની પહેલી કરવા ચોથ ઉજવી.

એશ્વર્યા રાય બચ્ચન: પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનના લગ્નને 14 વર્ષ થઈ ગયા છે. દર વર્ષે પતિ સાથે એશ્વર્યા કરવા ચોથ ઉજવે છે. એક ઇન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘તે અને એશ્વર્યા દિવસભર કામમાં વ્યસ્ત રહે છે. સાંજે દરેક મહિલાઓ પૂજા કરે છે અને પછી ચંદ્ર જોયા પછી તે વ્રત તોડે છે.

કાજોલ: અભિનેત્રી કાજોલ પણ પતિ અજય દેવગણ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. ગયા વર્ષે કાજોલે કરવા ચોથના દિવસે લાલ સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પ્રિયંકા ચોપરા: ભલે પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને તે ભારત છોડીને તેના પતિ સાથે અમેરિકામાં સેટલ થઈ ગઈ હોય, જોકે તે ભારતીય સંસ્કૃતિ અને તહેવારો સાથે જોડાયેલી છે. તે પણ કરવા ચોથનો પવિત્ર તહેવાર ઉજવે છે. લાલ રંગની સાડીઁઆં કરવા ચોથની થાળી લઈને પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે.