લગ્ન પહેલા બોયફ્રેંડ સાથે લિવ ઈનમાં રહી ચુકી છે આ 6 અભિનેત્રીઓ, નંબર 4 નું તો 6 અભિનેતાઓ સાથે રહ્યું છે અફેયર

બોલિવુડ

હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાના બોયફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં પણ રહી ચુકી છે, જોકે પછી તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો અને તે અભિનેત્રીઓએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા પડ્યા. ચાલો આજે હિન્દી સિનેમાની 6 એવી જ મોટી અને સુંદર અભિનેત્રીઓ વિશે જાણીએ.

લારા દત્તા: લારા દત્તા એક સમયે અભિનેતા કેલી દોરજીને ડેટ કરી ચુકી છે અને તે દરમિયાન લારા દત્તા અભિનેતા કેલી સાથે લિવ-ઈનમાં પણ રહી હતી. જોકે પછી ટૂંક સમયમાં બંને કલાકારો એકબીજાથી દૂર થઈ ગયા અને બંનેએ બ્રેકઅપ કરી લીધું હતું. પછી લારાએ મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા હતા અને હવે બંને એક પુત્રીના માતાપિતા છે.

બિપાશા બાસુ: હિન્દી સિનેમાની બોલ્ડ અભિનેત્રી બિપાશા બાસુનું જોન અબ્રાહમ સાથે અફેર એક સમયે હેડલાઇન્સમાં હતું. બંને કલાકર લગભગ 9 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા અને આ સમય દરમિયાન બંને લિવઈનમાં પણ રહી ચુક્યા હતા, પરંતુ બંનેના બ્રેકઅપના સમાચાર આવ્યા તો ચાહકો ખૂબ આશ્ચર્યચકિત રહી ગયા હતા. પછી બિપાશાએ વર્ષ 2014 માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણે પ્રખ્યાત અભિનેતા રણવીર સિંહ સાથે વર્ષ 2018 માં ધામધૂમથી લગ્ન કર્યા હતા, જોકે એક સમયે તેનું અફેર અભિનેતા રણબીર કપૂર સાથે પણ ચાલ્યું હતું. રણબીર સાથે રિલેશનમાં રહેવા દરમિયાન તે ખૂબ જ સીરિયસ હતી અને તે અભિનેતા સાથે લિવ-ઈનમાં પણ રહી હતી જોકે કહેવામાં આવી રહ્યું હતું કે રણબીરે કેટરિના માટે દીપિકાને દગો આપ્યો હતો. આ કારણે અભિનેત્રી ખરાબ રીતે તૂટી ગઈ હતી અને તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં રણબીર પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો હતો.

પ્રિયંકા ચોપરા: હિન્દી સિનેમાથી લઈને હોલિવૂડ સુધી પોતાના કામ અને નામથી ધૂમ મચાવી ચુકેલી પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. પ્રિયંકાનું અફેર બોલિવુડના લગભગ અડધો ડઝન અભિનેતઓ સાથે રહ્યું છે. પ્રિયંકાનું નામ અક્ષય કુમાર, શાહરુખ ખાન, હરમન બાવેજા, શાહિદ કપૂર વગેરે સાથે જોડાયું છે.

શાહિદ સાથે તો પ્રિયંકા લિવ ઈનમાં પણ રહેતી હતી. એક વખત જ્યારે અભિનેત્રીના ઘરે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી ત્યારે શાહિદ તેના ઘરે જ હાજર હતો અને દરવાજો શાહિદે જ ખોલ્યો હતો અને આ રીતે બંને લિવ-ઇન હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાર પછી પ્રિયંકાએ વર્ષ 2018 માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા.

એશ્વર્યા રાય બચ્ચન: સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2007 માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. હવે બંને એક પુત્રી આરાધ્યા બચ્ચનના માતાપિતા છે. પરંતુ એક સમયે એશ્વર્યાનું અફેર સલમાન ખાન સાથે ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ સમય દરમિયાન બંને લિવ-ઈનમાં પણ રહેતા હતા જોકે તેમના સંબંધનો અંત વિવાદિત રહ્યો હતો.

કરીના કપૂર: કરીના કપૂર ખાને 2012 માં છૂટાછેડા લીધેલા અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી હતી. જોકે સૈફ સાથે રિલેશનશિપમાં બંધાતા પહેલા કરીનાનો અભિનેતા શાહિદ કપૂર સાથે સંબંધ ખૂબ હેડલાઇન્સમાં રહ્યો હતો. બંને રિલેશનશિપમાં રહેતા દરમિયાન લિવ-ઇન રિલેશનશિપમાં પણ રહ્યા હતા.