આ 7 અભિનેત્રીઓએ છે અપરણિત માતા, નંબર 7 એ તો બાળકને જન્મ આપ્યાના વર્ષો પછી પણ લગ્ન કર્યા નથી

બોલિવુડ

બોલિવૂડમાં એવી અભિનેત્રીઓનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે, જે લગ્ન કર્યા વગર જ માતા બની ચુકી હતી. આજે આ પોસ્ટમાં અને તમને 7 એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે લિવ ઈન રિલેશનશિપમાં રહીને પ્રેગ્નેંટ થઈ અને પછી તે અપરિણીત માતા બની. તેમાંની કેટલીક અભિનેત્રીઓ આજે પણ પાર્ટનર સાથે છે તો કેટલીક અલગ થઈ ગઈ છે. ચાલો આજે એવી જ અભિનેત્રીઓ વિશે જાણીએ.

ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સ: ગૈબ્રિએલા ડિમેટ્રિએડ્સ બોલિવૂડના જાણીતા અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. ગૈબ્રિએલા ડીમેટ્રિએડ્સ અને અર્જુન રામપાલ ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. અર્જુનના પહેલા લગ્ન મેહર જેસિયા સાથે વર્ષ 1998 માં થયા હતા અને લગ્નના લગભગ 22 વર્ષ પછી વર્ષ 2018 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી અર્જુન ગૈબ્રિએલાને ડેટ કરવા લાગ્યો. ગૈબ્રિએલા લગ્ન કર્યા વગર અર્જુનના સંતાનની માતા બની ચુકી છે. બંનેના પુત્રનું નામ અરિક છે. જોકે કપલે હજી સુધી લગ્ન કર્યાં નથી.

માહી ગિલ: સુંદર અભિનેત્રી માહી ગિલ પણ લગ્ન કર્યા વગર માતા બની ચુકી છે. ખાસ વાત એ છે કે તેમણે બાળકના પિતાને દુનિયાથી છુપાવીને રાખ્યા છે. તેણે આજ સુધી જણાવ્યું નથી કે તેના બાળકના પિતા કોણ છે. માહી એક પુત્રીની માતા છે અને હાલમાં તે તેની પુત્રી સાથે રહે છે. મળતી માહિતી મુજબ તે લાંબા સમય સુધી કોઈ સાથે રિલેશનશિપમાં રહી ચુકી છે.

એમી જેકસન: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી એમી જેક્સન પણ લગ્ન કર્યા વગર માતા બની ચુકી છે. તે લાંબા સમયથી બોયફ્રેન્ડ જ્યોર્જ પનાયિયોટો સાથે રિલેશનશિપમાં છે. બંને એક પુત્રના માતા-પિતા બની ચુક્યા છે અને બંનેએ આજ સુધી લગ્ન કર્યા નથી. ઘણીવાર આ કપલ તેમના રિલેશનશિપને લઈને હેડલાઇન્સમાં રહે છે.

નીના ગુપ્તા: હિન્દી સિનેમાની વરિષ્ઠ અભિનેત્રી નીના ગુપ્તાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. નીના ગુપ્તાએ વિદેશી ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ સાથે રિલેશનશિપમાં રહીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. વેસ્ટઈંડીઝના દિગ્ગજ ક્રિકેટર રહેલા વિવિયનના બાળકની નીના માતા બની ચુકી છે. બંનેની એક પુત્રી છે જેનું નામ ‘મસાબા’ છે. વિવિયન અને નીનાએ લગ્ન કર્યા નથી અને ટૂંક સમયમાં જ તેમના બંનેના સંબંધોનો અંત આવી ગયો. આવી સ્થિતિમાં નીનાએ એકલા હાથે જ પુત્રીનો ઉછેર કર્યો. જોકે વર્ષ 2008 માં નીનાએ વિવેક મેહરા સાથે સાત ફેરા લીધા હતા.

સારિકા ઠાકુર: એક સમયે જાણીતી અભિનેત્રી રહી ચુકેલી સારિકા ઠાકુરે દક્ષિણ ભારતીય ફિલ્મોના દિગ્ગઝ અભિનેતા કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન પહેલા જ સરિકા અને કમલ પુત્રી શ્રુતિના માતાપિતા બની ગયા હતા, જ્યારે લગ્ન પછી આ બંને બીજી પુત્રી અક્ષરાના માતાપિતા બન્યા હતા. જોકે સારિકા અને કમલનો સંબંધ લાંબો ચાલી શક્યો નહિં. લગ્નના થોડા વર્ષો પછી જ બંને અલગ થઈ ગયા હતા.

કલ્કી કોચલીન: બોલિવૂડ અભિનેત્રી કલ્કી કોચલિન તેની ફિલ્મી કારકિર્દી કરતા વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. વર્ષ 2009 માં ફિલ્મ દેવ-ડી સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કલ્કીએ બોલીવુડના જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે વર્ષ 20011 માં લગ્ન કર્યા હતા, જોકે લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને બંનેએ વર્ષ 2015 માં છૂટાછેડા લીધા હતા. કાલ્કી અનુરાગથી અલગ થયા પછી ઇઝરાઇલના ક્લાસિકલ પિયાનિસ્ટ બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે રહી રહી છે. લિવ ઈનમા રહેતી વખતે બંને એક બાળકના માતા-પિતા બન્યા છે, પરતુ બંનેએ આજ સુધી લગ્ન કર્ય નથી.

ઇશા શરવાની: અભિનેત્રી ઈશા શરવાનીને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ઇશા એક પુત્રની માતા છે જેનું નામ લુકા છે. જણાવી દઈએ કે તે એક સિંગલ મધર છે. 36 વર્ષની ઇશા આજ સુધી લગ્નના બંધનમાં બંધાઈ નથી.