કેટરિના પહેલા આ 6 પ્રખ્યાત અભિનેત્રીઓએ દુલ્હન બનીને લૂંટી હતી મેહફિલ, તસવીરો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

બોલિવુડ

રાજસ્થાનનો 700 વર્ષ જૂનો કિલ્લો સિક્સ સેંસેસ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નનો સાક્ષી બન્યો. આ કિલ્લામાં બંને કલાકારોએ પોતાના બે વર્ષના પ્રેમ ભરેલા સંબંધને લગ્ન કરીને નામ આપ્યું. બંનેના લગ્નની વિધિ અહીં ત્રણ દિવસ સુધી ચાલી. 7મી ડિસેમ્બરે મહેંદી, 8મી ડિસેમ્બરે સંગીત અને 9મી ડિસેમ્બરે કપલે સાત ફેરા લીધા.

ચાહકો અને બોલિવૂડ આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા એક મહિનાથી બંનેના લગ્નના સમાચાર જોરશોરથી હેડલાઇન્સમાં હતા. છેવટે ગુરુવારે સાંજે તે ક્ષણ આવી જ્યારે બંને કલાકારો હંમેશા માટે એકબીજાના બની ગયા. બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા.

વિકી અને કેટરીનાએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. મહેમાનોને ફોન લાવવા પર પણ પ્રતિબંધ હતો. કપલે લગ્નની તસવીરોને એમેઝોન પ્રાઇમ વીડિયોને 80 કરોડ રૂપિયામાં વેચી છે. લગ્ન પછી બંનેએ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. બંનેના લગ્નની તસવીરોની ખૂબ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને કેટરીનાના લુક પર તો ચાહકોની નજર ટકી ગઈ. દુલ્હન બનેલી કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કેટરિના પહેલા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ દુલ્હન બનીને મહેફિલ લૂટી છે અને પોતાના લગ્ન અને પોતાના લુકથી ખૂબ ચર્ચા મેળવી. ચાલો આવી સ્થિતિમાં બોલીવુડની કેટલીક દુલ્હન બનેલી અભિનેત્રીઓની તસવીરો પર નજર કરીએ.

દીપિકા પાદુકોણે: દીપિકા પાદુકોણ જ્યારે દુલ્હન બની હતી ત્યારે લાખો દિલ તૂટી ગયા હતા. અભિનેત્રીએ લોકપ્રિય અભિનેતા રણવીર સિંહ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન કોંકણી અને સિંધી રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે જે ચુનરી લીધી હતી તેણે તેની સુંદરતામાં વધારો કર્યો હતો. તેની બોર્ડર પર સૌભાગ્યવતી ભવ: લખેલું હતું.

અનુષ્કા શર્મા: અનુષ્કા શર્માએ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને ચાર વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. બંનેએ ડિસેમ્બર 2017માં ઈટાલીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. દુલ્હન બનેલી અનુષ્કાના લુકની ખૂબ ચર્ચા થઈ હતી અને ખૂબ પ્રસંશા થઈ હતી. અનુષ્કાએ દુલ્હન બનીને દરેકનું દિલ જીતી લીધું હતું. તેમણે લગ્નમાં પેસ્ટલ કલર પસંદ કર્યો હતો અને ગુલાબી રંગનું વર્ક કરેલો લહેંગો પહેર્યો હતો.

પ્રિયંકા ચોપરા: બોલિવૂડ અને હોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. બંનેના રોયલ લગ્ન રાજસ્થાનમાં થયા હતા. લગ્નમાં પ્રિયંકાએ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો, જેમાં પ્રિયંકાની સુંદરતા જોતા જ બની રહી હતી. પ્રિયંકાના આ લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો.

સોનમ કપૂર: લોકપ્રિય અભિનેતા અનિલ કપૂરની લાડલી અને અભિનેત્રી સોનમ કપૂર પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે. આવી સ્થિતિમાં તે પોતાના લગ્નમાં કોઈ કમી કેવી રીતે છોડી શકે. વર્ષ 2018માં તેમણે બિઝનેસમેન આનંદ આહુજા સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. સોનમે આ દરમિયાન લાલ કલરનો લહેંગો પહેર્યો હતો.

નેહા ધૂપિયા: નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા. નેહાએ લગ્ન માટે ગુલાબી રંગનો લહેંગો અને ગોલ્ડન નેકલેસ પસંદ કર્યો હતો.

દિયા મિર્ઝા: દિયા મિર્ઝાએ સાહિલ સંઘાથી છૂટાછેડા લીધા પછી આ વર્ષે વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ સિમ્પલ સ્ટાઈલમાં થયા હતા. પોતાના લગ્ન માટે અભિનેત્રીએ લાલ રંગનો લહેંગો પસંદ કર્યો હતો.