એક્ટિંગ છોડીને ગામમાં ચક્કી પીસી રહી છે અભિનેત્રી સના શેખ, જુવો સનાની હાલની તસવીરો

બોલિવુડ

અભિનેત્રી સના શેખ આ દિવસોમાં ખૂબ હેડલાઇન્સમાં જોવા મળી રહી છે. તેના અને આમિર ખાનના અફેરના સમાચારો તો ઉડતા જ રહે છે. કહેવાય છે કે આમિરે પત્ની કિરણને છુટાછેડા પણ સનાના કારણે જ આપ્યા છે. બંનેના ટૂંક સમયમાં લગ્ન કરવાના સમાચાર પણ આવે છે. જોકે આ વાતની બંને મનાઈ કરી ચુક્યા છે.

સના ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે કારણ અભિનેતા આમિર ખાન નહીં પરંતુ તેની કેટલીક તસવીરો છે. તેમાં સના એક્ટિંગ છોડીને ગામમાં ચક્કી પીસતા જોવા મળી રહી છે. સાથે જ એક અન્ય તસવીરમાં તે માટલામાં પાણી ભરતા જોવા મળી રહી છે. તેની તસવીર જોઈને તેના ચાહકો પણ ચોંકી ગયા છે. જો તમે પણ મૂંઝવણમાં છો તો ચાલો તમને જણાવી દઈએ કે બાબત શું છે.

દંગલથી બનાવી હતી ઓળખ: અભિનેત્રી સના શેખ ‘દંગલ ગર્લ’ ના નામથી દર્શકોની વચ્ચે પ્રખ્યાત છે. આ ફિલ્મમાં તેણે પોતાની એક્ટિંગથી અનોખી છાપ છોડી હતી. ત્યાર પછીથી લોકો તેને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. દંગલ ફિલ્મમાં તેની એક્ટિંગથી પ્રભાવિત થઈને ઘણા મોટા પ્રોડ્યુસર્સ પણ તેની પાસે ફિલ્મની ઑફર્સ લઈને આવવા લાગ્યા હતા.

આ ફિલ્મ પછી તેનું નામ અભિનેતા આમિર ખાન સાથે જોડાવા લાગ્યું હતું. જોકે ફિલ્મમાં સના એ આમિરની પુત્રીનું પાત્ર નિભાવ્યું હતું. છતાં રિયલ લાઈફમાં બોલિવૂડના લોકો તેને આમિરની નવી ગર્લફ્રેન્ડ કહેવા લાગ્યા હતા. આ સમાચાર પર સના શેખે એકવાર ઘણી નારાજગી વ્યક્ત કરી હતી.

જાણો એક્ટિંગ છોડીને ગામમાં શા માટે છે સના: સના ફિલ્મોમાં વ્યસ્ત રહે છે, છતાં પણ તે પોતાના ચાહકોને દરેક અપડેટ આપતી રહે છે. તે સોશિયલ મીડિયા પર પોતાનો નવો લુક શેર કરતી રહે છે. તેના નવા લુકમાં તે ક્યારેક ગામમાં ચક્કી પીસતા જોવા મળે છે, તો ક્યારેક તે માથા પર પાણી ભરેલું માટલું રાખીને ગામમાં ફરતા જોવા મળે છે. આ તસવીર જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ખરેખર આ તસવીરો તેની એક્ટિંગનો એક ભાગ છે. હા, સના આ સમયે પોતાની નવી ફિલ્મ ‘થાર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ગ્રામીણ છોકરીનું પાત્ર નિભાવી રહી છે. તેણે કેપ્શન પણ આપ્યું કે ‘થોડી થોડી તસવીરો ફ્રોમ ધ શૂટ’. તેની આ અદા પર બોલીવુડ સેલિબ્રિટી અને ચાહકો બંને ફિદા થઈ ગ્યા છે.

30 વર્ષની છે સના: સના શેખ આ સમયે 30 વર્ષની છે. તેનો જન્મ 11 જાન્યુઆરી 1992ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેના માતા-પિતા રાજ તબસમ અને વિપન શર્મા છે. તેણે ફિલ્મ ચાચી 420 માં પણ રોલ કર્યો હતો. તેને અસલી ઓળખ ફિલ્મ દંગલથી મળી હતી. આ ફિલ્મમાં તેણે ગીતા ફોગટનું પાત્ર નિભાવ્યું હતું, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

સના આ સમયે ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેની ફિલ્મ થારની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત પણ તેની પાસે ઘણી મોટા બજેટની ફિલ્મો છે જેમાં તે પોતાની એક્ટિંગનો જાદુ બતાવશે. તેના ચાહકો પણ તેની ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે જેથી કરીને તેઓ તેમની મનપસંદ હિરોઈનને મોટા પડદા પર જોઈ શકે.