ફિલ્મના શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી બોલીવુડની આ 5 અભિનેત્રી, આ અભિનેત્રી પાસેથી તો ફિલ્મ પણ છિનવી લીધી હતી

બોલિવુડ

બોલિવૂડમાં રંગીન પડદા પાછળ ઘણા કાળા સત્ય હોય છે. આવી સત્યતાઓ અને સ્ટોરીઓ જેની દરેક વ્યક્તિઓને જાણ નથી હોતી. જેને માત્ર થોડા લોકો જ જાણે છે જે બહાર આવતી નથી. ઘણી એવી વાતો હોય છે જે સેટ પરથી શરૂ થાય છે અને ત્યાં જ દબાઈ જાય છે. આ વાતની જાણ માત્ર આપણા સૂત્રોને જ થાય છે. ત્યાંથી, આ સમાચાર આપણી પાસે આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ શૂટિંગ દરમિયાન પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. આટલું જ નહિં આ અભિનેત્રીઓએ પોતાની પ્રેગ્નેંસીમાં તેમની ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું. આ લિસ્ટમાં ઘણી મોટી અભિનેત્રીઓ શામેલ છે. આ લિસ્ટમાં બચ્ચનની પુત્રવધૂ એશ્વર્યા રાય પણ શામેલ છે. એશે તેના લગ્ન અને સેટ પર તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. એશ ફિલ્મ દરમિયાન પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. આ કારણે તેને ફિલ્મ છોડવી પડી હતી. આ ફિલ્મમાં પછી કરીનાએ કામ કર્યું હતું.

જયા બચ્ચન: જયા બચ્ચને બોલીવુડની સૌથી સુંદર ફિલ્મોમાંની એક ‘શોલે’ માં જબરદસ્ત ભૂમિકા નિભાવી હતી. જયા બચ્ચન આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. આ ફિલ્મના શૂટિંગના એક સીનમાં જયા બચ્ચનનો બેબી બમ્પ પણ સ્પષ્ટ જોઈ શકાય છે. પરંતુ આ ફિલ્મમાં તે વાતને કોઈ પકડી શક્યું ન હતું.

જુહી ચાવલા: જૂહી ચાવલાને બોલિવૂડની સૌથી ટેલેંટેડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ફિલ્મ ‘ઝાંકર બીટ્સ’ ના શૂટિંગ દરમિયાન જુહી પણ પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તે એક પ્રેગ્નેંટ સ્ત્રીની ભૂમિકા પણ નિભાવી રહી હતી, જેથી લોકો તેનું સત્ય જાણી શક્યા નહીં. જો કે જુહીની આ ફિલ્મ વધારે ચાલી શકી ન હતી, તેથી લોકોની તેના પર નજર પડી ન હતી.

શ્રીદેવી: શ્રીદેવી સાથે પણ કંઇક આવું જ થયું હતું. ફિલ્મ ‘જુદાઇ’ ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. તે સમયે તે અભિનેત્રી જાન્હવી કપૂરને જન્મ આપવા જઇ રહી હતી. તે સમયે તેની પ્રેગ્નેંસીની જાણ થતાં જ મીડિયાએ ખૂબ હંગામો મચાવ્યો હતો. ખરેખર જ્યારે તે પ્રેગ્નેંટ થઈ ત્યારે તેનું બોની કપૂર સાથે અફેર ચાલી રહ્યું હતું, બંનેના તે સમયે લગ્ન પણ થયા ન હતા. પ્રેગ્નેંટ હોવાની જાણ થતાની સાથે જ બંનેએ તે જ વર્ષે લગ્ન કરી લીધા હતા.

કાજોલ: અભિનેત્રી કાજોલ પણ વર્ષ 2010 માં બીજી વખત પ્રેગ્નેંટ થઈ હતી. કાજોલ તે સમયે કરણ જોહરની ફિલ્મ ‘વી આર ફેમિલી’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ વાતની જાણ થતાં કાજોલે ફિલ્મના એક ગીતમાં શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. આ પછી, કરણ જોહરે આ ફિલ્મના ડાંસ કોરિગ્રાફર પાસે કાજોલ માટે સરળ સ્ટેપ્સ કરાવ્યા હતા, જેથી તેને કોઈ મુશ્કેલી ન થાય. આ ફિલ્મના રિલીઝ થયાના ત્રણ દિવસ પછી, કાજોલે યુગને જન્મ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.