આજ સુધી રિયલ લાઈફમાં દુલ્હન નથી બની બોલીવુડની આ 10 અભિનેત્રીઓ, મોટા પડદા પર લઈ ચુકી છે સાત ફેરા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી સુંદર અભિનેત્રીઓ છે જેમણે પડદા પર તો ઘણી વખત લગ્ન કર્યા છે, પરંતુ રિયલ લાઈફમાં આ અભિનેત્રીઓ આજે પણ લગ્નના નામથી દૂર ભાગે છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ, કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જેમણે આજ સુધી લગ્ન કર્યા નથી અને તેઓ પોતાની પર્સનલ લાઈફમાં ખૂબ ખુશ પણ છે. તો ચાલો જાણીએ કે કોણ છે આ અભિનેત્રીઓ?

આલિયા ભટ્ટ: પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી ખૂબ જ નાની ઉંમરમાં બોલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં અભિનેતા રણબીર કપૂર સાથે અફેરને લઈને ચર્ચામાં છે. પરંતુ જ્યારે તેને લગ્ન વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે ઘણી વાર ના માં જવાબ આપે છે. જોકે આલિયા મોટા પડદા પર એક વાર નહીં પરંતુ ઘણી વખત દુલ્હન બની ચુકી છે. તે ‘કલંક’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘2 સ્ટેટ્સ’ જેવી ફિલ્મોમાં દુલ્હન તરીકે જોવા મળી ચુકી છે.

તબ્બુ: સુંદર અભિનેત્રી તબ્બુની ઉંમર આશરે 47 વર્ષ છે. પરંતુ તે આજ સુધી સિંગલ છે અને તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. તબ્બુનું નામ અભિનેતા નાગાર્જુન સાથે જોડાઈ ચુક્યું છે પરંતુ તબ્બુએ આજ સુધી લગ્ન કર્યા નથી.

કંગના રનૌત: અભિનેત્રી કંગના રનૌતની ઉંમર 33 વર્ષથી વધુ થઈ ચુકી છે અને તે આજ સુધી કુંવારી છે. કંગના પણ લગ્ન જેવી બાબતોથી દૂર છે પરંતુ તે મણિકર્ણિકા અને ‘તનુ વેડ્સ મનુ’ જેવી ફિલ્મોમાં દુલ્હનની ભૂમિકા નિભાવી ચુકી છે.

કિયારા અડવાણી: કિયારા અડવાણીએ પણ આજ સુધી લગ્ન કર્યા નથી. પરંતુ તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’માં દુલ્હન તરીકે જોવા મળી ચુકી છે. આ ઉપરાંત તે ‘લસ્ટ સ્ટોરી’માં અભિનેતા વિકી કૌશલની પત્નીનું પાત્ર નિભાવી ચુકી છે. પરંતુ રિયલ લાઈફમાં તે આજ સુધી કુંવારી છે.

કેટરિના કૈફ: આ દિવસોમાં અભિનેત્રી કેટરિના કૈફનું નામ અભિનેતા વિકી કૌશલ સાથે જોડાઈ રહ્યું છે. જોકે રિયલ લાઈફમાં કેટરિના લગ્ન વિશે વાત પણ નથી કરતી. જણાવી દઈએ કે કેટરીના મોટા પડદા પર દુલ્હન તરીકે ઘણી વખત જોવા મળી ચુકી છે.

તાપસી પન્નુ: પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે જાણીતી અભિનેત્રી તાપસી પન્નુએ ફિલ્મ ‘થપ્પડ’માં એક પરિણીત મહિલાનું પાત્ર નિભાવ્યું હતું. પરંતુ રિયલ લાઈફમાં તાપસી આજ સુધી કુંવારી છે અને તેણે લગ્ન વિશે આજ સુધી વિચાર્યું નથી.

સોનાક્ષી સિન્હા: ફિલ્મ ‘દબંગ’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ આજ સુધી લગ્ન કર્યા નથી. જોકે તે તેની પહેલી ફિલ્મ ‘દબંગ’માં સલમાન ખાનની દુલ્હન જરૂર બની ચુકી છે.

જાન્હવી કપૂર: પોતાની પહેલી ફિલ્મમાં પત્નીની ભૂમિકા નિભાવી ચુકેલી અભિનેત્રી જાન્હવી કપૂર રિયલ લાઈફમાં આજ સુધી કુંવારી છે. તે હવે થોડા વર્ષો સુધી લગ્ન જેવી ચીજોથી દૂર રહેવા ઈચ્છે છે. જાન્હવીએ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘ધડક’ થી કરી હતી. જેમાં તેની સાથે અભિનેતા શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.

ભૂમિ પેડનેકર: ભૂમિ પેડનેકર પણ એક અભિનેત્રી છે જેમણે લગ્ન કર્યા નથી. પરંતુ તે ‘પતિ પત્ની ઔર વો’ અને ‘ટોયલેટ એક પ્રેમ કથા’ જેવી ફિલ્મોમાં દુલ્હન બની ચુકી છે.