આ 6 અભિનેત્રીઓએ પતિ સાથે છુટાછેડા લઈને બીજા છુટાછેડા લીધેલા પુરૂષ સાથે કર્યા છે લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

લગ્ન ક્યાંકને ક્યાંક જીવનનો એક અભિન્ન ભાગ છે. સાથે જ બોલિવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમણે લગ્ન નથી કર્યા. આ ઉપરાંત કેટલાકે લગ્ન તો કર્યા પરંતુ પછી છુટાછેડા લઈ લીધા. તેમાંથી કેટલાક એવા પણ છે જેમણે છૂટાછેડા પછી બીજા લગ્ન કર્યા અને કેટલાકે છુટાછેડા પછી બીજી વખત છુટાછેડા લીધેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા, તો ચાલો જાણીએ તે સેલિબ્રિટી વિશે.

નીલમ કોઠારીનું નામ તો લગભગ દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. નીલમે વર્ષ 2000 માં ઋષિ સેઠિયા નામના એક લંડનના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જોકે 2010 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને છૂટાછેડા પછી 2011 માં નીલમે છૂટાછેડા લીધેલા સમીર સોની સાથે લગ્ન કર્યા.

હાલમાં ભાજપના સાંસદ કિરણ ખેરના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા. પતિ સાથે તાલમેલ ન બેસવા પર કિરણ ખેરે ગૌતમ બેરી સાથે છુટાછેડા લઈને છુટાછેડા લીધેલા અનુપમ ખેર સાથે લગ્ન કર્યા.

નોંધપાત્ર છે કે સુપ્રિયા પાઠકની ગણતરી કુશળ કલાકારોમાં થાય છે. 22 વર્ષની ઉંમરે સુપ્રિયાએ તેની માતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ત્યાર પછી બંનેના છુટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી સુપ્રિયાએ શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા અને પંકજ પણ છૂટાછેડા લીધેલા હતા.

માન્યતા દત્ત બોલીવુડના પ્રખ્યાત નામોમાં શામેલ છે. જણાવી દઈએ કે તેમની ચર્ચાનું કારણ તેમની ફિલ્મોથી વધુ તેમના લગ્ન છે. જણાવી દઈએ કે માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે. માન્યતાએ તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા પછી સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા.

સાથે જ અભિનેત્રી દિયા મિર્ઝાના પહેલા લગ્ન સાહિલ સાંઘા સાથે 2014 માં થયા હતા. 2019 માં બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. છૂટાછેડા પછી દિયાએ છૂટાછેડા લીધેલા વૈભવ રેખી સાથે લગ્ન કર્યા.

અર્ચના પુરણ સિંહે તેના પહેલા પતિથી અલગ થયા પછી પરમીત સેઠી સાથે લગ્ન કર્યા. પરમીત પણ છૂટાછેડા લીધેલા હતા.