આ 9 અભિનેત્રીઓએ પોતાના બાળકો માટે છોડી દીધી બોલીવુડ ઈન્ડસ્ટ્રી, જાણો કઈ કઈ અભિનેત્રી છે શામેલ

બોલિવુડ

મહિલાઓ માટે સૌથી સારો અહેસાસ માઁ બનવાનો અહેસાસ હોય છે. લગ્ન પછી મહિલાઓ માટે આ અહેસાસ ક્યારેય ન ભૂલાય તેવો અહેસાસ હોય છે. માઁ તો માઁ હોય છે, પછી ભલે તે સામાન્ય માતા હોય કે મોટી અભિનેત્રી. માતા તેના બાળક માટે કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. બોલીવુડની ઘણિ અભિનેત્રીઓએ માતા બન્યા પછી પોતાના બાળકો માટે પોતાની કારકીર્દી છોડી દીધી છે. આજે આવી જ 9 અભિનેત્રીઓ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

શર્મિલા ટૈગોર: સૈફ અલી ખાન અને સોહા અલી ખાનની માતા શર્મિલા ટાગોર 60 થી 70 ના દાયકા સુધી બોલિવૂડમાં એક્ટિવ રહી હતી. તે એક સમયે ટોપ અભિનેત્રી હતી, જોકે લગ્ન અને બાળકો પછી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. શર્મિલાએ તેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, બાળકોને સમય ન આપવાના કારણે તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધી હતી.

બબીતા: કરિશ્મા અને કરીનાની માતા અને રણધીર કપૂરની પત્ની બબીતાએ 1966 માં બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને 1971 માં તેમના લગ્ન થયાં હતાં. લગ્ન પછી, તે ફિલ્મોથી દૂર થઈ ગઈ અને ત્યાર પછી તેણે તેની બંને પુત્રીનો ઉછેર કર્યો.

 

ટ્વિંકલ ખન્ના: હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની મોટી પુત્રી ટ્વિંકલ ખન્નાએ બોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2001 માં ટ્વિંકલે પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી તેની એક્ટિંગ કારકીર્દિ પર બ્રેક લાગી ગયો. અક્ષય અને ટ્વિંકલ બે બાળકો આરવ અને નિતારાના માતા-પિતા છે. હાલમાં, ટ્વિંકલ એક લેખક તરીકેની પોતાની ઓળખ બનાવી રહી છે.

કરિશ્મા કપૂર: 90 ના દાયકામાં કરિશ્મા કપૂરની એક્ટિંગના દરેક દિવાના હતા. કરિશ્મા આ સમયગાળામાં બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંની એક રહી છે. કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપનાર કરિશ્મા વર્ષ 2003 માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. હવે તેના છુટાછેડા થઈ ગયા છે અને તે તેના બે બાળકો, એક પુત્રી અને એક પુત્ર સાથે રહે છે.

નીતુસિંહ: નીતુ સિંહે 70 અને 80 ના દાયકામાં બોલિવૂડમાં સારું નામ કમાવ્યું છે. વર્ષ 1980 માં તેણે ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા. બોલિવૂડની ઘણી સફળ ફિલ્મોમાં જોવા મળેલી નીતુ સિંહ સંતાન થયા પછી ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી. જણાવી દઈએ કે તેમને બે બાળકો અભિનેતા રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર છે.

સોનાલી બેન્દ્રે: સોનાલી બેન્દ્રે તેની સુંદરતાથી લાખો લોકોના દિલ જીતી લેતી હતી. બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સોનાલી બેન્દ્રેએ 12 નવેમ્બર 2002 ના રોજ ફિલ્મ ડિરેક્ટર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા. સંતાન થયા પછી સોનાલીએ તેના ઉછેર પર સંપૂર્ણ ધ્યાન આપ્યું અને તે આ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ. સોનાલી અને ગોલ્ડી એક પુત્રના માતાપિતા છે.

એશ્વર્યા રાય બચ્ચન: બચ્ચન પરિવારની પુત્રવધૂ સુંદર અને સફળ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચને એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. જોકે, લગ્ન કર્યા પછી અને પછી પુત્રીને જન્મ આપ્યા પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે 2007 માં લગ્ન કર્યા હતા અને 2011 માં, બંને પુત્રી આરાધ્યાના માતાપિતા બન્યા હતા. એશ્વર્યા તેની પુત્રીનું ખૂબ ધ્યાન રાખે છે. પુત્રીનું બધું કામ એશ્વર્યા પોતે કરે છે.

લારા દત્તા: મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સ રહી ચૂકેલી લારા દત્તાની ફિલ્મી કારકીર્દિ ખાસ રહી નથી. વર્ષ 2011 માં મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પછી તેણે પોતાને ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર કરી લીધી હતી. મહેશ ભૂપતિ અને લારા દત્તા 2012 માં એક પુત્રીના માતાપિતા બન્યા હતા. હવે લારાની પુત્રી લગભગ 9 વર્ષની છે.

જેનેલિયા ડિસૂઝા: બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જેનેલિયા દેશમુખે વર્ષ 2012 માં અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ બે વર્ષ પછી રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા માતાપિતા બન્યા. વર્ષ 2012 માં બંને બીજી વખત માતા-પિતા બન્યા. બંનેને બે પુત્રો છે. બાળકોના જન્મ પછી, જેનીલિયાએ પોતાને ફિલ્મોથી દૂર કરી લીધી હતી. આ પછી તે ફિલ્મના પડદે જોવા મળી નથી.