રવીનાથી લઈને સોનમ કપૂર સુધી કરોડો-અબજોના માલિક છે આ 5 અભિનેત્રિના પતિ, નંબર 4 ના પતિ પાસે છે 6600 કરોડની સંપત્તિ

બોલિવુડ

બોલિવૂડની ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓએ સંપત્તિની દ્રષ્ટિએ ટોચ પર રહેનારાઓને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. આ અભિનેત્રીઓમાં ટીના અંબાણીથી લઈને સોનમ કપૂર સુધીના નામ શામેલ છે. આજે અમે તમને બોલીવુડની 9 એવી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમના પતિ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.

શ્રીદેવી: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી મૃત્યુ પછી પોતાની પાછળ લગભગ 247 કરોડની સંપત્તિ છોડી ગઈ હતી. જણાવી દઈએ કે, શ્રીદેવીએ વર્ષ 1996 માં ફિલ્મ ડિરેક્ટર બોની કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. બોની કપૂર પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે.

ટીના અંબાણી: એક સમયે બોલિવૂડની જાણીતી અભિનેત્રી ટીના અંબાણી હવે દેશના પ્રખ્યાત અંબાણી પરિવારની પુત્રવધૂ છે. ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલી ટીનાએ 1991 માં દેશના પ્રખ્યાત બિઝનેસમેન અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે વર્ષ 2008 માં અનિલ દુનિયાનો છઠ્ઠો સૌથી અમીર વ્યક્તિ હતો. તે આજે 3600 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

રાની મુખર્જી: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રાની મુખર્જીએ બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ચોપડાને ઘણા વર્ષો સુધી ડેટ કરી હતી. આ પછી રાની અને આદિત્યએ વર્ષ 2004 માં લગ્ન કર્યા હતા. આજે બંને એક પુત્રી આદીરાના માતા-પિતા છે. આદિત્ય યશ રાજ ફિલ્મ્સના માલિક છે. આદિત્યની કુલ સંપત્તિ 960 મિલિયન ડોલર એટલે કે 6600 કરોડ રૂપિયા છે. નોંધપાત્ર વાત એ છે કે આ આંકડો શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સની સંપત્તિ કરતા ઘણો વધારે છે.

રવિના ટંડન: 90 ના દાયકાની ટોપ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ અભિનેત્રી રવીના ટંડને બોલીવુડને એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. રવિનાએ વર્ષ 2004 માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. અનિલ કુલ 6.5 મિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે.

શિલ્પા શેટ્ટી: બોલિવૂડની હિટ અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 માં જાણીતા બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. રાજ કુંદ્રા ગ્રુપકો ડેવલપર્સ અને ટીએમટી ગ્લોબલ જેવા ઘણા સફળ બિઝનેસ હેંડલ કરે છે, સાથે રાજ અને શિલ્પાએ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમમાં પણ રોકાણ કર્યું છે. રાજ કુંદ્રાની કુલ સંપત્તિ 400 મિલિયન ડૉલર હોવાનું કહેવાય છે.

જુહી ચાવલા: બોલિવૂડની બબલી અભિનેત્રી જૂહી ચાવલાએ વર્ષ 1995 માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જય મહેતા મહેતા ગ્રુપના માલિક છે. જુહીના પતિનો બિઝનેસ ભારતના ઘણા રાજ્યો સહિત આફ્રિકા, અમેરિકા, કેનેડા સુધી ફેલાયેલો છે. જય મહેતા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કો-ઓનર પણ છે. તેની કુલ સંપત્તિ 350 મિલિયન ડૉલર છે.

વિદ્યા બાલન: બોલીવુડમાં પોતાની બોલ્ડ સ્ટાઈલથી ઓળખ બનાવનારી અભિનેત્રી વિદ્યા બાલનના પતિ ફિલ્મ પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર છે. વર્ષ 2012 માં વિદ્યાએ સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે. પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રૉય કપૂર પાસે કુલ 475 મિલિયન ડોલરની સંપત્તિ છે.

સોનમ કપૂર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અભિનેત્રી સોનમ કપૂરે વર્ષ 2018 માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આનંદ આહુજાની કુલ કમાણી આશરે 3000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આનંદ આહુજા બે કંપનિઓ ભાને અને વેઝનવંગેના માલિક છે.

અનુષ્કા શર્મા: અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જોડી ખૂબ પસંદ કરવામાં આવે છે. એક એડ શોટ દરમિયાન બંનેની મુલકાત થઈ હતી અને ત્યાર પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ પછી ડિસેમ્બર 2017 માં બંનેએ ઇટાલીમાં સાત ફેરા લીધા હતા. જણાવી દઈએ કે વિરાટ કોહલી બીસીસીઆઈમાં એ + કેટેગરીના ખેલાડી હોવાના કારણે વિરાટ કોહલી દર વર્ષે 7 કરોડની કમાણી કરે છે. જ્યારે વિરાટ એડ વગેરેથી પણ અબજો રૂપિયાની કમાણી કરે છે. વિરાટની કુલ કમાણી લગભગ 900 કરોડ છે.