આ 5 અભિનેત્રીઓને મળે છે સૌથી ઓછી ફી, જાણો કઈ કઈ અભિનેત્રી છે તેમાં શામેલ

બોલિવુડ

ઘણીવાર હિન્દી સિનેમામાં કામ કરતા કલાકારોની ફીની ચર્ચા પણ ચાહકોની વચ્ચે થતી રહે છે. મોટા-મોટા અભિનેઆ એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા સુધી ફી લઈ રહ્યા છે અને મોટી-મોટી અભિનેત્રીઓ પણ 15 થી 20 કરોડ રૂપિયા સુધી પોતાની એક ફિલ્મથી કમાણી કરે છે. જો કે શું તમે બોલિવૂડમાં આજના સમયમાં સૌથી ઓછી ફી મેળવનારી અભિનેત્રીઓ વિશે જાણો છો? તમારો જવાબ હશે કદાચ ના. તો ચાલો આજે તમને 5 એવી જ મુખ્ય અભિનેત્રીઓ વિશે માહિતી આપીએ જે એક ફિલ્મ માટે સૌથી ઓછી ફી લે છે.

તારા સુતરિયા: તારા સુતરિયા હિન્દી સિનેમાની એક ઉભરતી અભિનેત્રી છે. અત્યારે તેણે માત્ર થોડી ફિલ્મોમાં જ કામ કર્યું છે. તારાએ વર્ષ 2019 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે પોતાની ક્યુટનેસથી દર્શકોના દિલ જીતી ચુકી છે અને તારા ખૂબ સુંદર પણ છે. અત્યારે તો તેની કારકિર્દીની શરૂઆત જ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તારાને એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.

ઇલિયાના ડીક્રુઝ: દક્ષિણ ભારતીય ફિલ્મોની સાથે સાથે ઇલિયાના ડીક્રુઝે હિન્દી સિનેમામાં પણ પોતાની એક્ટિંગથી દર્શકોને દીવાના બનાવ્યા છે. તે પોતાની હોટ અને બોલ્ડ સ્ટાઈલથી પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. તમને માહિતી માટે જણાવી દઈએ કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ઈલિયાના લગભગ 15 વર્ષથી છે. વર્ષ 2006 માં તેણે ડેબ્યૂ કર્યું હતું. તેલુગુ સિનેમામાં નામ કમાવ્યા પછી તેમણે હિન્દી સિનેમામાં જલસા, રેડ, રુસ્તમ, બાદશાહો અને બરફી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મળતી માહિતી મુજબ ઇલિયાનાને એક ફિલ્મ માટે લગભગ 1.6 કરોડ રૂપિયા ફી તરીકે ચૂકવવામાં આવે છે.

જેકલીન ફર્નાન્ડીઝ: હવે વાત કરીએ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિશે. મૂળ રૂપે આપણા પાડોશી દેશ શ્રીલંકાની રહેવાસી જેકલીન ફર્નાન્ડીઝે હિન્દી સિનેમામાં ખૂબ સારું નામ કમાયું છે. અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા સુપરસ્ટાર સાથે તે મોટા પડદા પર કામ કરી ચુકી છે. હિન્દી સિનેમામાં તેને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. વર્ષ 2009 માં આવેલી ફિલ્મ અલાદ્દીન થી તેણે પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાના દમ પર આજ સુધી કોઈ મોટી ફિલ્મ હિટ કરાવી શકી નથી. મેકર્સ જેકલીનને એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા આપે છે.

કૃતિ સેનન: કૃતિ સેનન સતત હિન્દી સિનેમામાં સતત સુંદર કામ કરી રહી છે. તે તેના દરેક પાત્રથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લે છે. કૃતિ સેનને હિન્દી સિનેમામાં વર્ષ 2014 માં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેની ફિલ્મ ‘હીરોપંતી’ આવી હતી. આ 7 વર્ષમાં કૃતિ ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહી છે. તેની એક્ટિંગની સાથે જ દર્શકોએ તેની સુંદરતાની પણ પ્રશંસા કરી છે. સાથે જ વાત તેને મળતી ફી વિશે કરીએ તો અભિનેત્રીના ખાતામાં એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયાની રકમ આવે છે.

અનન્યા પાંડે: અનન્યા પાંડે હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. અનન્યાની ફિલ્મી કારકિર્દીની અત્યારે શરૂઆત જ થઈ છે. તેણે વર્ષ 2019 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેમની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ આવી હતી. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી. ત્યાર પછી અનન્યાએ ફિલ્મ પતિ પત્ની ઔર વો, ખાલી પીલી ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવી હતી. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 22 વર્ષની અનન્યાને એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ રૂપિયા મળે છે.