છૂટાછેડા પછી પોતાના બાળકોની કસ્ટડી માટે આ 6 અભિનેત્રીઓએ કોર્ટ સાથે લડી હતી લડાઈ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

હિન્દી સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમના લગ્ન સફળ નથી રહ્યા અને તેમને પોતાના બાળકોની કસ્ટડી માટે પણ સંઘર્ષ કરવો પડ્યો. પરંતુ તે બાળકો માટે અદાલત સાથે પણ લડી અને તેમની કસ્ટડી મેળવી. આજે અમે તમને એવી જ 6 અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શ્વેતા તિવારી: શ્વેતા તિવારી નાના પડદાનું મોટું નામ છે. શ્વેતા તિવારીએ પોતાની એક્ટિંગની સાથે જ પોતની સુંદરતાના આધારે એક ખાસ અને મોટી ઓળખ બનાવી છે. શ્વેતા પોતાના અંગત જીવનને કારણે ખૂબ ચર્ચામાં રહી છે. અભિનેત્રીએ બે લગ્ન કર્યા છે પરંતુ બંને લગ્ન નિષ્ફળ રહ્યા. તેના પહેલા લગ્ન વર્ષ 1998 માં રાજા ચૌધરી સાથે થયા હતા અને 2012 માં છૂટાછેડા થઈ ગયા. બંનેને એક પુત્રી છે જેનું નામ પલક તિવારી છે. વર્ષ 2013માં શ્વેતાએ બીજા લગ્ન અભિનવ કોહલી સાથે કર્યા હતા પરંતુ આ સંબંધ પણ તૂટી ગયો. બંને ઘણા સમયથી એકલા રહી રહ્યા છે. બંનેના પુત્રનું નામ રેયાંશ કોહલી છે. જણાવી દઈએ કે શ્વેતાને બંને લગ્નથી થયેલા બંને બાળકોની કસ્ટડી મળી છે.

કરિશ્મા કપૂર: કરિશ્મા કપૂર હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં શામેલ છે. 90ના દાયકામાં કરિશ્માએ મોટું નામ કમાવ્યું હતું, તો બીજી તરફ પોતાના અંગત જીવનમાં તેણે ખૂબ દુઃખ સહન કર્યું. કરિશ્માએ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો પુત્રી સમાયરા કપૂર અને પુત્ર કિયાન રાજ કપૂર છે.

કરિશ્મા અને સંજય વચ્ચે પછી અણબનાવ શરૂ થયો હતો. આવી સ્થિતિમાં વર્ષ 2016 માં બંનેએ પોતાના 13 વર્ષ જૂના લગ્નજીવનને તોડીને છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી સંજયે બીજા લગ્ન કર્યા જ્યારે કરિશ્મા આજ સુધી સિંગલ છે. જણાવી દઈએ કે કરિશ્મા પોતાના બે બાળકો સાથે રહે છે. કરિશ્મા અને સંજયે પોતાના બાળકો માટે કોર્ટમાં લડાઈ પણ લડી હતી.

મહિમા ચૌધરી: મહિમા ચૌધરી ફિલ્મ ‘પરદેસ’થી ચર્ચામાં આવી હતી. તેની એક્ટિંગની સાથે તેની સુંદરતા પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્યારે મહિમા પોતની ફિલ્મી કારકિર્દીમાં ટોપ પર હતી ત્યારે તેણે બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન વર્ષ 2006માં થયા હતા. બંનેને એક પુત્રી છે જેનું નામ અર્યાના છે.

વર્ષ 2011માં મહિમા અને બોબી વચ્ચે સંબંધ બગડવા લાગ્યા હતા. સાથે જ વર્ષ 2013 માં બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા. ત્યાર પછી બંનેએ પુત્રીની કસ્ટડી માટે લડાઈ લડી પરંતુ પુત્રીની કસ્ટડી મહિમાના ભાગમાં આવી. હવે મહિમા પુત્રી સાથે રહે છે.

પૂનમ ઢિલ્લો: પૂનમ ઢિલ્લો પોતાના સમયની એક પ્રખ્યાત અભિનેત્રી છે. પૂનમે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 59 વર્ષની પૂનમે વર્ષ 1988માં અશોક ઠકેરિયા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 1997માં બંનેનો સંબંધ સમાપ્ત થઈ ગયો હતો. બંનેના અલગ થવાનું કારણ પૂનમના પતિનું એક્સ્ટ્રા મેરિટલ અફેર જણાવવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે પૂનમ અને અશોક બે બાળકોના માતા-પિતા બન્યા હતા. એકનું નામ અનમોલ ઠકેરિયા અને એકનું નામ પલોમા ઠકેરિયા છે. છૂટાછેડા પછી પૂનમે બાળકો માટે કસ્ટડીની લડાઈ લડી અને તેમાં તેને જીત મળી.

મલાઈકા અરોરા: પ્રખ્યાત અભિનેત્રી અને શ્રેષ્ઠ ડાન્સર મલાઈકા અરોરાએ વર્ષ 1998માં અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2002માં બંને એક પુત્રના માતા-પિતા બન્યા હતા જેનું નામ અરહાન ખાન છે. પરંતુ મલાઈકા અને અરબાઝે વર્ષ 2017માં પોતાના 19 વર્ષ જૂના લગ્નજીવનને તોડીને છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા પછી અરહાનની કસ્ટડી મલાઈકાને મળી હતી.

રીના રોય: રીના રોય હિન્દી સિનેમામાં 70 અને 80ના દાયકામાં ખૂબ ચર્ચા રહી હતી. રીનાનું દિલ એક સમયે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન માટે ધડકતું હતું. બંનેએ વર્ષ 1983માં લગ્ન કર્યા હતા. ત્યાર પછી બંને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. જો કે રીના અને મોહસીનનાં લગ્ન સફળ ન થઈ શક્યાં. પરંતુ રીના માટે તેનાથી વધુ આશ્ચર્યની વાત એ હતી કે પુત્રીની કસ્ટડી તેને નહીં પરંતુ મોહસીનને આપવામાં આવી હતી. પરંતુ ઘણા વર્ષો પછી રીનાએ પોતાની પુત્રીને મેળવી લીધી હતી. હવે બંને સાથે રહે છે.