માર્શલ આર્ટમાં નિષ્ણાંત છે બોલીવુડની આ 6 અભિનેત્રીઓ, કોઈ પણ પુરૂષને આપી શકે છે હાર, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડ કલાકાર પોતાની ફિલ્મો અને એક્ટિંગની સાથે જ પોતાની સાથે જોડાયેલી દરેક ચીજને લઈને હેડલાઇન્સમાં રહે છે. વાત ફિલ્મી અભિનેત્રીઓની કરીએ તો તેમની સુંદરતા ખૂબ જ અદભૂત હોય છે. પોતાની એક્ટિંગની સાથે તે આ ચીજને લઈને ખૂબ હેડલાઈન્સ બનાવે છે. સાથે જ ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે માર્શલ આર્ટમાં પણ નિપુણતા મેળવી છે. આ અભિનેત્રીઓએ એક્ટિંગ અને સુંદરતાની સાથે જ ચાહકોને પોતાની ગજબની ફિટનેસથી પણ દીવાના બનાવ્યા છે. તો ચાલો જાણીએ હિન્દી સિનેમાની કેટલીક અભિનેત્રીઓ વિશે જે ટ્રેન્ડ માર્શલ આર્ટિસ્ટ પણ છે.

એશ્વર્યા રાય બચ્ચન: એશ્વર્યા રાય બચ્ચનની ગણતરી હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓમાંથી એક તરીકે થાય છે. પોતાની એક્ટિંગની સાથે જ એશ્વર્યા રાય બચ્ચને આખી દુનિયામાં પોતાની ગજબની સુંદરતાથી પણ કહેર ફેલાવ્યો છે. હિન્દી સિનેમાને ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આપી ચુકેલી 48 વર્ષની અભિનેત્રી વિશે આ ખૂબ ઓછા લોકો જાણે છે કે તે માર્શલ આર્ટમાં પણ નિષ્ણાત છે. અભિનેત્રીએ તેની ટ્રેનિંગ લીધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એશ્વર્યા ટૂંક સમયમાં ચાહકોને તમિલ ફિલ્મ ‘પોન્નીન સેલ્વન’માં જોવા મળશે. હાલમાં તેના પર કામ ચાલી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા: પ્રિયંકા ચોપરાની ઓળખ આજે એક આંતરરાષ્ટ્રીય સ્ટાર તરીકે થાય છે. હિન્દી સિનેમાથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરાએ પોતાનું નામ અને કામ હોલીવુડની દુનિયામાં પણ લહેરાવ્યું છે. કહેવાય છે કે પ્રિયંકા પણ માર્શલ આર્ટમાં નિષ્ણાત છે. તે પણ તેની ટ્રેનિંગ લઈ ચુકી છે. નોંધપાત્ર છે કે પ્રિયંકાએ વર્ષ 2018 માં અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી તે ભારત છોડીને અમેરિકામાં સેટલ થઈ ગઈ. જોકે ભારત અને બોલિવૂડ સાથે તેનો સંબંધ અકબંધ છે.

દીપિકા પાદુકોણ: દીપિકા પાદુકોણે વર્ષ 2007 માં અભિનેતા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને જોત જોતામાં આજે તે હિન્દી સિનેમાની ટોપ અભિનેત્રી બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દીપિકાએ જબરદસ્ત કામ કર્યું છે અને આજે તે એક સફળ અભિનેત્રી તરીકે ઓળખાય છે. દીપિકા પણ માર્શલ આર્ટમાં નિષ્ણાંત છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં આ અભિનેત્રી તેના ચાહકોને ફિલ્મ ’83’ માં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 1983 માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર આધારિત છે. તેમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભુમિકામાં જોવા મળશે. જ્યારે દીપિકાના પતિ અને અભિનેતા રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યા છે.

માધુરી દીક્ષિત: 80 અને 90 ના દાયકામાં માધુરી દીક્ષિતે હિન્દી સિનેમા પર ખૂબ રાજ કર્યું. 54 વર્ષની આ અભિનેત્રીએ પોતાના જમાનામાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપીને દર્શકોને દિવાના બનાવી દીધા હતા. વાત એક્ટિંગની હોય કે પછી સુંદરતાની હોય કે પછી ડાંસની. માધુરી દીક્ષિત દરેક બાબતમાં નંબર વન છે. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે માધુરી પણ માર્શલ આર્ટમાં નિષ્ણાંત છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ અભિનેત્રી હાલમાં કલર્સ ટીવી પર પ્રસારિત થતા ડાન્સ આધારિત શો ‘ડાન્સ દિવાને 3’ માં જજની ભૂમિકા નિભાવી રહી છે.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી હિન્દી સિનેમાની હિટ અભિનેત્રી હોવાની સાથે જ ખૂબ જ ફિટ અભિનેત્રી પણ છે. 45 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી શિલ્પા આજે પણ કોઈ 25 વર્ષની છોકરી જેવી લાગે છે. શિલ્પા પોતાને યોગ અને પ્રાણાયામની મદદથી યુવાન અને સુંદર રાખે છે. સાથે જ માહિતી મુજબ અભિનેત્રી એક ટ્રેંડ માર્શલ આર્ટિસ્ટ પણ છે.

નીતુ ચંદ્રા: ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી નીતુ ચંદ્રાનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે.

ઈશા કોપીકર: માધુરી દીક્ષિત, દીપિકા પાદુકોણ અને એશ્વર્યા રાય બચ્ચન જેવી અભિનેત્રીઓની વચ્ચે આ લિસ્ટમાં અભિનેત્રી ઈશા કોપીકરે પણ પોતાનું નામ લખાવી રાખ્યું છે.