અનુષ્કા-દીપિકાથી ચાર ગણી મોંઘી હતી આ અભિનેત્રીની લગ્નની રિંગ, કિંમત છે એટલી કે જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

આજકાલ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણે મોંઘી રિંગ પહેરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. જે અભિનેત્રીની સગાઈ અથવા લગ્નની રિંગ સૌથી મોંઘી હશે, તે અભિનેત્રી આ રેસ જીતશે. તેની મોંઘી રિંગ જોઈને લાગે છે કે લોકો તેની રિંગથી જ તેની અમીરીને જજ કરવાના છે. તમે પણ ઘણી બોલિવૂડ અભિનેત્રીઓને પોતાની એંગેજમેંટ રિંગ ફ્લોન્ટ કરતા જોઈ હશે. આજની આ પોસ્ટમાં અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે સૌથી મોંઘી હીરાની રિંગ પહેરે છે અને આ રિંગની કિંમત એટલી વધારે છે કે તેના બદલામાં તમે એક લક્ઝરી બંગલો અને કાર ખરીદી શકો છો.

શિલ્પા શેટ્ટી: શિલ્પા શેટ્ટી બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. 90ના દાયકામાં શિલ્પાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે, 22 નવેમ્બર 2009ના રોજ તેણે રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે લગ્ન કરતાં પણ વધારે શિલ્પાની રિંગ ચર્ચામાં રહી હતી, જે તેને રાજે ગિફ્ટ કરી હતી. શિલ્પાની રિંગની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા હતી.

અસિન: બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે માત્ર થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ જ્યારે તેમને ઈચ્છિત સફળતા ન મળી ત્યારે તેમણે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું. અસિને વર્ષ 2016માં રાહુલ શર્મા નામના બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે. રાહુલ YU ટેલિવેન્ચર્સ અને માઇક્રોમેક્સના કો-ફાઉંડર છે. લગ્ન સમયે રાહુલે અસિનને લગભગ 6 કરોડ રૂપિયાની રિંગ આપી હતી, જેના પર AR લખેલું હતું.

દીપિકા પાદુકોણ: બોલિવૂડની સૌથી હોટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બર વર્ષ 2018ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઈટલીના લેક કોમોમાં બંનેએ ભવ્ય લગ્ન કર્યા હતા. બંનેના આ લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ લગ્નમાં કપલે ખૂબ ખર્ચ કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ મુજબ રણવીરે દીપિકાને જે રિંગ પહેરાવી હતી તેની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હતી. દીપિકાની રિંગની કિંમત અનુષ્કા અને સોનમની રિંગ કરતાં પણ ખૂબ વધારે છે.

અનુષ્કા શર્મા: વર્ષ 2017માં લાંબા અફેર પછી બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 11 ડિસેમ્બર ના રોજ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક શેમ્પૂની જાહેરાત દરમિયાન વર્ષ 2013માં થઈ હતી. આ મુલાકાત આગળ જઈને પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ હંમેશા સાથે રહેવાનું નક્કી કર્યું. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિરાટે અનુષ્કાને જે રિંગ આપી હતી તેની કિંમત 1 કરોડ રૂપિયા હતી.

સોનમ કપૂર: વર્ષ 2018માં ઘણા પ્રખ્યાત સ્ટાર્સે લગ્ન કર્યા હતા, જેમાં સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન એ ખૂબ ચર્ચા મેળવી હતી. બંનેના આ લગ્ન રોયલ રીતે થયા હતા. તેમના લગ્નમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ શામેલ થયા હતા. જણાવી દઈએ કે આનંદ આહુજા ફેશન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તે દિલ્હી બેસ્ડ બિઝનેસમેન છે. આનંદ એ સોનમને લગ્ન સમયે લગભગ 90 લાખની રિંગ આપી હતી.