ખૂબ જ નાની ઉંમરમાં આ 6 અભિનેત્રીઓએ કર્યા હતા લગ્ન, નંબર 4 તો 15 વર્ષની ઉંમરમાં બની ગઈ હતી સુપરસ્ટારની પત્ની

બોલિવુડ

ફિલ્મી સ્ટાર્સ તેમની એક્ટિંગ અને ફિલ્મોની સાથે જ તેમના છૂટાછેડા, અફેર, લગ્ન વગેરે ને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. ચાહકો ઘણીવાર તેમના ફેવરિટ કલાકારોની પર્સનલ લાઈફ વિશે જાણવા માટે આતુર અને ઉત્સાહિત રહે છે. આવી સ્થિતિમાં ચાલો આજે અમે તમને હિન્દી સિનેમાની કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેમના ખૂબ જ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા અને તે નાની ઉંમરમાં જ માતા બની ગઈ હતી. આ લિસ્ટમાં ઘણા મોટા નામ શામેલ છે.

1. ડિમ્પલ કાપડિયા: ડિમ્પલ કાપડિયા હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. તે જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારે તેના લગ્ન હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે થયા હતા. આ ઉંમરમાં ડિમ્પલે 31 વર્ષના રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. જોકે તેમનો સંબંધ લાંબો ચાલી શક્યો નહીં. લગ્નના લગભગ 10 વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા, જોકે બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા ન હતા. વર્ષ 1973 માં સાત ફેરા લેનાર રાજેશ ખન્ના અને ડિમ્પલ બે પુત્રીઓના માતાપિતા બન્યા હતા. જેમના નામ ટ્વિંકલ ખન્ના અને રિન્કી ખન્ના છે.

2. દિવ્ય ભારતી: દિવ્યા ભારતીએ ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ટૂંક સમયમાં જ તે એક મોટી અભિનેત્રી બની ગઈ હતી અને ટૂંક સમયમાં તેના લગ્ન પણ થઈ ગયા હતા. આટલું જ નહીં માત્ર 19 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. જણાવી દઈએ કે દિવ્યાએ 1992 માં બોલિવૂડના નિર્માતા-નિર્દેશક સાજિદ નાડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તે માત્ર 18 વર્ષની હતી. જ્યારે એક વર્ષ પછી 1993 માં તેનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.

3. ભાગ્યશ્રી: ભાગ્યશ્રી જે સમયે પોતાની પહેલી ફિલ્મને લઈને વ્યસ્ત ચાલી રહી હતી ત્યારે જ તેમણે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ વર્ષ 1989 માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ થી હિન્દી સિનેમામાં પગ મુક્યો હતો. 21 વર્ષની ઉંમરે તેમણે તેના બોયફ્રેન્ડ હિમાલય સાથે લગ્ન કર્યા હતા અને ત્યાર પછી તેણે ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું હતું. કહેવાય છે કે પરિવારના સભ્યોની વિરુદ્ધ જઈને બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા.

4. ઉર્વશી ઢોલકિયા: ઉર્વશી ઢોલકિયાએ માત્ર 15 વર્ષની નાની ઉંમરમાં જ સાત ફેરા લીધા હતા અને 16 વર્ષની ઉંમરમાં તેણે બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. તેના બંને પુત્રો હવે મોટા થઈ ચુક્યા છે જેમના નામ સાગર અને ક્ષિતિજ છે. નોંધપાત્ર છે કે માતા બન્યા પછી જ ઉર્વશીના પતિ સાથે છુટાછેડા થઈ ગયા હતા.

5. નીતુ કપૂર: પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી નીતુ કપૂરે દિવંગત અને દિગ્ગઝ અભિનેતા ઋષિ કપૂર સાથે અફેર પછી લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે લગ્ન દરમિયાન નીતુ 21 વર્ષની હતી. લગ્ન કરતાની સાથે જ નીતુએ ફિલ્મી દુનિયાથી અંતર બનાવી લીધું હતું. નીતુ અને ઋષિ બે બાળકો, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીના માતાપિતા બન્યા.

6. કનિકા કપૂર: ‘બેબી ડોલ’ ગીતથી ખાસ ઓળખ બનાવનાર સિંગર કનિકા કપૂર સિંગલ મધર છે અને તે ત્રણ બાળકોની માતા છે. જ્યારે તે 18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થયા હતા. જો કે ટૂંક સમયમાં તેમના પતિ સાથે છુટાછેડા થઈ ગયા હતા.