29 વર્ષ પહેલા સલમાનની પત્ની બની હતી આ અભિનેત્રી, હવે દેખાઈ છે કંઈક આવી, તસવીરો જોઈને ઓળખવી પણ બની જશે મુશ્કેલ

બોલિવુડ

અભિનેતા સલમાન ખાન છેલ્લા 32 વર્ષથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યો છે. વર્ષ 1989 માં સલમાન ખાનની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી થઈ હતી. ત્યાર પછી સલમાન ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુખ્ય અભિનેતા તરીકે કામ કરી રહ્યો છે.

સલમાન ખાને અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમની સાથે જોવા મળેલી ઘણી અભિનેત્રીઓ હવે હેડલાઈન્સમાં જોવા મળતી નથી. આવી જ એક અભિનેત્રી છે શીબા આકાશદીપ. જણાવી દઈએ કે શીબા આકાશદીપે સલમાન ખાન સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’ માં કામ કર્યું હતું. રાકેશ કુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 7 ફેબ્રુઆરી 1992 ના રોજ રીલિઝ થઈ હતી. શીબાએ આ ફિલ્મમાં સલમાનની પત્નીની ભૂમિકા નિભાવી હતી.

ફિલ્મ ‘સૂર્યવંશી’ ની સાથે શીબા આકાશદીપ ‘પ્યાર કા સાયા’ અને ‘દમ’ જેવી ફિલ્મોમાં જોવા પણ મળી છે. બોલિવૂડમાં તેણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને ત્યાર પછી તે ટૂંક સમયમાં જ હિન્દી સિનેમાથી દૂર થઈ ગઈ. વર્ષ 1996 માં શીબા આકાશદીપે આકાશ દીપ સાથે લગ્ન કર્યા. ખાસ વાત એ છે કે આકાશ દીપ તેની પત્ની શીબાની બે ફિલ્મો પણ ડિરેક્ટ કરી ચુક્યા છે. ઘણા વર્ષોથી ફિલ્મના પડદાથી દૂર રહેતી શીબાએ નાના પડદેથી કમબેક કર્યું હતું. તે ટીવી શો હાસિલમાં જોવા મળી હતી.

‘યે આગ કબ બુઝેગી’ થી કર્યું ડેબ્યૂ: શીબાનો જન્મ 1 જાન્યુઆરી, 1970 ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં થયો હતો. પંજાબી પરિવારમાં જન્મેલી શીબાએ હિન્દી સિનેમામાં પગ દિવંગત અને દિગ્ગઝ અભિનેતા સુનિલ દત્તની ફિલ્મ ‘યે આગ કબ બુઝેગી’ થી મૂક્યો હતો. બોલિવૂડની સાથે શીબાએ પંજાબી સિનેમામાં પણ કામ કર્યું હતું. આ સાથે તે ઘણી ટીવી સિરિયલોનો ભાગ પણ રહી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે શીબા: શીબા આકાશદીપ ભલે ફિલ્મના પડદેથી અથવા લાઇમ લાઈટથી દૂર રહે છે, જોકે તે તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે. ઘણીવાર જોવા મળે છે કે શીબા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

શીબા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. સાથે જ તે તેની સ્ટાઇલિશ ફિટનેસ વિડિઓઝ માટે પણ હેડલાઇન્સમાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર શીબા આકાશદીપને ત્રણ લાખ 11 હજારથી વધુ લોકો ફોલો કરે છે. હાલમાં તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી છે. શીબા અને આકાશદીપ હૃદત અને ભવિષ્યના માતા-પિતા છે.