બોલીવુડની અભિનેત્રીઓ કંઈક આવી રીતે રાખે છે પોતાના બાળકોનું ધ્યાન, તમે પણ લઈ શકો છો તેમની ટિપ્સ

બોલિવુડ

મા તો મા હોય છે. પછી ભલે તે કોઈ સામાન્ય ઘરમાં રહેતી સ્ત્રી હોય કે બોલીવુડની મોટી હિરોઈન હોય. દરેક પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. તે પોતાના બાળકોનું ખૂબ સારી રીતે ધ્યાન રાખવા ઈચ્છે છે. તેને એક સારી વ્યક્તિ બનાવવા ઈચ્છે છે. દરેક માતા એ જ પ્રયત્ન કરે છે કે તે પોતાના બાળકને સારું જીવન આપી શકે.

જોકે બોલિવૂડની માતાઓ ખૂબ જ વ્યસ્ત હોય છે. તેમને બાળકોનું ધ્યાન રાખવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે. છતાં પણ, તેને જ્યારે સમય મળે છે, ત્યારે તે બાળક માટે વધુ સારી માતા બનવાનો પ્રયત્ન કરે છે. આજે અમે તમને બોલીવુડની કેટલીક અભિનેત્રીઓની ટિપ્સ જણાવીશું કે તે પોતાના બાળકો માટે શું ઈચ્છે છે.

એશ્વર્યા બચ્ચન: અમિતાભ બચ્ચનની વહુ અને અભિષેકની પત્ની એશ્વર્યા બચ્ચન એક વ્યસ્ત માતા છે. તેણે બચ્ચન પરિવારમાં લગ્ન કર્યા પછી પોતાની કારકિર્દીથી અંતર બનાવી લીધું હતું. તેને એક પુત્રી છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. તે પોતાની પુત્રીનું ધ્યાન રાખવામાં ખૂબ જ વ્યસ્ત રહે છે.

એશ્વર્યા જેટલી ફિટ એક્ટિંગમાં છે તેટલી જ ફિટ તે પેરેન્ટિંગમાં પણ છે. તે આરાધ્યાને હંમેશા ખુશ અને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે. તેનું કહેવું છે કે બાળકોએ હંમેશા સ્વસ્થ અને ખુશ રહેવું જોઈએ જેથી તેમનો વિકાસ સારો થઈ શકે.

કરીના કપૂર: કપૂર પરિવારની પુત્રી કરીના એ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો પણ છે. જોકે કરીના પણ એક અભિનેત્રી હોવાની સાથે જ એક શ્રેષ્ઠ માતા છે. તે પોતાના બંને બાળકોને ઉછેર એક યોજના બનાવીને કરે છે. કરીનાએ સૈફ સાથે મળીને યોજના બનાવી છે. જે દિવસે સૈફ બહાર હોય તે દિવસે કરીના કામ પર જતી નથી. આવું જ સૈફ કરીના ઘરે ન હોય તે દિવસે કરે છે. એટલે કે કરીના તેના બંને બાળકોનો હોશિયારીથી ઉછેર કરી રહી છે.

નેહા ધૂપિયા: નેહા ધૂપિયાની એક્ટિંગ વિશે કોણ નથી જાણતું. તે એક શ્રેષ્ઠ અભિનેત્રી છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે તે પેરેન્ટિંગની બાબતમાં પણ એકદમ હિટ અને ફિટ છે. નેહા ધૂપિયાએ પોતાના બાળકના જન્મ આપ્યા પછી ઘર પર જ રહેવાનું નક્કી કર્યું. તે પોતાના બાળકને સંપૂર્ણ સમય આપે છે અને તેનું ધ્યાન રાખે છે. નેહાનું માનવું છે કે ઘર પર રહેવાનો નિર્ણય કામ કરવાનો નિર્ણય જેટલો જ સુંદર છે.

ટ્વિંકલ ખન્ના: રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલે અક્ષય સાથે લગ્ન કર્યા પછી ઘર સંભાળવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર પછી તે પોતાના બંને બાળકોનો ઉછેર કરવામાં લાગી ગઈ. ટ્વિંકલે બાળકોના ઉછેર માટે ખૂબ મહેનત અને બલિદાન આપ્યું છે. તેણે ફિલ્મોથી અંતર બનાવી લીધું. ટ્વિંકલની પેરેન્ટિંગ ટીપ તમે ફોલો કરી શકો છો. તે પોતાના બાળકોને સફળ કેવી રીતે થવું તે તો શીખવે જ છે. આ સાથે તે એ પણ જણાવે છે કે જો તે સફળ નથી થઈ શકતા તો તે ખરાબ પણ નથી. તમે બસ પ્રયત્ન કરતા રહો.