શ્રી રામ બનશે પ્રભાસ તો માતા સીતા બનશે આ અભિનેત્રી, અભિનેત્રીએ કહ્યું કે- અમને જવાબદારીનો….

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી ક્રિતી સેનન દરેક સમયે હેડલાઇન્સમાં રહે છે. તે એક પછી એક ફિલ્મો કરી રહી છે અને ખૂબ નામ કમાઇ રહી છે. જણાવી દઈએ કે કૃતિ પાસે ફિલ્મોની કોઈ કમી નથી. આવનારા સમયમાં તેની ઘણી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને તે તેમના પર કામ કરી રહી છે. તેની આગામી ફિલ્મનું નામ ‘મીમી’ છે. આ ફિલ્મનું ટ્રેલર 30 જુલાઈના રોજ રિલીઝ થશે અને આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. સાથે જ તેનું નામ તાજેતરમાં જ ફિલ્મ ‘આદિપુરૂષ’ સાથે પણ જોડાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કૃતિ માતા સીતાની ભૂમિકા નિભાવવા જઇ રહી છે અને અભિનેત્રીએ આ ફિલ્મ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.

‘આદિપુરુષ’માં કૃતિને માતા સીતાની ભૂમિકામાં જોવી તેના ચાહકો માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ આ ફિલ્મમાં તેની ભૂમિકાને લઈને ક્રિતી સેનને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે તેને ‘આદિપુરુષ’માં માતા સીતાની ભૂમિકા નિભાવવાની સાથે આવનારી જવાબદારીઓનો અહેસાસ છે અને આ વાત ટીમ પણ ખૂબ સારી રીતે જાણે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ હિન્દુ મહાકાવ્ય ‘રામાયણ’ પર આધારિત છે અને તેનું નિર્દેશન પ્રખ્યાત નિર્દેશક ઓમ રાઉત કરી રહ્યા છે. ફિલ્મમાં ભગવાન શ્રી રામની ભૂમિકામાં બાહૂબલી સુપરસ્ટાર અને બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની ‘ટી-સીરિઝ’ ના બેનર હેઠળ થઈ રહ્યું છે.

તાજેતરમાં અભિનેત્રી કૃતી સેનને સમાચાર એજંસી પીટીઆઈ-ભાષા સાથે વાત કરતા આદિપુરૂષ અને તેમાં પોતાના માતા સીતાના રોલ પર વાત કરી. આ દરમિયાન કૃતિએ કહ્યું કે, ‘નિશ્ચિતરૂપે આપણે એક જવાબદારીની અંદર રહેવું પડશે અને આપણે જે પાત્ર નિભાવવા જઈ રહ્યા છીએ, તેની જવાબદારીનો અહેસાસ કરવો પડશે. સૌભાગ્ય થી હું એક શ્રેષ્ઠ નિર્દેશકના હાથમાં છું, જેમણે આ વિષય અને બધા પાત્રો પર ખૂબ માહીતીઓ એકઠી કરી છે.”

જણાવી દઈએ કે ઓમ રાઉતની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં જ શરૂ થયું હતું. મળતી માહિતી મુજબ કૃતિ સેનન અત્યાર સુધીમાં ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ કરી ચૂકી છે. નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મના ઘણા પોસ્ટરો પણ અત્યાર સુધી રિલીઝ થઈ ચુક્યા છે અને ફિલ્મને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઓગસ્ટ 2022 માં રિલીઝ થશે. સમાચાર છે કે ‘આદિપુરુષ’ એક મોટા બજેટની ફિલ્મ હશે.

તાજેતરમાં જ કૃતિ સેનને પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર વાત કરી હતી. આ દરમિયાન એક ચાહકે અભિનેત્રીને તેની આગામી ફિલ્મ ‘મીમી’ વિશે પૂછ્યું, જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, મને આ અંગે કંઈ કહેવાની છૂટ નથી પરંતુ મને ખબર છે કે તે ટૂંક સમયમાં રીલિઝ થશે. આટલું જ હું કહી શકું છું. સાથે જ આગળ કૃતિ એ બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે પોતાની એક અન્ય આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ને લઈને કહ્યું હતું કે, “બચ્ચન પાંડે એક ધમાકેદાર હિલ્મ છે અને મને આ ફિલ્મમાં કામ કરવાનું પસંદ છે.”