મૃત્યુના 8 વર્ષ પછી પણ રિલીઝ થતી રહી આ અભિનેતાની ફિલ્મો, પરંતુ ક્યારેય પણ પૂર્ણ ન કરી શક્યા પોતાની આ 2 ઈચ્છા

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતાઓમાં ગણાતા દિવંગત અભિનેતા સંજીવ કુમારે ખૂબ જ નાની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું હતું. માત્ર 47 વર્ષની નાની ઉંમરે સંજીવ કુમારે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેણે પોતાની સુંદર એક્ટિંગથી ચાહકોનું ખૂબ જ મનોરંજન કર્યું હતું. ચાલો આજે તમને સંજીવ કુમાર સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો વિશે જણાવીએ.

સંજીવ કુમારના અસલી નામથી ખૂબ ઓછા લોકો પરિચિત છે. ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે ‘હરિભાઇ જરીવાલા’ સંજીવ કુમાર બની ગયા હતા. સંજીવ પહેલીવાર ફિલ્મ ‘હમ હિન્દુસ્તાની’ માં જોવા મળ્યા હતા, પરંતુ તેમનો આ ફિલ્મમાં કોઈ ડાયલોગ ન હતો અને તેની એક નાની ભૂમિકા હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે તેને ઓળખ વર્ષ 1970 મા આવેલી ‘ખિલૌના’ થી મળી.

સંજીવ કુમાર પ્રેમની બાબતમાં ક્યારેય સફળ ન થયા અને ન તો ક્યારેય તેમણે લગ્ન કર્યા. તેનું નામ અભિનેત્રી વિજેતા પંડિતની બહેન સુલક્ષણા પંડિત, સુચિત્રા સેન, જયા પ્રદા, હેમા માલિની, જયા બચ્ચન સાથે જોડાયું હતું, જોકે કોઈના પણ તે જોડીદાર બની શક્યા નહિં.

હેમા સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા: સંજીવ કુમાર હેમા માલિનીને પસંદ કરતા હતા અને તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. સંજીવે હેમાને પ્રપોઝ કર્યો હતો. પરંતુ હેમાએ તેનો પ્રપોઝલ નકારી દીધો હતો. તેનાથી સંજીવનું દિલ ચૂર-ચૂર થઈ ગયું. તેઓ ગમના સમુદ્રમાં ડૂબી ગયા અને દારૂનું સેવન કરવા લાગ્યા. એવું પણ કહેવામાં આવે છે કે તેણે પછી ક્યારેય લગ્ન ન કરવાની કસમ ખાધી હતી.

ખરીદી ન શક્યા ઘર: બોલીવુડમાં પોતાને સ્થાપિત કર્યા પછી, સંજીવનું સ્વપ્ન એક ઘર ખરીદવાનું હતું, જોકે તે તેમાં ક્યારેય સફળ ન થઈ શક્યા. જ્યારે પણ તેઓ ઘર ખરીદવા ઈચ્છતા હતા અને તેના માટે પૈસા ભેગા કરતા ત્યાં સુધીમાં તે ઘરની કિંમત વધી જતી હતી. ઘણા વર્ષો સુધી તેની સાથે આવું બનતું રહ્યું. સાથે જો ક્યારેક તેમને કોઈ જમીન પસંદ આવે તો ખબર પડે કે તે જમીન કોઈ કાનૂની પચડામાં અટવાયેલી છે. આવી સ્થિતિમાં સંજીવ કુમાર ક્યારેય મુંબઈમાં ઘર ખરીદી ન શક્યા.

સંજીવના નામ પર રાખવામાં આવ્યું રોડનું નામ: ગુજરાતના સુરતમાં જન્મેલા સંજીવ કુમારના નામ પરથી સુરતમાં એક રોડનું નામ રાખવામાં આવ્યું છે. જ્યારે સંજીવ કુમારને સમ્માન આપતા વર્ષ 2013 માં ઈંડિયા પોસ્ટે એક ટપાલ ટીકિટ પણ બહાર પાડી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેમના મૃત્યુના આઠ વર્ષ પછી પણ, સંજીવની ફિલ્મો રીલીઝ થઈ હતી. તેમના ગયા પછી, તેની 10 ફિલ્મો રીલીઝ થઈ હતી. સ્ટોરીમાં ફેરફાર કર્યા પછી તેને રિલીઝ કરવામાં આવી હતી. સંજીવે 6 નવેમ્બર 1985 ના રોજ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. તેમની છેલ્લી ફિલ્મ ‘પડોસન’ વર્ષ 1993 માં રિલીઝ થઈ હતી.