કોઈએ ધોઈ કાર, તો કોઈ હતું ચોકીદાર, બોલીવુડમાં આવતા પહેલા આવા કામ કરતા હતા આ 9 કલાકાર

બોલિવુડ

હિન્દી સિનેમાના ઘણા કલાકારોએ તેમની સુંદર એક્ટિંગથી એક ખાસ ઓળખ બનાવી છે. ઘણા સ્ટાર્સ એવા છે જે બોલીવુડમાં આવતા પહેલા ઘર ચલાવવા માટે કૂલી, શેફ વેઈટર વગેરે જેવા કામ કરતા હતા. પરંતુ ફિલ્મોમાં એન્ટ્રી લીધા પછી તે સ્ટાર્સનું નસીબ બદલાઈ ગયું. પછી તેણે ખ્યાતીની સાથે સંપત્તિ પણ મેળવી. આજે અમે તમને એવા 9 કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે જે બોલીવુડમાં આવતા પહેલા આવા જ કામ કરતા હતા.

રજનીકાંત: દક્ષિણ ભારતીય ફિલ્મોના ભગવાન ગણાતા શક્તિશાળી અભિનેતા રજનીકાંતને ફિલ્મોમાં આવતા પહેલા તેમના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી અને આને કારણે તેમને ખૂબ કામ કરવું પડ્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલ તે કુલી, બસના કંડક્ટરથી લઈને સુથારકામ સુધીના કામ કરી ચુક્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી: આજે નવાઝુદ્દીન સિદ્દીકીની ગણના હિન્દી સિનેમાના મોટા અને સફળ અભિનેતાઓમાં થાય છે, પરંતુ તેમના માટે આ મુસાફરી ઘણી મુશ્કેલ રહી છે. ઉત્તર પ્રદેશના બુઢાનામાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દીકી, દિલ્હી આવતાં પહેલાં કેમિસ્ટની દુકાનમાં કામ કરતા હતા, જ્યારે પોતાના ખર્ચ માટે તેમને ચોકીદારની નોકરી પણ કરવી પડી હતી. ચોકિદારી દરમિયાન એક વખત નવાઝુદ્દીને કેટલીક ભૂલ કરી હતી, જેના પછી તેમનો પોતાની નોકરી પણ ગુમાવી પડી હતી.

અક્ષય કુમાર: ખેલાડીઓના ખેલાડી, બોલીવુડના ખેલાડીના નામથી જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારે વર્ષ 1991 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પહેલા તે વેઈટર અને શેફનું કામ કરતા હતા. જણાવી દઇએ કે તે એક ફોટોગ્રાફરના આસિસ્ટંટ તરીકે પણ કામ કરી ચુક્યા છે.

આર.માધવન: આર માધવન બોલિવૂડના જાણીતા અભિનેતા છે. તેમણે હિન્દી સિનેમાને ઘણી સુંદર ફિલ્મો આપી છે. બોલિવૂડમાં તેની એક્ટિંગ કારકીર્દિની શરૂઆત કરતા પહેલા, તે પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલોપમેંટ સ્કિલ્સના કોર્સ કરાવતા હતા.

જેક્લીન ફર્નાન્ડિઝ: આજના સમયમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ બોલિવૂડનું એક પ્રખ્યાત નામ છે. તે હિન્દી સિનેમાના ઘણા મોટા અભિનેતા સાથે કામ કરી ચુકી છે. બોલિવૂડમાં પ્રવેશ કરતા પહેલા જેક્લીન શ્રીલંકામાં ટીવી રિપોર્ટર તરીકે કામ કરતી હતી. નોંધપાત્ર વાત એ છે કે જેકલીન મૂળ શ્રીલંકાની છે.

રણદીપ હૂડા: રણદીપ હૂડા બોલિવૂડમાં પોતાની સુંદર એક્ટિંગ માટે જાણીતા છે. ફિલ્મોમાં કામ કરતા પહેલા રણદીપનું જીવન ખૂબ જ ગરીબીમાં પસાર થયું છે. બોલિવૂડમાં કામ કરતા પહેલા રણદીપ હૂડા વેઈટર, ટેક્સી ડ્રાઇવર અને કાર વોશનું કામ કરતો હતો.

રણવીર સિંહ: રણવીર સિંહની ગણતરી આજના મોટા અભિનેતામાં થાય છે. રણવીર તેના દરેક કામથી ચાહકોનું દિલ જીતે છે. વર્ષ 2010 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર રણવીર સિંહ આજે દરેક દિલના પ્રિય છે. ફિલ્મોમાં પગ મુકતા પહેલા રણવીર એક એડવર્ટાઈઝિંગ કંપની માટે કૉપી રાઈટર તરીકે કામ કરી ચુક્યા છે.

પરિણીતી ચોપડા: બોલિવૂડની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપડાએ ફિલ્મોમાં સુંદર કામ કર્યું છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમામાં પ્રવેશ કરતા પહેલા પરિણીતી લંડનની એક ફર્મમાં ઈંવેસ્ટમેંટ બેંકર રહી ચુકી છે. જ્યારે પછી તે યશ રાજની ફિલ્મના પબ્લિક રિલેશન ટીમમાં ઈંટર્નનું કામ પણ કરી ચુકી છે.

અરશદ વારસી: અભિનેતા અરશદ વારસી લાંબા સમયથી બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેમણે સપોર્ટિંગ રોલમાં સુંદર કામ કર્યું છે. મળતી માહિતી મુજબ તે બોલીવુડમાં આવતા પહેલા ડોર ટુ ડોર કોસ્મેટિક વેચતો હતો. જ્યારે તેણે ફોટો લેબમાં પણ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.